Book Title: Dwatrinshad Dwatrinshika Part 01
Author(s): Abhayshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 236
________________ वाद- द्वात्रिंशिका च तत एव धर्मसाधनोपलंभात् किं लक्षणेनेति भावः । । १४ ।। तत्रात्मा नित्य एवेति येषामेकान्तदर्शनम् । हिंसादयः कथं तेषां कथमप्यात्मनोऽव्ययात् । ।१५ ।। તવ્રુતિ। તત્ર = धर्मसाधने विचारणीये, आत्मा नित्य एव इति येषां साङ्ख्यादीनामेकान्तदर्शनं तेषां हिंसादयः कथं मुख्यवृत्त्या युज्यन्त इति शेषः, कथमपि खंडितशरीरावयवैकपरिणामेनापि आत्मनोऽव्ययाद् = अखंडनात्, न हि वुद्धिगतदुःखोत्पादरूपा हिंसा साङ्ख्यानामात्मनि प्रतिविंवोदयेनानुपचरिता संभवति । = २२५ આશયવાળા ગ્રન્થકાર કહે છે— અર્થના યાથાત્મ્યની શંકા તત્ત્વજ્ઞાનોપયોગી છે. શુદ્ધ અર્થનું સ્થાપકત્વ સુંદર દર્શનશાસ્ત્રના સ્વીકારમાં નિયામક છે. અહિંસા, સત્ય વગેરે અર્થનો આશ્રય આત્મા છે. એટલે સ્વ-સ્વદર્શનમાં આત્મા જેવો નિત્ય, અનિત્ય વગેરે મનાયો હોય તે પ્રમાણે અહિંસા વગેરે નિત્યઆશ્રયવૃત્તિ, અનિત્યઆશ્રયવૃત્તિ વગેરે બને છે. તેથી અહિંસા વગેરેમાં નિત્યઆશ્રયવૃત્તિત્વ, અનિત્યઆશ્રયવૃત્તિત્વ વગેરે જે ધર્મો આવે છે એ અહિંસા વગેરે અર્થનું યાથાત્મ્ય છે. આ અર્થયાથાત્મ્યની શંકા તત્ત્વજ્ઞાનપ્રાપ્તિ માટે ઉપયોગી છે. એટલે કે અહિંસા વગેરે નિત્યઆશ્રયવૃત્તિ હશે કે અનિત્યઆશ્રયવૃત્તિ હશે કે નિત્યાનિત્યઆશ્રયવૃત્તિ હશે ઇત્યાદિ શંકા જિજ્ઞાસુને વિચાર કરતો કરી દે છે. માધ્યસ્થ્યપૂર્વક થયેલો આ વિચાર યોગ્ય નિર્ણય કરાવે છે જે તત્ત્વજ્ઞાન રૂપ છે. આ તત્ત્વજ્ઞાનમાં અહિંસા વગેરે અર્થનું જે દર્શનને માન્ય જેવું નિત્યાનિત્યઆશ્રયવૃત્તિત્વ વગેરે રૂપ યાથાત્મ્ય સર્વથા સુસંગત જણાય તે દર્શન સર્વથા શુદ્ધ વિષયનું વ્યવસ્થાપક.છે, એટલે કે પ્રમિતિજનક છે, અર્થાત્ સત્યજ્ઞાન કરાવનાર છે એવું પ્રતીત થાય છે. આ પ્રતીત થતું શુદ્ધાર્થવ્યવસ્થાપકત્વ સદર્શનના શોભનઆગમના સ્વીકા૨નું પ્રયોજક બને છે. એટલે કે એ પ્રતીત થવાથી તે દર્શનનો પ્રમાણ તરીકે સ્વીકાર થાય છે. આ સ્વીકાર થયે તો તેનાથી જ ધર્મસાધન જણાય જાય છે. એટલે પછી પ્રમાણના લક્ષણની તો કોઇ જરૂ૨ ૨હેતી નથી.।।૧૪।। આત્માના યાથાત્મ્યનો જ વિચાર કરવા ગ્રન્થકાર સૌ પ્રથમ એકાન્તનિત્યતાવાદી દર્શન અંગે વિચારણા જણાવે છે– [એકાન્તનિત્યવાદમાં હિંસાદિની અઘટતા] ધર્મસાધનની વિચારણા કરીએ તો જણાય છે કે જે સાંખ્ય-નૈયાયિક વગેરેના દર્શનમાં ‘આત્મા નિત્ય જ છે’ એવો નિત્ય એકાન્ત મનાયો છે તેઓના મતે હિંસા વગેરે મુખ્યવૃત્તિએ શી રીતે ઘટે? કેમકે તેઓના મત મુજબ, કોઇપણ રીતે આત્માનો નાશ સંભવતો નથી. કોઇપણ રીતે એટલે...યાવત્ ખંડિત શરીર અવયવો સાથે એક પરિણામ માનવામાં આવે તો પણ આત્મા તો ફૂટસ્થ નિત્ય મનાયો હોઇ એનું ખંડન તો સંભવતું જ નથી કે જેને હિંસા કહી શકાય. વળી આત્માને ફૂટસ્થ નિત્ય માનનાર સાંખ્યોના મતે દુઃખોત્પત્તિ વગેરે બુદ્ધિમાં જ થાય છે, આત્મામાં તો એનું પ્રતિબિંબ જ પડે છે. એટલે દુઃખોત્પાદરૂપ હિંસાનું પણ આત્મામાં તો માત્ર પ્રતિબિંબ જ હોય છે. અને પ્રતિબિંબ તો કાલ્પનિક છે. તેથી વાસ્તવિક રીતે તે હિંસા હોતી નથી. માટે આત્મામાં અનુપચરિત પણે = મુખ્યવૃત્તિએ હિંસા સંભવતી નથી. નૈયાયિકોએ પણ આત્માને ફૂટસ્થ નિત્ય માન્યો છે. તેઓના મતે હિંસા એ દુઃખાત્મક ગુણરૂપ છે. તેઓ ગુણીથી ગુણને સર્વથા ભિન્ન માને છે. એટલે આ હિંસા પણ આત્માથી સર્વથા ભિન્ન છે. એટલે સમવાયથી પણ તે આત્મામાં અનુપચરિત પણે સંભવતી નથી, કેમકે સમવાય પોતે પણ કાલ્પનિક છે. આમ પ્રતિબિંબ અને સમવાય એ બન્ને પોતે જ કાલ્પનિક હોઇ

Loading...

Page Navigation
1 ... 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252