Book Title: Dwatrinshad Dwatrinshika Part 01
Author(s): Abhayshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 214
________________ धर्मव्यवस्था-द्वात्रिंशिका २०३ माध्यस्थ्यमिति । केचिद् = मंडलतंत्रवादिनो गम्यागम्ययोरविवेकतो व्यवस्थानान्माध्यस्थ्यमिच्छन्ति, अन्यथा गम्यायां रागेणागम्यायां च द्वेषादिना माध्यस्थ्यभङ्गात्, समप्रवृत्तौ च न संक्लेश इति । तन्नो = नैव युक्तं, विपर्ययादेव = गम्यागम्यविवेकादेवानर्गलायाः = अमर्यादाया इच्छाया मोहविकाररूपाया निरोधतः। निरुद्धायाश्चेच्छायाः स्वल्पेन्धनाग्नेरिव स्वल्पकालस्थितिकत्वाद् देशनिवृत्तिगर्भत्वेन च माध्यस्थ्यवीजत्वमिति गम्यागम्यविवेकधर्माहितशुभाशयादेव चाचिरेण परममाध्यस्थ्यमप्युपपद्यत इति માવ:/ર૪T नाद्रियन्ते तपः केचिदुःखरूपतयाऽबुधाः। आर्तध्यानादिहेतुत्वात्कर्मोदयसमुद्भवात् ।।२५।। नेति। केचिदवुधास्तपो दुःखरूपतया नाद्रियन्ते, सर्वेषामेव दुःखिनां तपस्वित्वाविशेषापत्तेः, दुःखविशेषेण च तद्विशेषप्रसङ्गात् । तदाह [अष्टक ११/२-३] सर्व एव च दुःख्येवं तपस्वी संप्रसज्यते । विशिष्टस्तद्विशेषेण सुधनेन धनी यथा ।। महातपस्विनश्चैवं तन्त्रीत्या नारकादयः । शमसौख्यप्रधानत्वाद् योगिनस्त्वतपस्विनः ।। इति । दुःखरूपत्वं चोपवासादिरूपस्य तपसः कायपीडारूपस्यार्तध्यानादिहेतुत्वात् । तदाह आहारवर्जिते देहे धातुक्षोभः प्रजायते । तत्र चाधिकसत्त्वोऽपि चित्तभ्रंशं समश्नुते ।। तथा कर्मोदयात् જ = ગમ્યાગમ્યના વિવેકથી જ અમર્યાદિત ઇચ્છાનો નિરોધ થાય છે. મંડલતંત્રવાદીઓ એવું માને છે કે ગમ્યસ્ત્રીને જે ભોગવવી અને અગમ્યને ન ભોગવવી એ બરાબર નથી, કેમકે એમાં ગમ્ય ૫૨ રાગ અને અગમ્ય પર દ્વેષ થવાથી માધ્યચ્ય રહેતું નથી. જ્યારે ગમ્ય શું કે અગમ્ય શું? બધા અંગે સમાન ભોગપ્રવૃત્તિ કરવાથી આ રાગદ્વેષ રૂપ સંક્લેશ થતો નથી. અને માધ્ય સંપન્ન થાય છે. તેઓની આ માન્યતા યોગ્ય નથી, કેમકે ગમ્ય-અગમ્યના વિવેકથી જ મોહ વિકાર રૂપ અમર્યાદિત ઇચ્છા વિરુદ્ધ થાય છે. આ નિરુદ્ધ ઇચ્છા સ્વલ્પ બળતણના અગ્નિની જેમ અલ્પકાળ ટકવાવાળી હોવાથી તેમજ દેશનિવૃત્તિ ગર્ભિત હોવાથી માધ્યય્યના બીજ રૂપ છે. મૈથુનનો એક દેશ = ભાગ જે અગમ્ય સાથેના મૈથુન રૂ૫ છે તેની નિવૃત્તિ આ નિરુદ્ધ ઇચ્છામાં સંકળાયેલી છે એ સ્પષ્ટ છે. આમ ઉક્ત વિવેકથી નિરુદ્ધ થયેલી ઇચ્છા માધ્યથ્યનું બીજ છે એવું જે કહ્યું એમાં ગમ્યાગમ્યવિવેકરૂપ ધર્મથી પ્રગટતા શુભાશય દ્વારા શીઘ્ર પરમમાધ્યસ્થ પણ પ્રાપ્ત થાય છે એવું તાત્પર્ય છે.ર૪ો ધિર્મવ્યવસ્થાના એક અન્ય અંગ તપ અંગેની બૌદ્ધની વિપ્રતિપત્તિનું નિરાકરણ કરવા ગ્રન્થકાર ઉપક્રમ કરે છે–]. કેટલાક અબુધ વાદીઓ તપને દુઃખરૂપ માનીને આદરતા નથી. તપને, એ આર્તધ્યાનાદિનો હેતુ હોઇ તેમજ કર્મોદયથી થયેલ હોઇ તેઓ દુઃખરૂપ માને છે. કેવલ દુઃખ રૂપ એવા પણ ઉપવાસાદિથી જો તપસ્વી બની જવાતું હોય તો તો સઘળા દુ:ખીઓ સમાન રીતે તપસ્વી બની જશે. વળી વિશેષ પ્રકારના દુઃખથી તપ પણ વિશેષ પ્રકારનો હોવો સિદ્ધ થઇ જશે. અષ્ટક પ્રકરણ ૧૧/૨-૩ માં કહ્યું છે કે “દુઃખાત્મક તપને પણ યોગ્ય માનવામાં આવે તો બધા જ દુઃખી તપસ્વી બની જશે. તેમજ વધુ ધનથી જેમ વધુ ધનવાન બને છે તેમ વધુ દુઃખથી વિશિષ્ટ તપસ્વી બની જશે. વળી તમારી આ રીતે તો નારકી વગેરે ભયંકર દુઃખી જીવો મહાતપસ્વી બની જશે અને ઉપશમસુખથી ભરેલા હોઇ યોગીઓ અતપસ્વી બની જશે.” ઉપવાસાદિરૂપ તપ કાયપીડારૂપ હોઇ રોગાદિની જેમ આર્તધ્યાનાદિનો હેતુ બનતો હોવાના કારણે દુઃખરૂપ છે. કહ્યું છે કે “આહારવર્જિત શરીરમાં

Loading...

Page Navigation
1 ... 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252