Book Title: Dwatrinshad Dwatrinshika Part 01
Author(s): Abhayshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 238
________________ वाद-द्वात्रिंशिका २२७ नायं विशेषदर्शिभिरादरणीय इति चेत्? न, तत्त्वस्य = उक्तध्वंसत्वस्यार्थसमाजतः = अर्थवशादेव सिद्धेः, स्मृतिहेत्वभावादेव स्मृत्यजननाच्चरममनःसंयोगस्यापि संयोगान्तरवदेव नाशात् । तथा च नेयं हिंसा केनचित्कृता स्यादिति सुस्थितमेव सकलं जगत्स्यात् ।।१६ ।। आत्मन एकान्तनित्यत्वाभ्युपगमे दूषणान्तरમાशरीरेणापि संबन्धो नित्यत्वेऽस्य न संभवी। विभुत्वेन च संसारः कल्पितः स्यादसंशयम् ।।१७।। __शरीरेणापीति । नित्यत्वे सति अस्य = आत्मनः शरीरेणापि समं सम्वन्धो न संभवी, नित्यस्य हि शरीरसंवन्धः पूर्वरूपस्य त्यागे वा स्यादत्यागे वा? आद्ये स्वभावत्यागस्यानित्यलक्षणत्वान्नित्यत्वहानिः, अन्त्ये च पूर्वस्वभावविरोधाच्छरीरासंवन्ध एवेति, विभुत्वेन चाभ्युपगम्यमानेन हेतुना संसारोऽसंशयं कल्पितः स्यात्, सर्वगतस्य परलोकगमनरूपमुख्यसंसारपदार्थानुपपत्तेः। अथवा विभुत्वे च संसारो न स्यात्, ચરમમનઃસંયોગનો નાશ થાય છે એમાં એ વ્યક્તિનો કોઇ વ્યાપાર હોતો નથી. સ્વાભાવિક મૃત્યુથી મરનારનું પણ (એટલે કે જ્યાં અન્ય વ્યક્તિનો કોઇ વ્યાપાર નથી ત્યાં પણ) એ જ્ઞાન સ્મૃતિનું અજનક જ રહે છે અને ચરમમનઃસંયોગનો નાશ પણ થાય જ છે. આમ ઉક્ત ધ્વસંરૂપ હિંસા કોઇ કરી શકતું ન હોવાથી આખું જગત સુસ્થિત જ = ખૂન વગેરેના ભય વગરનું જ રહેવું જોઇએ. (પણ એવું છે નહીં, માટે આત્માને સર્વથા નિત્ય માનવા છતાં ઉક્ત ધ્વસ રૂપ હિંસા માની એની સંગતિ કરવી એ શક્ય નથી.]l/૧૭ એિકાન્તનિત્યનો શરીરસાથે સંબંધ ન ઘટે) આત્માને એકાન્ત નિત્ય માનવામાં બીજો જે દોષ લાગે છે તેને ગ્રન્થકાર જણાવે છે– આત્મા જો સર્વથા નિત્ય હોય તો એનો શરીર સાથે સંબંધ સંભવતો નથી. વળી આત્મા વિભુ હોઇ એનો સંસાર નિશ્ચિતપણે કાલ્પનિક જ બની જશે. આશય એ છે કે નિત્યવસ્તુનો શરીર સાથે સંબંધ જે થાય તે, તે શરીર સાથેની અસંબદ્ધ અવસ્થામાં આત્માનું જે સ્વરૂપ હતું તે પૂર્વસ્વરૂપનો ત્યાગ કરીને થાય છે કે ત્યાગ કર્યા વગર? ત્યાગ કરીને થાય છે એવું જ કહેશો તો નિત્યત્વમાન્યતાની હાનિ થઇ જશે, કેમકે સ્વભાવનો ત્યાગ એ અનિત્યતાનું લક્ષણ છે. ત્યાગ કર્યા વગર શરીર સાથે સંબંધ કરે છે એવો અન્ય વિકલ્પ માનવો પણ યોગ્ય નથી, કેમકે પૂર્વસ્વભાવ તો શરીરસંબંધનો વિરોધી હતો માટે તો શરીર સાથે અસંબંધ હતો.) અને એ જ જો હજુ જળવાયેલો છે, તો શરીર સાથે હજુ પણ અસંબંધ જ રહેશે. વળી સર્વથા નિત્ય મનાયેલા આત્માનું વિભુત્વ પણ જે માનવામાં આવ્યું છે તેના કારણે એનો સંસાર પણ બેશક કાલ્પનિક જ બની જશે, વાસ્તવિક નહીં, કેમકે “સંસાર' શબ્દનો જે મુખ્ય અભિધેયાર્થ છે પરલોકગમન સ્વરૂપ તે સંગત થતો નથી. આત્મા વિભુ એટલે કે સર્વવ્યાપી છે તો એને ક્યાંય જવાનું રહેતું જ ન હોવાથી પરલોકગમન પણ શી રીતે સંભવે? એટલે એને કાલ્પનિક જ માનવો પડે. અથવા “વિમુત્યેન સંસાર ...' ઇત્યાદિ ઉત્તરાર્ધને ‘વિભુત્વે ન સંસાર ...'ઇત્યાદિ રૂપે લઇએ તો આવો અર્થ જાણવો કે આત્માને વિભુ માનવામાં આવે તો એનો સંસાર જ ન સંભવે, જો સંભવે તો એ અવશ્ય કાલ્પનિક જ હોય. અષ્ટકપ્રકરણ (૧૪-૫) માં આ વાત આ રીતે કહી છે કે ‘નિત્ય આત્મામાં નિષ્ક્રિયત્વ હોય છે એના કારણે જ એનો શરીર સાથે સંબંધ સંગત થતો નથી. વળી આત્મા સર્વગત હોવાથી એનો અકલ્પિત = વાસ્તવિક સંસાર સંગત થતો નથી.”II૧૭ll

Loading...

Page Navigation
1 ... 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252