________________
૨૬૮
ધર્મપરીક્ષા શ્લેo પ૧ इति पुष्पमालासूत्रवृत्यादिवचनात् केवलिनोऽनेषणीयाहारस्य प्रवृत्तिसिद्धावपि नापवादसिद्धिः, ज्ञानादिहानिभयेन तत्राऽप्रवृत्तेः, श्रुतव्यवहारशुद्धयर्थमेव तत्र प्रवृत्तेः, तत्र 'इदं सावद्य' इति भणितेरभावान्न वचनविरोधः । यदि च तदनेषणीय कश्चित्कदाचिदपि केवलिना भुक्तमिति छद्मस्थज्ञानगोचरीभवेत् तर्हि केवली न भुङ्क्त एव, केवल्यपेक्षया श्रुतव्यवहारशुद्धेरेवाभावाद्, 'अशुद्धमिति ज्ञात्वापि केवलिना भुक्तं' इति छद्मस्थेन ज्ञातत्वात् । अत एव रक्तातिसारोपशमनार्थ रेवतीकृतकूष्माण्डपाको भगवता श्रीमहावीरेण प्रतिषिद्धः, कदाचित्साधुना श्रुतव्यवहारशुद्धयानीतोऽपि रेवती तु जानात्येव यद् ‘भगवता श्रीमहावीरेण ज्ञात्वैव भुक्त'' इति छद्मस्थज्ञानगोचरत्वेन श्रुतव्यवहारभङ्ग एवेति । एतेन 'केवलिनोऽभिप्रायाभावान्जीवघातादौ सत्यपि न दोषः' इति पराशङ्कापि परास्ता, रेवतीकृतकूष्माण्डपाकपरित्यागानुपपत्तिप्रसक्तेः। किश्च स्वतंत्रक्रियावतो ज्ञानपूर्वकप्रवृत्तावभिप्रायाभावं वक्तुं कः समर्थः १ તે લાવનારને વિચાર આવે કે શ્રુતમાં કહેલ ચોકસાઈ પૂર્વક જે નિર્દોષ લાગતું હતું તે પણ જે વાસ્તવમાં દેષિત સંભવી શકે છે તો વ્યુત પર વિશ્વાસ રાખવાથી સર્યું. શ્રુત આ રીતે અપ્રમાણુ ઠરી જાય એવું કેવલીએ પણ કરવાનું હેતું નથી કારણ કે વ્યવહાર બધે મૃતથી જ ચાલે છે. આમ કેવલી પણ વ્યવહારનું સમર્થન કરતા હોવાથી વ્યવહાર પણ બળવાન છે જ.”
[કેવલીની પ્રવૃત્તિથી શ્રત વ્યવહારની શુદ્ધિ શી રીતે? પૂ૦] વળી તેમ છતાં, “તે અનેષણીય ચીજ કેવલીએ ખાધી” એવી ગમે તે રીતે ગમે ત્યારે પણ છદ્મસ્થને ખબર પડવાની હોય તે કેવલી એને ખાય જ નહિ, કારણકે કેવલીની અપેક્ષાએ ત્યારે શ્રત વ્યવહારની શુદ્ધિ જ રહેતી નથી તે પણ એટલા માટે કે “આ અશુદ્ધ છે એવું જાણવા છતાં કેવળીએ ખાધું ઈત્યાદિરૂપ છવચ્ચે જાણેલું હોય છે. તાત્પર્ય, શુક્ત વિધિ પ્રમાણે એકસાઈ કરીને ભિક્ષા લાવનાર સાધુને, કેવલી તે ભિક્ષા આરોગે એના પરથી ભિક્ષા નિર્દોષ હવાને નિશ્ચય થાય છે અને તેથી શ્રતમાં કહ્યા પ્રમાણે વર્તીશ તે દોષથી બચીશ એવો વિશ્વાસ દૃઢ થાય છે. પણ જ્યારે દષિત જાણવા છતાં કેવલીએ વાપર્યું એવું કેઈપણ રીતે તેને ખબર પડી જાય છે ત્યારે ઉક્ત વિશ્વાસ પુષ્ટ તે થતું નથી, પણ ઉપરથી, શ્રુત-શાસ્ત્રો પરના વિશ્વાસના કારણે “અશુદ્ધ ભિક્ષા ન ખવાય” એ જે વિશ્વાસ ઊભો થયો હોય છે તે ડગી જવાને સંભવ ઊભો થવાથી શ્રુતપરને વિશ્વાસ પણ ડગી જવાને સંભવ ઊભું થાય છે. તેથી શ્રવ્યવહાર શુદ્ધિનો અભાવ રહે છે. માટે કેવલી તેને આરોગતા નથી. તેથી જ તેજલેશ્યાના કારણે થયેલા લેહીનાઝાડાને વ્યાધિ શમાવવા માટે રેવતીએ કરેલ કૂષ્માડ પાક (કેળા પાક)ને ભગવાન શ્રી મહાવીર પ્રભુએ નિષેધ કર્યો હતો, કેમકે કદાચ છદ્મસ્થસાધુ કૃતવ્યવહારની શુદ્ધિપૂર્વક તે લાવે તે પણ રેવતી તો જાણવાની જ હતી કે શ્રી મહાવીર પ્રભુએ જાણવા છતાં અશુદ્ધ પિંડનો ઉપયોગ કર્યો. અને તેથી છઘસ્થના જ્ઞાનને વિષય બનવાથી શ્રુતવ્યહારને ભંગ જ ત્યાં સંભવિત હત, શુદ્ધિ નહિ. “કેવલીને હિંસા વગેરેને અભિપ્રાય ન હોવાથી છવઘાત વગેરે થવા છતાં કેઈ દોષ લાગતો નથી એવી શંકાનું પણ આનાથી નિરાકરણ થઈ ગયેલી જાણવું, કારણકે તે તે પછી રેવતીએ કરેલ કૂષ્માણ્ડપાકને ભગવાને કરેલ પરિત્યાગ