________________
jainology II
115
આગમસારે
દેવઋદ્ધિ સમ્પદા અને દેવીઓના પરિવાર સહિત સુખાનુભવ કરે છે અને ઉત્કૃષ્ટ એક પલ્યોપમ સુધી દેવ ભવમાં રહી શકે છે. ઓછામાં ઓછી તે ત્યાં દસ હજાર વર્ષની ઉમર પ્રાપ્ત કરે છે.
ઉદેશક: ૨ (૧) જીવ પોતેજ કર્મ બાંધે છે અને પોતે જ ભોગવે છે. પરંતુ તે ત્યાં સુધી જ કર્મોના ફળથી અલગ રહે છે કે જ્યાં સુધી તે કર્મ ઉદયમાં આવતા નથી. આયુષ્ય કર્મ પણ જ્યાં સુધી ઉદયમાં આવતા નથી ત્યાં સુધી જીવ તે બાંધેલા નરક આદિ આયુષ્ય સંબંધી દુઃખોથી દૂર રહે છે. અર્થાત્ કર્મ બાંધ્યા બાદ પણ જીવ કેટલાક સમય સુધી તે કર્મના ઉદયથી બચીને રહે છે. (૨) પ્રજ્ઞાપના પદ-૧૭, ઉદેશક-૧ અને ૨ અનુસાર લેગ્યા સંબંધી સંપૂર્ણ વર્ણન છે. અર્થાત્ ચોવીસ દંડકના સલેશી જીવોનો આહાર, કર્મ, વર્ણ, વેશ્યા, વેદના, ક્રિયા, આયુષ્યની સમાનતા–અસમાનતા સંબંધી વર્ણન અને ચોવીશ દંડકના જીવોની લેશ્યા અને તેનું અલ્પ બહુત્વ આદિ વર્ણન ત્યાં પ્રજ્ઞાપના સૂત્રમાં છે. (૩) જીવનો સંસારમાં રહેવાનો કાળ ચાર પ્રકારનો છે– ૧. નરકના રૂપમાં રહેવાનો સંસાર કાળ ૨. તિર્યંચ રૂપમાં રહેવાનો સંસાર કાળ ૩. મનુષ્ય રૂપમાં રહેવાનો સંસાર કાળ ૪. દેવરૂપમાં રહેવાનો સંસાર કાળ અલ્પબદુત્વઃ- જીવના સંસાર કાળમાં સર્વથી અલ્પકાળ મનુષ્ય અવસ્થાનો છે. નરક અવસ્થાનો સંસાર કાળ તેનાથી અસંખ્ય ગુણો છે. દેવરૂપનો કાળ તેનાથી પણ અસંખ્ય ગુણો છે અને તેનાથી તિર્યંચ રૂપ સંસારકાળ અનંત ગુણો છે. (૪) આ સંસારકાળની અન્ય ત્રણ પ્રકારે વિચારણા કરવામાં આવી છે.– ૧. શૂન્યકાળ ૨. અશૂન્યકાળ ૩. મિશ્રકાળ અશુન્ય કાળ :- જેટલા સમય સુધી નિરંતર તે ગતિમાં એક પણ જીવ અન્યગતિથી આવે નહિં અને તે ગતિથી એક પણ જીવ નિકળી(મરી)ને અન્ય ગતિમાં જાય નહિં. જેટલી સંખ્યા હોય તેટલી જ રહે એવા કાળને અશન્યકાળ કહેવાય છે. શૂન્ય કાલ – અપેક્ષિત કોઈ સમયમાં જે જીવ તે ગતિમાં છે. તે તમામ નિકળી જાય અને તેમાંથી એક પણ જીવ જ્યાં સુધી તે ગતિમાં પાછો ન આવે, બધા નવા જીવ જ રહે એવા કાલને શૂન્યકાલ કહે છે. મિશ્ર કાલ:- અપેક્ષિત કોઈ સમયના જીવોમાંથી એક પણ જીવ બાકી રહે અથવા નવા એક પણ જીવ આવી જાય એવી મિશ્ર અવસ્થા જેટલા પણ સમય સુધી રહે, તે મિશ્રકાલ છે અર્થાત્ તે કાળ અશૂન્યકાલની પરિભાષામાં પણ ન આવે અને શૂન્યકાલની પરિભાષામાં પણ ન આવે, પરંતુ તેનું સ્વતંત્ર જ મિશ્ર સ્વરૂપ હોય છે. શૂન્યકાલ તિર્યંચગતિમાં હોતો નથી. કારણ કે તેમાં રહેલા સર્વ જીવો અનંત છે. તે નીકળીને ત્રણ ગતિમાં સમાય શકતા નથી. બાકીની ત્રણ ગતિમાં- શૂન્યકાળ હોય છે કેમ કે જીવ લાંબાકાલ સુધી તિર્યંચમાં રહે છે તો ત્રણ ગતિઓમાં શૂન્યકાળ બની જાય છે. (૫) અંત ક્રિયાનું વર્ણન, અસંયતી ભવ દ્રવ્ય દેવ આદિ ૧૪ બોલોનો દેવોત્પાત વર્ણન અને અસનિ આયુ સંબંધી વર્ણન પ્રજ્ઞાપના પદ ૨૦ અનુસાર છે. (૬) પ્રશ્નનું સમાધાન મેળવ્યા પછી શિષ્ય ગુરુ પ્રત્યે શ્રદ્ધા અને વિનમ્રતા પ્રગટ કરતાં એમ કહેવું જોઈએ કે– હે ભગવાન! જે રીતે આપે જણાવ્યું તે સત્ય છે, વાસ્તવિક છે, મને સમજવામાં આવી ગયું છે.
ઉદ્દેશક: ૩ (૧) જીવ કાંક્ષા મોહનીય એટલે કે મિથ્યાત્વ મોહનીય સર્વથી સર્વ બંધ કરે છે. અન્ય કોઈ વિકલ્પ એક દેશનો નથી. અર્થાત્ જીવ સર્વ આત્મ પ્રદેશોથી જ કર્મ વર્ગણાના પુગલ ગ્રહણ કરે છે. સર્વ આત્મ પ્રદેશો પર જ તે કર્મોનો બંધ થાય છે અને ગ્રહણ કરેલ સર્વ પુગલોનો બંધ થાય છે. આત્માના કોઈ એક વિભાગમાં કર્મબંધ થતો નથી. અથવા કોઈપણ આત્મ વિભાગ બંધ શૂન્ય રહેતો નથી. પ્રતિપળ બંધનારા સર્વ કર્મ સર્વ આત્મ પ્રદેશો પર બંધાય છે અને તે ગ્રહણ કરેલ કર્મ પુગલ કોઈ એક કિનારાથી બંધાઈ જાય એવું પણ નથી. તે કર્મ પણ પોતાના સંપૂર્ણ રૂપથી આત્માની સાથે બંધાય છે. આ જ રીતે આઠેય કર્મ અને સર્વ દંડકની અપેક્ષા સૈકાલિક સિદ્ધાંત સમજવો જોઇએ. [નોંધ: આત્માનાં આઠ રુચક પ્રદેશો કર્મબંધથી અસ્પષ્ટ રહે છે, એવી ખોટી માન્યતાનું અહિં ખંડન થાય છે.] (૨)બંધની જેમ ઉદય–ઉદીરણા, ચય–ઉપચય, નિર્જરા ઇત્યાદિ પણ સર્વથી સર્વ થાય છે. બંધ, ચય, ઉપચય થયેલ પુલ દીર્ધકાળ સુધી સત્તામાં રહી શકે છે. પરંતુ ઉદય ઉદીરણા અને નિર્જરિત થયેલ પુગલની અલ્પતાલમાં આત્માથી સત્તા નષ્ટ થાય છે (૩) વિવિધ કારણો અને નિમિત્તોથી જીવ જિનવાણી પ્રત્યે શંકાશીલ થાય છે. સંદેહશીલ પરિણામોની વૃદ્ધિના કારણે કાંક્ષા મોહનીય રૂપ મિથ્યાત્વ મોહનીયને વેદે છે અર્થાત્ સમ્યગુદષ્ટિ અથવા શ્રમણ પણ અનેક રીતે શંકાશીલ બની જાય છે. ત્યારે તેમને તે શંકા નિવારણ માટે પ્રયત્ન કરવો જોઇએ અને સંદેહ નિવારણ તત્કાળ ન થઈ શકે તો આ ચિંતન સંસ્કારોથી આત્માને ભાવિત કરવો જોઈએ કે- જે કાંઈ તત્ત્વ જિનેશ્વર ભગવંતોએ જણાવ્યું છે તે પૂર્ણ સત્ય છે, નિઃશંક છે, પૂર્ણ શ્રદ્ધા કરવા યોગ્ય છે. આજે મને જે તત્ત્વ સમજવામાં નથી આવ્યું તે મારી અજ્ઞાન કર્મ પ્રભાવિત દશા છે અથવા સમજવાનો કે સમજાવવાનો ખરેખર સંયોગ મળ્યો નથી.
ભગવત્ ભાષિત જે તત્ત્વ છે તે જ સત્ય છે; શંકા યોગ્ય નથી; આવા ચિંતનથી આત્માને ભાવિત કરી, આત્મામાં શ્રદ્ધાને નિશ્ચલ કરનારા જિનાજ્ઞાના આરાધક બને છે અને શંકાઓ થવાથી તેનામાં પૂંજાઈને અશ્રદ્ધાનું શરણ લેનારા જિનાજ્ઞાના વિરાધક થાય છે. (૪) પદાર્થોનો અસ્તિત્વ સ્વભાવ અસ્તિત્વમાં રહે છે. તેમાં નાસ્તિત્વ સ્વભાવ છે તે પણ પોતાના સ્વભાવમાં રહે છે. તે બન્ને ભાવોને વીતરાગ સર્વજ્ઞ ભગવાન તે તે રૂપમાં જાણે અને સમજે છે અને તેવું જ કથન કરે છે. વિતરાગ ભગવાન જેવું જ્યાં હમણાં જાણે છે તેવું જ બીજે કયારેય પણ જાણે છે. અર્થાત્ ક્ષેત્રકાળના પરિવર્તનથી તેમના જ્ઞાનમાં કોઈ પણ પરિવર્તન થતું નથી. કેમ કે તેમનું કેવળજ્ઞાન સર્વથા અપરિવર્તનશીલ હોય છે. તેથી તેમનું જ્ઞાન અને પ્રરૂપણ–નિરૂપણ હંમેશા એક સરખું જ રહે છે.