________________
આગમસારે
jainology II
271
ઓગણીસમો પ્રતિ પ્રાભૃત બાર મહિનાના લૌકિક નામ પણ છે અને લોકોત્તર નામ પણ છે. જે આ પ્રમાણે છે- લૌકિક નામ શ્રાવણ ભાદરવા આદિ છે.
લોકોત્તરિક નામ શ્રાવણ આદિના ક્રમથી આ પ્રમાણે છે– (૧) અભિનંદન (૨) સપ્રતિષ્ઠ (૩) વિજય (૪) પ્રીતિવર્ધન (૫) શ્રેયાંસ (૬) શિવ (૭) શિશિર (૮) હેમંત (૯) વસંત (૧૦) કુસુમસંભવ (૧૧) નિદાહ (૧૨) વનવિરોધી.
વીસમો –એકવીસમો પ્રતિ પ્રાભૃત (૧) નક્ષત્ર સંવત્સર:- દરેક નક્ષત્ર વડે ચંદ્રની સાથે એકવાર યોગ જોડવાથી એક નક્ષત્ર માસ થાય છે. ૧૨ વાર જોડવાથી એક નક્ષત્ર સંવત્સર થાય છે. આ ૧૨ માસ અથવા ૧૨ વાર યોગની અપેક્ષા નક્ષત્ર સંવત્સર બાર પ્રકારના કહેલ છે. અન્ય અપેક્ષાએ નક્ષત્ર સંવત્સર ૧૨ વર્ષનો હોય છે. કારણકે બૃહસ્પતિ મહાગ્રહ એક એક નક્ષત્રની સાથે ક્રમશઃ યોગ કરતા કરતા ૧૨ વર્ષમાં ૨૮ નક્ષત્રોની સાથે યોગ પૂર્ણ કરે છે. (૨) યુગ સંવત્સર - યુગ પાંચ વર્ષનો હોય છે. શ્રાવણ આદિ મહિનાની અપેક્ષા એક વર્ષ ૧૨ મહિના અર્થાતુ ૨૪ પક્ષનું હોય છે. યુગનું પહેલું ચંદ્ર વર્ષ ૧૨ માસ – ૨૪ પક્ષોનું હોય છે. યુગનું બીજું ચંદ્ર વર્ષ પણ ૧૨ માસ – ૨૪ પક્ષોનું હોય છે. યુગનું ત્રીજું અભિવર્ધિત વર્ષ ૧૩ માસ – ૨૬ પક્ષનું હોય છે. યુગનું ચોથું ચંદ્ર વર્ષ ૧૨ માસ – ૨૪ પક્ષનું હોય છે. યુગનું પાંચમું અભિવર્ધિત વર્ષ ૧૩ માસ – ૨૬ પક્ષનું હોય છે. આ પ્રકારે પાંચ વર્ષનો યુગ ૨ માસ – ૧૨૪ પક્ષનો હોય છે. (૩) પ્રમાણ સંવત્સર:- સંવત્સરનું પ્રમાણ પાંચ પ્રકારથી કહેલ છે. અર્થાત્ પરિમાણ, કાળમાપની અપેક્ષા પાંચ પ્રકારના સંવત્સર હોય છે. તે આ પ્રમાણે છેક્રમ નામ
માસ-દિવસ વર્ષ-દિવસ ૧ નક્ષત્ર સંવત્સર ૨૭.૩
૩૨૭.૭૬ ૨ ચંદ્ર સંવત્સર ૨૯.૫
૩૫૪.૨ તુ સંવત્સર ૩૦
૩૬૦ સૂર્ય સંવત્સર ૩૦.૫
૩૬૬ ૫ અભિવર્ધિત ૩૧.૯૮
૩૮૩.૭
૦
ઇ
જ
બાવીસમો પ્રતિ પ્રાભૂત આ જંબૂદ્વીપમાં બે ચંદ્ર પ્રકાશ કરે છે બે સૂર્ય તપે છે, ૫૬ નક્ષત્ર જોગ જોડે છે યથા બે અભિજિત કાવત્ બે ઉત્તરાષાઢા. | ચંદ્ર સૂર્યની સાથે તેનો યોગ થવાનો સમય બીજા પ્રતિ પ્રાભૃતમાં કહ્યો છે. તેથી ત્યાં જુઓ. નક્ષત્રોનો સીમા વિષ્ક્રમ:- પોત-પોતાના મંડલના ૧,૦૯,૮00 ભાગ કરવામાં આવે તો એ ભાગોમાંથી નીચેના ભાગ પ્રમાણ નક્ષત્રોનો યોગ જોડવાનો પોતાનો ક્ષેત્ર(સીમા વિખંભ) હોય છે. યથા
નામ
નક્ષત્ર સંo | | સીમા વિખંભ કુલ યોગ ૧] અભિજિત
| X | ૬૩) ૧,૨૬) | ૨ શતભિષક આદિ ૬ | ૧૨ | ૪ | ૧૦૦૫ | ૧૨,૦૬૦ ૩ શ્રવણ આદિ ૧૫ | ૩૦ | ૨૦૧૦ ૬૦,૩૦૦ ૪] ઉત્તરાભાદ્રપદ આદિ | ૧૨ *| ૩૦૧૫ ૩૬,૧૮૦ ૫૬
૧,૦૯,૮૦o | અહીં જે ૩૦ આદિ છે તે મંડલના ભાગ છે. એમને જોડવાથી કુલ ૧,૦૯,૮૦૦ ભાગ થાય છે. ઉપરના સીમા ક્ષેત્ર નક્ષત્રોના આગળ પાછળ મધ્ય મળીને કુલ ક્ષેત્ર છે. આ ક્ષેત્રની સીધમાં ચંદ્ર સૂર્ય રહે ત્યાં સુધી એમનો યોગ ગણવામાં આવે છે. એમના વિમાન આ સીમા ક્ષેત્રની વચમાં હોય છે. ૬, ૧૫ આદિ નક્ષત્ર સંખ્યાના નામ આ પ્રા.
જે નક્ષત્રને જેટલા દિવસનો ચંદ્ર સાથે યોગ હોય છે તેના સાસઠિયા ભાગના ત્રીસ ભાગ કરવાથી ઉક્ત રાશિ થઈ જાય છે. યથા–જે નક્ષત્ર ૩૦ મુહૂર્ત ઊ ૧ દિવસ યોગ જોડે છે એનો સીમા વિખંભ ૧૪૬૭૪૩૦ઊ ૨૦૧૦ ભાગનો છે. એટલા માટે સૂત્રમાં '(સત્તસ િભાગ તીસઈ ભાગાણું)' ૬૭મા ભાગનો ત્રીસમો ભાગ વિશેષણ લગાવ્યું છે. નક્ષત્ર અમાવસ્યા યોગ :- અભિજિત નક્ષત્ર દર ૪૪મી અમાવાસ્યાએ સવાર સાંજ ચંદ્રની સાથે યોગ જોડે છે. એના સિવાય કોઈ પણ નક્ષત્ર ચંદ્રની સાથે અમાવસ્યાના દિવસે યોગ જોડતા નથી પરંતુ પૂર્ણિમાના દિવસે રાતમાં જ ચંદ્રની સાથે યોગ જોડે છે. ચંદ્ર પૂર્ણિમા યોગ:- ચંદ્ર જે મંડલમાં જે સ્થાન પર યુગની અંતિમ ૬૨ મી પૂર્ણિમા પૂર્ણ કરે છે તે સ્થાનથી ૦.૨૬ મંડલ ભાગ જેટલા ક્ષેત્રમાં આગળ જઈને પ્રથમ પૂર્ણિમા(નવા યુગની) પૂર્ણ કરે છે. એ જ પ્રકારે બીજી ત્રીજી પૂર્ણિમા પણ આગળની પૂર્ણિમા કૃત મંડલ સ્થાનથી ૦.૨૬ મંડલ ભાગ આગળ જઈને પૂર્ણ કરે છે. આ રીતે કરતાં કરતાં યુગ સમાપ્તિની ૬૨ મી પૂર્ણિમા મંડલના દક્ષિણી ચતુર્થાંશ ભાગમાં (૦.૯)નવ ભાગ જવા પર અને (૦.૧)એક ભાગ એ જ ચતુર્થાશ દક્ષિણી ભાગનો શેષ રહેવા પર ત્યાં સમાપ્ત થાય છે. સૂર્ય પૂર્ણિમા યોગ:- સૂર્ય પણ યુગની ૬૨ મી પૂર્ણિમા જ્યાં સમાપ્ત કરે છે એ જ સ્થાનથી ૦.૭૬ મંડલ ભાગ જેટલા ક્ષેત્રમાં આગળ જઈને પ્રથમ પૂર્ણિમા (નવા યુગની) પૂર્ણ કરે છે. એ જ પ્રકારે બીજી ત્રીજી પૂર્ણિમા તે પહેલી પૂર્ણિમા કૃત મંડલ સ્થાનથી ૦.૭૬ મંડલ ભાગ આગળ જઈને પૂર્ણ કરે છે. આ રીતે કરતાં કરતાં યુગ સમાપ્તિની દર મી પૂર્ણિમા મંડલના પૂર્વ ચતુર્થાશમાં ૨૭૩૧, ૦.૯ ભાગ ગયા પછી અને ૩/૩૧, ૦.૧ ભાગ તે પૂર્વ ચતુર્થાશનો અવશેષ રહેવા પર ત્યાં સમાપ્ત કરે છે.