________________
આગમચાર– ઉતરાર્ધ
154
પણ પ્રકૃતિની શાંતિ, સમાધિ અને તપસ્યાના બળથી એ દેવગતિમાં તો જાય છે, પરંતુ અધિકતર ભવનપતિ વ્યંતર આદિ સામાન્ય દેવ થાય છે.
ગૌતમ, સ્કંધક, શિવરાજર્ષિ, જેવા કેટલાય ભદ્રિક પરિણામી પુનઃ વીતરાગ પ્રભુની પાસે શ્રમણ પ્રવ્રજ્યા સ્વીકાર કરીને સાધના કરતા આરાધક ગતિને પણ પ્રાપ્ત કરે છે.
ઉદ્દેશકઃ ૧૦. (૧) લોક અલોક-લોક-અલોક, અધોલોક, તિછલોક, ઉર્ધ્વલોક, આ પાંચનું વર્ણન આ પ્રમાણે છે. લોકઃ સુપ્રતિષ્ઠક સંસ્થાન અર્થાત્ ત્રણ સરાવલા ક્રમશઃ ઉલ્ટા, સીધા, ઉલ્ટા ઉપરા ઉપર રાખ્યા હોય એવો આકાર છે. આમાં જીવ છે; અજીવ છે; ધર્માસ્તિ– કાય અધર્માસ્તિકાય અને એના પ્રદેશ છે; આકાશાસ્તિકાયનો દેશ છે; કાલ છે અને પુદ્ગલના ચાર ભેદ છે નીચો લોક – આ ત્રપાકાર (સિપાહીના આકારવાળો) છે. એમાં જીવ છે. સાત ભેદ અરૂપી અજીવના છે. ચાર રૂપી અજીવના છે. સાત નરક પિંડરૂપ સાત વિભાગ છે. તિર્થોલોક - આ જાલરના આકારવાળો છે. અસંખ્ય વિભાગરૂપે આમાં અસંખ્ય દ્વીપ સમુદ્ર છે. જીવ છે. અજીવના ૭ + ૪ ઊ ૧૧
ભેદ છે. ઉર્ધ્વલોક – આ ઉર્ધ્વ(ઉભા) મૃદંગના આકારવાળો છે. ૧૫ વિભાગ છે. ઊ ૧૨ દેવલોક, રૈવેયક, અણુતર વિમાન, સિદ્ધશિલા. જીવ છે. બાદર અગ્નિ નથી. અજીવમાંથી કાળ નથી. બાકી નીચા લોક સમાન છે. અલોક – કૃસિર ગોલકના આકારવાળો છે. તેનો કોઈ વિભાગ નથી. તે અરુપી, અજીવ-દેશ અને અજીવ પ્રદેશ રૂપ છે.
ત્રણે લોકના એક આકાશ પ્રદેશમાં જીવના દેશ-પ્રદેશ હોય છે. અજીવના ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય ના દેશ-પ્રદેશ અને કાલ એમ પાંચ ભેદ હોય છે. ઉર્ધ્વ લોકમાં કાલ હોતો નથી.
લોકમાં વર્ણાદિ ૨૦ બોલ હોય છે. અનંત જીવ દ્રવ્ય, અનંત અજીવ દ્રવ્ય હોય છે. અલોકમાં હોતા નથી.
કરોડો(લાખ કરોડ) માઈલની ગતિથી પણ કોઈ દેવ મેરુ પર્વતથી ચાલે તો પણ લાખો કરોડો વર્ષોમાં લોકનો કિનારો આવી શકતો નથી, એટલો વિશાળ લોક છે. અલોક લોકથી પણ અનંત ગણો વિશાળ છે. લોકની ઉચાઇ ચૌદ રાજ પ્રમાણ છે. નીચે તળીયે સાત રાજ. મધ્યમાં એક રાજ તથા ઉપરનાં સાત રાજનો આકાર ઉભા મૃદંગ જેવો છે. પાંચમાં દેવલોક પાસે તે પાંચ રાજુ પહોળો છે. એક રાજુ અસંખ્ય ક્રોડાકોડી યોજન જેટલું હોય છે. (નોધઃ ગણિતથી લોક ૧૩૮ ઘન રાજુ માહેર થાય છે. સમજફેરથી (૭૪૭૪૭) ૩૪૩ ઘન રાજુ પણ કોઈ કરે છે, જેમાં લોકની ગોળ વક્રતા ન ગણવાથી ભૂલ થયેલ છે.)
જેવી રીતે એક નર્તકીને જોવા માટે હજારો લોકોની દષ્ટિ પડે છે એ દષ્ટિ નર્તકીને અથવા આપસમાં કોઈને બાધા પીડા કરી શકતી નથી; એવી જ રીતે લોકના એક આકાશ પ્રદેશ પર વિવિધ જીવ અને અજીવ રહી શકે છે અને એમાં કોઈને કોઈથી બાધા નથી પહોંચતી, કેમ કે તે સુક્ષ્મ હોય છે. અથવા ઔદારિક શરીર રહિત વાટે વહેતા જીવ વગેરે હોય છે. અરુપી અજીવ પણ ત્યાં હોય છે. રુપી અજીવ સૂક્ષ્મ પરિણામ પરિણત પણ હોય છે. આ અપેક્ષાઓથી એક આકાશ પ્રદેશ પર આ બધા એક સાથે રહી શકતા હોય છે.
ઉદ્દેશક: ૧૧ સુદર્શન શ્રમણોપાસક:
વાણિજ્ય ગ્રામ નામના નગરમાં જીવાજીવના જ્ઞાતા, ગુણસંપન્ન, સુદર્શન શ્રમણોપાસક રહેતા હતા. એક વખત ભગવાન મહાવીરસ્વામી નગરીની બહાર ધુતિપલાસક બગીચામાં પધાર્યા. સુદર્શન શ્રાવક વિશાલ જનસમૂહની સાથે ચાલતાં ભગવાનના દર્શન કરવા ગયા. તેમણે પાંચ અભિગમ સાથે દર્શન વંદન કર્યા. પછી ભગવાને આવેલ સમસ્ત પરિષદને ધર્મ ઉપદેશ આપ્યો. ઉપદેશ પૂર્ણ થયા પછી પરિષદના ચાલ્યા જવા બાદ સુદર્શન શ્રમણોપાસકે ભગવાનને વંદન– નમસ્કાર કરી કાલ(સમય) સંબંધી પ્રશ્ન પૂછયો. કાલ:- કાલ ચાર પ્રકારના હોય છે. (૧) પ્રમાણકાલ (૨) યથાયુષ્ક નિવૃત્તિ કાલ (૩) મરણકાલ (૪) અદ્ધાકાલ. (૧) પ્રમાણમાલ - ૧૨ મુહૂર્તથી લઈને ૧૮ મુહૂર્તની રાત્રી હોય છે. એટલો જ દિવસ હોય છે. ત્રણ મુહૂર્તની પોષીથી લઈને સાડાચાર મુહૂર્તની પોષી હોય છે. મોટો દિવસ અને મોટી પોરષી અષાઢમાં હોય છે. નાનો દિવસ અને નાની પોષી પોષ મહીનામાં હોય છે. ૧/૧૨૨ મુહૂર્ત પ્રમાણ પોષી ક્રમશઃ ઘટે છે અને વધે છે. આસો અને ચૈત્રમાં દિવસ-રાત ૧૫-૧૫ મુહૂર્ત સમાન જ હોય છે. એ સમયે ૩-૩/૪ઊ પોણા ચાર મુહૂર્તની પોષી હોય છે. આ બધા પ્રમાણમાલ છે. (૨) યથાયુષ્ક નિવૃત્તિ કાલ:- ચારે ગતિમાં જે ઉમર મળી છે એ કાલનું વ્યતીત થવું યથાયુષ્ક નિવૃત્તિ કાલ છે. (૩) મરણકાલ :- આયુષ્ય પૂર્ણ થવા પર જે શરીર અને જીવને અલગ થવા રૂપી મૃત્યુ થાય છે તે મરણકાલ છે. (૪) અદ્ધાકાલ – સમયથી લઈને આવલિકા મુહૂર્ત યાવત્ સાગરોપમ રુપ જે કાલ વિભાજન છે તે અદ્ધા કાલ છે.
પલ્યોપમ સાગરોપમ થી આયુષ્યની સ્થિતિઓનાં માપ હોય છે. પલ્યોપમ સાગરોપમરુપ કાળ કેવી રીતે ક્ષય થાય છે, વ્યતીત થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં સુદર્શન શ્રાવકને ભગવાને એના પૂર્વ ભવનું વર્ણન સંભળાવ્યું. પૂર્વ ભવ : મહાબલ ચરિત્ર – હસ્તિનાપુર નગરમાં બલ' નામના રાજા રાજ્ય કરતા હતા. એક વખત એની રાણી પ્રભાવતીએ સ્વમુખમાં સિંહ પ્રવેશનું સ્વપ્ન જોયું. જેના ફળ સ્વરૂપે યોગ્ય સમયે એણે એક પુણ્યશાળી બાળકને જન્મ આપ્યો. રાજાએ પુત્રનો
મનાવ્યો. ત્રીજા દિવસે બાળકને સૂર્યદર્શન કરાવ્યા. છઠ્ઠા દિવસે જાગરણ અને અગિયારમાં દિવસે અશચિ નિવૃત્તિકરણ કરાવ્યું, બારમાં દિવસે ઉત્સવ ભોજનની સાથે બાલકનું નામકરણ કર્યું. મહાબલકુમાર નામ રાખ્યું.