Book Title: Agamsara Uttararddha
Author(s): Trilokmuni, Lilambai Mahasati, Others
Publisher: Tilokmuni

View full book text
Previous | Next

Page 292
________________ આગમચાર– ઉતરાર્ધ 292 પરસેવામાં તથા ઘૂંકમાં સંમૂર્છાિમ મનુષ્યની ઉત્પત્તિ થતી નથી. સાધુ- સાધ્વીઓ માટે કેટલાય કલાકો સુધી વિહાર કરવાનો કે બોલ્યા કરવાનો (વ્યાખ્યાન આદિ) પ્રસંગ આવે જ છે. ત્યારે ગરમીથી કપડાં પરસેવાથી રેબઝેબ થઈ જાય છે, તેમાં સંમૂર્છાિમ જીવ ઉત્પન્ન થાય તો સાધુ જીવન પાળવાનું અસંભવ થઈ જાય. પરસેવાના કપડા શરીરથી સંલગ્ન રહે છે તેથી તેમાં જીવોત્પત્તિ પહેલા પણ થતી નથી.અને પછી પણ થતી નથી. જ્યારે શરીરથી સંલગ્ન પરસેવાવાળા કપડામાં સંમૂર્છાિમ મનુષ્ય ઉત્પન્ન થતાં નથી તો મુખની અત્યંત નજીકમાં લાગેલી મુહપત્તિમાં સંમૂર્છાિમ મનુષ્ય ઉત્પન્ન થવાની કલ્પના કરવી વ્યર્થ જ છે. નિષ્કર્ષ એવો થયો કે મોઢાં પર મુહપત્તિ બાંધવાથી સંમૂર્છાિમનું પાપ લાગે નહીં અને સાવધ ભાષા બોલવાથી બચી શકાય તથા શાસ્ત્રની આશાતના પણ ન થાય. યદ્યપિ આગમોમાં મુખવસ્ત્રિકા હાથમાં રાખવાનો કે મો પર બાંધવાનો સ્પષ્ટ ઉલ્લેખ નથી. તેમ છતાં આગમ વિધાનોના આશયથી એવો વિવેક પ્રગટ થાય છે કે બોલવાના સમયે તથા ઉપાશ્રયમાંથી બહાર જતી વખતે મુખ પર મુખવસ્ત્રિકા બાંધવાનું લિંગને માટે તથા સાવધ ભાષાથી બચવા માટે આવશ્યક છે. સૂતાં, જાગતાં, મૌન, ધ્યાન બધી અવસ્થાઓમાં મુખવસ્ત્રિકા બાંધવી, તે પણ સાધુને માટે આવશ્યક જ છે. અને બેધડક ઉઘાડા માંએ વાત કરવી મર્યાદા યુક્ત નથી. એટલે વિવેક પૂર્વક, યોગ્ય સમયે મુહપત્તિ બાંધીને દોષોથી બચવું હિતાવહ છે. જો દોરાનો ઉપયોગ ન કરવો હોય તો પુજા વખતે જેમ રૂમાલ બાંધવામાં આવે છે તેમ રુમાલ બાંધીને બોલવું જોઇએ કે હાથમાંની મુહપતિ આડી ધરીને બોલવું જોઇએ પણ ઉગાડે મોઢેતો નહિં. સાધ્વીજીને તો બાંધેલી મુહપતિ વિશેષ રક્ષાકારક થાય છે. તેમને તો સંપૂર્ણ શરીર ઢંકાય તેવીજ રીતે રહેવાનો ઉપદેશ છે. આ બાબતમાં દેરાવાસી મનીએ કરેલા આગમના ગુજરાતી રબ્બાના અવતરણો જોઇએ: મહાનિશિથ સૂત્રની ગાથા [1382-1384] એમ કરતાં ભિક્ષા સમય આવી પહોંચ્યો. હે ગૌતમ ! આ અવસરે પિંડેસણા-શાસ્ત્રમાં કહેલા વિધિથી દીનતા વગરના મનવાળો ભિક્ષુ બીજ અને વનસ્પતિકાય, પાણી કાદવ, પૃથ્વીકાયને વર્જતો, રાજ અને ગૃહસ્થો તરફથી થતા. વિષમ ઉપદ્રવો, -કદાગ્રહીઓને છોડતો, શંકાસ્થાનોનો ત્યાગ કરતો. પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિમાં ઉપયોગવાળો, ગોચરચયમાં પ્રાભૃતિક નામના દોષવાળી ભિક્ષા ન વર્જતો તેનું ચોથભક્ત પ્રાયશ્ચિત જણાવવું. જે તે ઉપવાસી ન હોય તો સ્થાપના કુલોમાં પ્રવેશ કરે તો ઉપવાસ, ઉતાવળમાં પ્રતિ કુલ વસ્તુ ગ્રહણ કર્યા પછી તરત જ નિરુદ્ધવ સ્થાનમાં ન પરવે તો ઉપવાસ, એક વસ્તુ ભિક્ષામાં ગ્રહણ કરે તો યથાયોગ્ય ઉપવાસ વગેરે, કભ્ય પદાર્થનો પ્રતિષેધ કરે તો ઉપસ્થાપન, ગોચરી લેવા માટે નિકળેલો. ભિક્ષુ વાતો વિકથા. બંને પ્રકારના કયા કહેવાની પ્રસ્તાવના કરે, ઉદીરણા કરે, કહેવા. લાગે. સાંભળો તો છઠ્ઠ પ્રાયશ્ચિત, ગોચરી કરીને પાછા આવ્યા પછી લાવેલા આહાર પાણી ઓષધ તથા જેણે આપ્યા હોય, જેવી રીતે ગ્રહણ કર્યું હોય, તે પ્રમાણે અને તે ક્રમે જે આલોવે નહિં તો પુરિમુઢા, ઈરિયે પ્રતિક્રિખ્યા સિવાય ભાત પાણી વગેરે આલોવે નહિ તો પરિમુર્ટ જયુક્ત પગોને પ્રમજ્યા વગર ઈરિયા પ્રતિક્રમે તો પુરિમ, ઈરિય પડિક્રમવાની ઈચ્છાવાળો પગની નીચેના ભૂમિ ભાગને ત્રણ વખત નું પ્રમાર્જન કરે તો નિવી, કાન સુધી અને હોઠ ઉપર મુહપતિ રાખ્યા વગર ઈરિયા પ્રતિક્રમે તો મિચ્છામિ દુકર્ડ અને પુરિમુઢ. અહિં કાન સુધી અને હોઠ ઉપર મુહપતિ રાખવાની આજ્ઞા સ્પષ્ટ શબ્દોમાં કહેલી છે. તથા ચૂક થાય તો તેના પ્રાયશ્ચીતનું આ વિધાન છે. કાન એ હોય છે અને કોઈ પણ રીતે મુહપતિ એક હાથે મુખ પર ધરવાથી તે બેઉ કાન સુધી પહોંચતી નથી. અને બેઉ હાથે મુહપતિ પકડવી હિતાવહ નથી. બાંધવાથીજ તે બેઉ કાન સુધી પહોંચી શકે છે. બીજો પ્રસંગ જોઈએ, આ છે દ્રોપદીના અધ્યનમાં ધર્મરુચી અણગાર કડવા તુંબાનું શાક પરઠવા પહેલાં, નિર્જન ભૂમી પર એક ટીપું શાકનું પરઠે છે. ત્યાનું અવતરણ: શાકનું એક બુંદ નાંખવા પર અનેક હજાર કીડીઓ મરી ગઈ તો હું બધું જ શક ભૂમિ ઉપર નાંખીશ તો તો તે ઘણા પ્રાણીઓ, જીવો, ભુતો અને સત્ત્વોના વધનું કારણ થશે. તેથી શાકને ખાઈ જવું મારા માટે શ્રેયસ્કર છે. આ શાક મારા શરીરને જ સમાપ્ત કરશે. અણગારે એવો વિચાર કરીને મુખવસ્ત્રિકાનું પ્રતિલેખન કર્યું પ્રતિલેખન કરીને મસ્તક સહિત ઉપરના શરીરનું પ્રમાર્જન કર્યું. તે શરદ સંબંધી સૂંબડાનું તીખું કડવું અને ઘણાં તેલથી વ્યાપ્ત શાક સ્વયંજ બિલમાં સર્ષની જેમ પોતાના શરીરના કોઠામાં નાંખી દીધું ઘમંરુચિ અણગારના શરીરમાં એક મુહૂર્તમાં જ વેદના ઉત્પન્ન થઇ તે વેદના ઉત્કૃષ્ટ હતી પરઠવા નિકળેલા મનીનાં એક હાથમાં રજોહરણ અને બીજા હાથમાં પાતરાની જોળીની કલ્પના કરી શકાય છે. શાક ખાવાથી જીવન જશે, એ પણ નકકી છે. મુખવાસ્ત્રીકા ફરીને ઉપયોગમાં આવવાની નથી. અહિં તે મુખ પર બાંધેલી હોય તોજ ખાવાની ક્રિયામાં વચ્ચે આવે, અને સ્વભાવીક આદતથી તેનું પ્રતિલેખન થઈ જાય. એક બુંદ શાકનું,આખા ભરેલા પાત્રને નમાવીને નહિં પણ હાથેથીજ નાખી શકાય. તેજ વિષમય શાકવાળા હાથ મુહપતિને લગાડવા જરુરી ન હતા, પ્રાણ જતાં તે મુહપતિ ત્યાંજ રહેવાની હતી અને કીડીઓનો વિનાશ તેનાથી પણ શકય હતો. મુખે બાંધેલી હોવાને કારણેજ તેને અડવું પડ્યું. આજ અહિં ફલીત થાય છે. બીજો એક પ્રસંગ આગમમાં આવે છે–ઐમતા કુમાર મૈતમસ્વામીને આંગળી પકડી પોતાને ઘેર લઈ જાય છે. અત્યંત બોલકો અને જીજ્ઞાસા વાળો એ બાળક મૌન પણે તો ઘર સુધી ન જ ચાલે અને મૈતમ સ્વામી પણ ઉઘાડે મોઢે તો ન જ બોલે. એક હાથમાં રજોહરણ પાત્ર અને બીજા હાથની આંગડી મુતા પકડે છે તેથી મુખવાસ્ત્રીકા બાંધેલી હોવાનું જ અનુમાન થાય છે.

Loading...

Page Navigation
1 ... 290 291 292