________________
233
આગમસાર
jainology II વૈતાઢયનામ :- ભરતક્ષેત્રના બે વિભાગ કરવાવાળો હોવાથી તેને વૈતાઢય કહ્યો છે. વૈતાઢયગિરિ કુમાર નામક મહર્તિક દેવ પલ્યોપમની સ્થિતિવાળા એમના માલિક દેવ છે. તેથી આ નામ શાશ્વત છે. આ નામ કોઈના દ્વારા અપાયેલું નથી. ગંગા સિંધુ નદી - ચુલ્લ હિમવંત પર્વતની લંબાઈ, પહોળાઈની મધ્યમાં એક પઘદ્રહ છે. જે પૂર્વ પશ્ચિમ ૧૦૦૦ યોજન લાંબો, ઉત્તરદક્ષિણ ૫00 યોજન પહોળો છે. એના પૂર્વ કિનારાથી ગંગા નદી નીકળે અને પશ્ચિમી કિનારાથી સિંધુ નદી નીકળે છે. આ નદિઓ પ00-500 યોજન પર્વત પર સીધી વહે છે. પછી ગંગાવર્ત કૂટ અને સિન્ધઆવર્ત કૂટ પાસેથી દક્ષિણની તરફ વળાંક લઈ પર્વતના દક્ષિણી કિનારાથી ભરત ક્ષેત્રમાં પર્વતના નિતંબ(તળેટી)માં આવેલા ગંગા કુંડ અને સિંધુ કુંડમાં પડે છે. પડવાના સ્થાન પર આ નદિઓ એક જિહાકાર માર્ગથી નીકળે છે તે ૬.૨૫ યોજનાનો પહોળો, ૧/ર યોજન લાંબો, ૧/ર કોશ મોટો હોય છે. અર્થાત્ તે જિલ્ડા પર્વતથી ૧/ર યોજન બહાર નીકળેલી હોવાથી પાણી 100 યોજન સાધિક નીચે પડે છે.
બન્ને કુંડોના દક્ષિણી તોરણથી બન્ને નદી ૬.૨૫ યોજનાના વિસ્તારથી તથા ૧/ર કોશની જાડાઈથી પ્રવાહિત થાય છે. દક્ષિણની તરફ આગળ વધતાં ઉતરાર્ધ ભરત ક્ષેત્રમાં થઈ વૈતાઢય પર્વતની ખંડપ્રપાત ગફાની નીચેથી ગંગા નદી અને તમિશ્ર ગુફાની નીચેથી સિંધુ નદી નીકળે છે. વૈતાઢય પર્વતને ઉત્તરદિશાથી ભેદી દક્ષિણ દિશાથી બન્ને નદીઓ પર્વતથી બહાર નીકળે છે. દક્ષિણાર્ધ ભારતના ૧/૨ ભાગ સુધી સીધી દક્ષિણમાં વહેતી ગંગાનદી પૂર્વની તરફ અને સિંધુ નદી પશ્ચિમની તરફ વળાંક લઈ લે છે. આગળ જઈને બન્ને નદિઓ ક્રમશઃ પૂર્વી લવણ સમુદ્ર અને પશ્ચિમી લવણ સમુદ્રમાં મળી જાય છે. બન્ને નદિઓ ભરત ક્ષેત્રની કુલ ૧૪,000 અન્ય નદીઓને પોતાનામાં સમાવિષ્ટ કરી સમુદ્રમાં ૨.૫ યોજન વિસ્તાર અને સવા યોજનની ઊંડાઈથી મળે છે. નદિઓના બન્ને કિનારા પર વેદિકા અને વનખંડ છે. ભરતક્ષેત્રના છ ખંડ:- આ પ્રકારે આ બન્ને નદીઓના ભરતક્ષેત્રમાં રહેવાથી ઉત્તર ભારતના અને દક્ષિણ ભારતના ત્રણ ત્રણ વિભાગ થઈ જાય છે. અર્થાત્ વૈતાઢય પર્વતના કારણે બે વિભાગ અને નદિઓના કારણથી છ વિભાગ બને છે. તે ભરતક્ષેત્રના છ ખંડ કહેવાય છે.
દક્ષિણ ભારતની મધ્યમાં વચ્ચોવચ વિનીતા નગરી છે. એજ પહેલો ખંડ છે. જે સૌથી મોટો ખંડ છે. સિંધુ નદીના નિષ્કટવાળો વિભાગ બીજો ખંડ છે. ત્રીજો ખંડ ઉત્તર ભારતમાં સિંધુ નિષ્ફટ છે. ચોથો ખંડ ઉત્તર ભારતનો મધ્યમ વિભાગ છે. પાંચમો ખંડ ગંગાનિષ્ફટ ઉત્તર ભારતનો છે અને છઠ્ઠો ખંડ દક્ષિણ ભરતનો ગંગાનિષ્ફટ(ખુણો) છે. આ છએય ખંડોમાં મનુષ્ય પશુ આદિ નિવાસ કરે છે. એમાંથી દક્ષિણ ભારતમાં આવેલા પહેલા, બીજા, છઠ્ઠા ખંડ પર વાસુદેવ, બલદેવનું રાજ્ય હોય છે અને છએય ખંડો પર ચક્રવર્તીનું એક છત્ર રાજ્ય હોય છે. આ છ ખંડોમાં અને વિદ્યાધરોની બન્ને શ્રેણીઓમાં ઉત્સર્પિણી અવસર્પિણી ના ૬ આરાનું પ્રવર્તન હોય છે. ત્રીજો અને પાંચમો ખંડ સમાન છે. તે બીજા, ચોથા અને છઠ્ઠા ખંડથી મોટા છે. ઋષભકૂટ પર્વત – ઉત્તર ભરતના વચલા ખંડમાં વચ્ચોવચ ચુલ્લ હિમવંત પર્વતની પાસે ઋષભ કૂટ નામક પર્વત છે. આઠ યોજન ઊંચો એવં મૂલમાં આઠ યોજનાના વિસ્તારવાળો છે. ઉપર ક્રમશઃ પહોળાઈ ઓછી હોય છે. શિખર તલ ચાર યોજનના પહોળા છે. સર્વત્ર ગોળ છે. અતઃ ત્રિગુણી સાધિક પરિધિ છે. સમ ભૂમિ પર એવં શિખર તલ પર પઘવર વેદિકા અને વનખંડ છે. શિખર તલની વચમાં એક ભવન છે. જે એક કોશ લાંબુ ૧/૨ કોશ પહોળુ અને દેશોન એક કોશ ઊંચું છે. એમાં મહર્તિક દેવ સપરિવાર રહેતા હોય છે, જે આ ઋષભકૂટ પર્વતના માલિક દેવ છે. ગોપુચ્છાકાર કૂટના સમાન આકારવાળા હોવાથી એના નામ સાથે કૂટ શબ્દ જોડવામાં આવેલ છે. સમસ્ત ફૂટ જેટલા ઊંચા હોય છે, તેટલા જ મૂળમાં પહોળા હોય છે. નોંધ:- ગંગા સિંધુ નદીઓનું વર્ણન ચોથા વક્ષસ્કારમાં આપવામાં આવ્યું છે.
બીજો વક્ષસ્કાર ઉત્સર્પિણી અવસર્પિણી :- સમય આવલિકાથી લઈને પલ્યોપમ સાગરોપમનું કાળમાન અનુયોગદ્વાર સૂત્ર માં આપવામાં આવેલ છે. ૧૦ ક્રોડા ક્રોડ સાગરોપમનો એક ઉત્સર્પિણીકાળ હોય છે અને એટલો જ અવસર્પિણી કાળ હોય છે, ઉત્સર્પિણી કાળમાં જીવોની અવગાહના, આયુ, શારીરિક સંયોગ આદિ ક્રમિક વધતા જાય અને પુગલ સ્વભાવ પણ વર્ધમાન અવસ્થાને પ્રાપ્ત થતા હોય છે. આ કારણે આ ૧૦ ક્રોડા ક્રોડ સાગર કાળમાનને ઉત્સર્પિણી(વિકાસ માન) કાળ કહેવાય છે.
આનાથી વિપરીત અવસર્પિણી કાળમાં ઉક્ત જીવ અને પુદ્ગલના ગુણો– સ્વભાવોમાં ક્રમિક હાસ(હાનિ) થતી રહે છે. એટલા માટે આ ૧૦ ક્રોડા ક્રોડ કાળમાનને અવસર્પિણી(હાયમાનકાળ) કહેલ છે. અવસર્પિણી કાલ:- તેના ૬ વિભાગો છે, જેમાં ક્રમિક હાનિ થતી હોય છે. આ ૬ વિભાગોને ૬ આરા કહે છે. આ ૬ આરાના નામ આ પ્રકારે છે– (૧) સુખમ સુખમ (૨) સુખમ (૩) સુખ દુઃખમ (૪) દુ:ખમ સુખમ (૫) દુઃખમ(દુઃષમ) (૬) દુ:ખમ દુઃખમ. (૧) “સુખમ–સુખમ” પહેલો આરો:– આ આરો ૪ ક્રોડા ક્રોડ સાગરોપમનો હોય છે. આ કાળમાં ભરતક્ષેત્રના પૃથ્વી પાણી અને વાયુ મંડલના તથા પ્રત્યેક પ્રાકૃતિક પદાર્થોના સ્વભાવ અતિ ઉત્તમ, સુખકારી એવં સ્વાથ્યપ્રદ હોય છે. મનુષ્યોની તથા પશુ પક્ષીઓની સંખ્યા અલ્પ હોય છે. જલ સ્થાનોની એવં દસ પ્રકારના વિશિષ્ટ વૃક્ષોની બહુલતા હોય છે. આ વિશિષ્ટ વૃક્ષ ૧૦ જાતિના હોય છે. એનાથી મનુષ્યો આદિના જીવન સંબંધી આવશ્યકતાની પૂર્તિ થાય છે. આ કાળમાં ખેતી, વ્યાપાર આદિ કર્મ હોતા નથી; નગર, મકાન, વસ્ત્ર, વાસણ આદિ હોતા નથી; ભોજન રાંધવાનું, સંગ્રહ કરવાનું હોતું નથી, અગ્નિ પણ આ કાળમાં ઉત્પન્ન થતો નથી. ઈચ્છિત ખાદ્ય પદાર્થ વૃક્ષોથી પ્રાપ્ત થઈ જાય છે. નિવાસ અને વસ્ત્રના કાર્ય પણ વૃક્ષ અને વૃક્ષની છાલ, પત્ર આદિથી થઈ જાય છે. પાણી માટે અનેક સુંદર જલ સ્થાન સરોવર આદિ હોય છે. દસ વૃક્ષોનું વર્ણન જીવાભિગમ સૂત્રમાં જુઓ. યુગલ મનુષ્ય – આ સમયમાં સ્ત્રી, પુરુષ સુંદર એવં પૂર્ણ સ્વસ્થ હોય છે. એમને જીવન ભર ઔષધ, ઉપચાર વૈદ્ય આદિની આવશ્યકતા રહેતી નથી, માનષિક સુખ ભોગવતા જીવનભરમાં એમને કેવલ એક જ યુગલ ઉત્પન્ન થાય છે. અથોતું એમને એક પુત્ર અને એક પુત્રી એક સાથે જન્મે છે. એ યુગલ પુત્ર પુત્રીનું ૪૯ દિવસ માતા પિતા પાલન કરે છે. પછી તે સ્વનિર્ભર સ્વાવલંબી બની