________________
આગમસાર– ઉતરાર્ધ
156
વાનપ્રસ્થ આશ્રમના તાપસ કંદમૂલ વગેરેને સ્વયં પકાવીને ખાય છે. અને સન્યાસાશ્રમના પરિવ્રાજક ભિક્ષાથી આજીવીકા કરે છે. શિવરાજર્ષિએ તાપસી દીક્ષા ધારણ કરી હતી અને પુદ્ગલ પરિવ્રાજકે સંન્યાસી દીક્ષા ગ્રહણ કરી હતી.
॥ શતક ૧૧/૧૨ સંપૂર્ણ ॥ શતક-૧૨ : ઉદ્દેશક-૧
શંખ પુષ્કલી શ્રમણોપાસકઃ—
શ્રાવસ્તી નગરીમાં શંખજી પ્રમુખ ઘણાં બધા શ્રમણોપાસક રહેતા હતા. શંખ શ્રાવકની ઉત્પલા નામની પત્ની હતી. તે પણ જીવાજીવની જાણકાર યોગ્ય ગુણોથી યુક્ત શ્રમણોપાસિકા હતી. પુષ્કલી નામના શ્રમણોપાસક પણ એ જ નગરીમાં રહેતા હતા.
એક વખત ત્યાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. શ્રાવસ્તી નગરીથી અનેક જનસમૂહ ભગવાનના દર્શન, સેવા માટે કોષ્ટક ઉદ્યાનની તરફ ચાલ્યા. શંખ પુષ્કલી પ્રમુખ શ્રાવક પણ વિશાળ સમૂહની સાથે પગપાળા ગયા. ભગવાનની સેવામાં પરિષદ એકઠી થઈ. ભગવાને ધર્મ ઉપદેશ આપ્યો. ઉપદેશ સાંભળીને સભા વિસર્જિત થઈ.
પકખી પૌષધ :– શંખ પ્રમુખ શ્રાવકોએ વંદન–નમસ્કાર કરી પ્રશ્ન પૂછયા, સમાધાન ગ્રહણ કરી અને વંદન–નમસ્કાર કરી ઘરે જવા માટે રવાના થયા. માર્ગમાં શંખ શ્રમણોપાસકે કહ્યું કે આજે પક્ખી છે. આપણે બધા ખાઈ–પીને સામૂહિક પૌષધ કરીએ. અન્ય શ્રાવકોએ એમનું કથન સ્વીકાર્યું, સ્થાન અને ભોજન તૈયાર કરવાની જવાબદારી માટે નિર્ણય લેવાયો. બધા પોતાના ઘેર જઈ આવ્યા અને એક સ્થાન પર એકઠા થયા. પૌષધવ્રત(દયાવ્રત) લીધું. ભોજનનો સમય નજીક આવવા લાગ્યો પરંતુ શંખ શ્રમણોપાસક આવ્યા ન હતા. એનું કારણ એ થયું કે પૌષધનો નિર્ણય કરી બધા શ્રાવક પોત પોતાના ઘરની દિશામાં ચાલ્યા. ઘરે પહોંચતા પહેલાં જ શંખજીના વિચાર પરિવર્તિત થઈ ગયા. તેમને ઉપવાસ યુક્ત પૌષધ કરવાનો વિચાર દૃઢ થઈ ગયો. ઘેર આવી ઉત્પલા પત્નીને પૂછીને પૌષધશાળામાં ઉપવાસ સાથે પૌષધ અંગીકાર કર્યો.
શ્રાવક–શ્રાવિકાના વંદન વ્યવહાર ઃ– - શ્રાવકોએ શંખજીને બોલાવવા જવાનો નિર્ણય કર્યો. ત્યારે પુષ્કલી શ્રાવક શંખજીના ઘરે ગયા. ઉત્પલા શ્રમણોપાસિકાએ પુષ્કલી શ્રાવક ને ઘરમાં આવતાં જોઈ અને આસનથી ઉઠી સાત-આઠ કદમ (પગલા) સામે જઈ અને વંદન—નમસ્કાર કર્યા, આવવાનું કારણ પુછયું. પુષ્કલી શ્રાવકે કહ્યું કે શંખ શ્રમણોપાસક કયાં છે ? પૌષધશાળા તરફ સંકેત કરતાં ઉત્પલાએ બતાવ્યું કે એમણે પૌષધ કર્યો છે. પુષ્કલી શ્રાવક પૌષધશાળામાં આવ્યા. ઈરિયા– વહિનું પ્રતિક્રમણ કર્યું પછી ચાલવા માટે નિવેદન કર્યું. ખાતાં–પીતાં પૌષધ
। :– શંખ શ્રમણોપાસકે સ્પષ્ટીકરણ કર્યું કે મેં ઉપવાસ સાથે પૌષધ ગ્રહણ કરી લીધો છે. તમે હવે તમારી ઈચ્છા અનુસાર ખાતાં–પીતાં પૌષધ કરો. પુષ્કલી શ્રમણોપાસક પાછા આવી ગયા અને કહ્યું કે શંખજી નહીં આવે. પછી એ શ્રાવકોએ ખાતાં–પીતાં પૌષધ કર્યો.
શ્રાવકોમાં વ્યંગ વ્યવહાર અને પ્રભુ દ્વારા સંબોધન :– બીજા દિવસે બધા શ્રાવક ભગવાનના સમવસરણમાં પહોંચ્યા. શંખજી પૌષધના પારણા કર્યા વગર જ વસ્ત્ર બદલીને ભગવાનના દર્શન કરવા ગયા. પરિષદ એકઠી થઈ. ધર્મ ઉપદેશ થયો. સભા વિસર્જિત થઈ. બીજા શ્રમણોપાસક શંખજીની પાસે પહોંચીને એમને ઉપાલંભ દેવા લાગ્યા કે તમે જ પ્રસ્તાવ રાખ્યો (આદેશ આપ્યો) અને પછી પોતે જ ઉપવાસ સાથે પૌષધ કરી લીધો. આ રીતે ઉપાલંભ વ્યંગ વચનો થવા લાગ્યા. ત્યારે ભગવાને શ્રાવકોને સંબોધન કર્યું અને કહ્યું– હે આર્યો ! આ પ્રકારે શંખ શ્રમણોપાસકની તમે હીલના(અવહેલના) ન કરો. શંખ શ્રમણોપાસકે સુંદર ધર્મ આચરણ અને ધર્મ જાગરણા કરી છે. તે દઢધર્મી, પ્રિયધર્મી શ્રમણોપાસક છે.
કષાયનું ફળ :– - પછી શ્રમણોપાસક શંખના પ્રશ્નનો ઉત્તર દેતાં ભગવાન મહાવીરે જણાવ્યું કે ક્રોધ, માન વગેરેથી વશીભૂત થઈને જીવ સાત કર્મની પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ, પ્રદેશ(આ બધાં)ની વૃદ્ધિ કરે છે, અશાતા વેદનીયનો વારંવાર બંધ કરે છે અને ચતુર્ગતિક સંસારમાં પરિભ્રમણ કરે છે.
શંખ શ્રમણોપાસકની ગતિ :– પછી એ શ્રમણોપાસકોએ શંખ શ્રમણોપાસકને વંદન–નમસ્કાર કરી થયેલ આસાતનાની વિનયપૂર્વક ક્ષમાયાચના કરી. ત્યાર પછી પોત–પોતાના ઘરે ગયા. ગૌતમસ્વામીએ શંખ શ્રમણોપાસકના દીક્ષા લેવા સંબંધી પ્રશ્ન કર્યો. ઉત્તરમાં ભગવાને કહ્યું કે તે દીક્ષા લેશે નહીં. શ્રમણોપાસક પર્યાયથી દેવલોકમાં જાશે અને ત્યાંથી મહાવિદેહમાં જન્મ લઈ, સંયમ તપની આરાધના કરી બધા દુ:ખોનો અંત કરશે.
નોંધ : શંખ પુષ્કલીજીના પૌષધ પર ચિંતન સાર :
ચાર સંજ્ઞાઓમાં જીવે અનંત કાળ વિતાવ્યો. આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા.
આહાર સિવાયની ત્રણ સંજ્ઞા જીવ શાનથી તોડી શકે છે. જેમ કે—દોરડું હશે કે સાપ ? તેનું જ્ઞાન થવા પર દોરડાથી ભય નથી લાગતો, તેમજ સાપ પણ ઝેરી છે કે બીનઝેરી તેનું જ્ઞાન થવા પર સાપથી પણ ભય નથી લાગતો. તેવીજ રીતે કામભોગોનાં દુઃખદ પરિણામનું જ્ઞાન થવાથી મૈથુન સંજ્ઞા, અને પુદગલની અનિત્યતા તથા આત્મતત્વની નિત્યતા જાણવાથી પરિગ્રહ પણ ઘટતું જાય છે. આ ત્રણ સંજ્ઞાઓ મોહનીય કર્મની મુખ્યતાએ હોય છે.
આહાર સંજ્ઞા એટલે કે ખાવાની ઇચ્છામાં બે કર્મોનો ઉદય મુખ્ય હોય છે. ભૂખ એ ક્ષુધાવેદનીય કર્મના ઉદયથી લાગે છે. પણ તેમાં રસઆસ્વાદનની પ્રવૃતિ એ મોહનીય કર્મથી હોય છે.
આહાર સંજ્ઞા તોડવી એ મોક્ષમાર્ગમાં અત્યંત મહત્વની અને પ્રથમકક્ષાની બીના છે. આહારમાં ગૃધ્ધ શિષ્ય જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પણ અયોગ્ય ગણાય છે. અન્ય ત્રણ સંજ્ઞાઓ કરતાં તેના પર વિજય મેળવવો કઠીન છે. આથી ઘણાખરા દરેક તપમાં તેનું મહત્વ છે. કર્મનિર્જરા માટે કરાતા મોટા તપોમાં પણ આહાર ત્યાગની મુખ્યતાએ તપોનું વર્ણન આવે છે. તપત્યાગમાં આહારનો ત્યાગ મુખ્ય હોય છે. શ્રાવકોએ ત્રણ પ્રકારથી આહાર સંજ્ઞા તોડવી જોઇએ ઃ