________________
૧૦૭
“યગડાંગ સૂત્ર मूलम्- दुहओ वि ते ण भासंति, अत्थि वा नत्थि वा पुणो ।
आयं रयस्स हेच्चा णं, निव्वाणं पाउणंति ते ॥२१॥ અર્થ :- આવી પરિસ્થિતિમાં સાધુએ દાન કરવાથી પુણ્ય થાય છે અને દાન નહિ કરવાથી પુણ્ય
નથી થતું આ બન્ને પ્રકારની વાત સાધુએ કહેવી ન જોઈએ જેઓ બન્ને પ્રકારનાં કર્મનાં
આશ્રવને ત્યાગ કરી મૌન ધારણ કરે છે તે મેક્ષને પ્રાપ્ત થાય છે मूलम्- निव्वाणं परमं बुद्धा, णक्खत्ताणं व चंदिमा ।
तम्हा सया जए दंते, निव्वाणं संधए मुणी ॥२२॥ અર્થ - જેમ નક્ષત્રોમાં ચંદ્રમા શ્રેષ્ઠ છે તે જ પ્રમાણે નિર્વાણને માનવાવાળા પુરૂષે જ સર્વ
પુરૂષમાં ઉત્તમ છે આ કારણથી યત્નશીલ અને સદાજિતેન્દ્રીય બની મુનિએ મોક્ષનું
સાધન કરવુ मूलम् - वुज्झमाणाणं पाणाणं, किच्चंताणं सकम्मणा ।
आघाइ साहु तं दोवं, पतिद्वैसा पवुच्चई ॥२३॥ અર્થ - મિથ્યાત્વ, કષાય વિગેરેની ધારામાં વહી જતા અને પિતાનાં કરેલાં કર્મોના ઉદય વખતે
પીતા પામતાં અને દુઃખથી વલવલાટ કરતાં પ્રાણીઓ માટે શ્રી તીર્થ કોએ જેને માર્ગરૂપ દ્વિીપ બતાવેલ છે સમ્યક્ દર્શન, જ્ઞાન અને ચારિત્ર્ય તથા સમ્યક્ તપ વિગેરેથી મુક્તિની પ્રાપ્તિ કરી શકાય છે. એમ જ્ઞાનીજને કહે છે
ટિપ્પણી દુખી જેને મેક્ષ માર્ગ જ ત્રાણારણ છે અને મોક્ષની પ્રાપ્તિ જ પ્રતિરૂપ છે. मूलम्- आयगुत्ते सया दंते, छिन्नसोए अणासवे ।
जे धम्म सुद्धमक्खाइ, पडिपुन्नमणेलिसं ॥२४॥ અર્થ : જેઓ આત્માને પાપથી બચાવવાવાળા છે તથા પાપ અને પુણ્ય બને લાગણીઓથી ગોપન
કરવાવાળા છે અને સ્વરૂપમાં સ્થિત થવા માટે ઈન્દ્રિયોને સદાય વશમાં રાખવાવાળા છે વળી આઝવદ્વાને જે રોકવાવાળા છે તે જ સાધક મુનિ પરિપૂર્ણ અનુપમ અને શુદ્ધ ધર્મનું કથન કરે છે (આવાજ મુનિ જીવને ‘દ્વીપ સમાન છે અને આવા સાધક મુનિઓ જ
અને ચારિત્ર્ય ધર્મનું કથન કરે છે.) मूलम्- तमेव अविजाणता, अबुद्धा बुद्धमाणिणो ।
बुद्धा मो त्ति य मन्नता, अंते एए समाहिए ॥२५।। અર્થ : યથાર્થ શ્રત અને ચરિત્ર્ય ધર્મને નહિ જાણવાળા અજ્ઞાની હોવા છતાં પિતાને જ્ઞાની માને
છે તેઓ ભાવ-સમાધિથી ઘણું દૂર રહે છે. વળી ઘણું લેકે અભિમાન અને નિર્દોષપણાના ઓઠા નીચે એમ બેલે છે કે અમે અજ્ઞાની છીએ એવા લેકે પણ ભાવ-સમાધિથી ઘણાં જ દૂર રહે છે.