________________
१२ मुं अध्ययन (समवसरण) પૂર્વભૂમિકા – અગિયારમાં અધ્યયનમા મેક્ષ માર્ગનું પ્રતિપાદન કરવામાં આવેલ છે જ્યાં સુમાર્ગ હોય ત્યાં જગતમાં તેની સાથે કુમાર્ગો પણ વહી રહ્યા છે. તેથી પ્રસંગોપાત કુમાર્ગોનું પણ શ્રવણ કરાવવામાં આવેલ છે. જગતમાં તમાર્ગથી વિપરીત પ્રરૂપણ કરવાવાળા કુદષ્ટિ પુરૂષે પણ જવામાં આવે છે. આ કુમાર્ગનું વર્ણન ૧૨મા અધ્યયનમાં કરવામાં આવશે. જે કુમાર્ગને યથાર્થ જાણી શકાય તો જ તેને પ્રતિકાર કરી સામું નિરાકરણ મેળવી શકાય. માટે સાધકે કુમાર્ગનું સ્વરૂપ કેવી રીતે સંસારમાં પ્રવર્તી રહ્યું છે તેને અવશ્ય સમજી લેવું જોઈએ मूलम्- चतारी समोसरणाणिमाणि, पावादुया जाइं पुढो वयंति ।
किरियं अकिरियं विणयंति, तइयं अन्नाणमासु चउत्थमेव ।।१।। અર્થ : અન્ય દર્શનીચે જે એકાંતરૂપથી માની રહેલાં છે, તે સિધાંત એ છે કે કિયાવાદ,
અકિયાવાદ, વિનયવાદ, અજ્ઞાનવાદ આ ચારેય અલગ અલગ સિદ્ધાંતની માન્યતાવાળા છે જે ફકત ક્રિયાને જ માને છે તે કિયાવાદી છે. આ તેનુ સમવસરણ છે બીજે વર્ગ જીવ આદિ પદાર્થ તેમ જ કિયા નથી, તેમ માનવાવાળા અકિયાવાદી છે વિનયથી જ આત્મહિત થાય છે, તેમ માનવાવાળા વિનયવાદી છે અજ્ઞાનથી જ આત્મ-હિત થાય છે તેમ માનવાવાળા
અજ્ઞાનવાદી છે આ ચારેય મતો એકાંતવાદી રૂપ હાઈ મિસ્યારૂપ છે. मूलंम्- अण्णाणिया ता कुसला वि संता, असंथुया णो वितिगिच्छतिन्ना ।
अकोविया आहु अकोविएहिं, अणाणुवीइत्तु मुसं वयंति ॥२॥ અર્થ : અજ્ઞાનવાદી પિતાને નિપૂણ માને છે “અજ્ઞાનને જ કલ્યાણનું સાધન માને છે. વસ્ત
તવનો વિચાર નહિ હોવાથી તે મિસ્યા ભાષણ કરે છે અજ્ઞાની શિષ્યોને પણ આ મિથ્યા ઉપદેશ આપે છે. તેઓ કહે છે, કે જગતમાં સર્વજ્ઞ છે જ નહિ આવી રીતે અજ્ઞાનીઓ જગતને મિથ્યાત્વમાં ઘસડી જાય છે. આ રીતે પોતે તથા તેને અનુસરનારાઓ
સંસારમાં ડૂબે છે मूलम्- सच्चं असच्चं इति चितयता, असाहु साह त्ति उदाहरंता ।
जे मे जणा वेणइया अणेगे, पुट्ठा वि भाव विणइंसु णामं ॥३॥ અર્થ : વિનયવાદીઓ સત્યને અસત્ય, અસાધુને સાધુ બતાવે છે અને જે કઈ તેને પૂછે તો તેઓ
કહે છે, કે વિજ્યથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે (ખાલી વદન માત્રની ક્રિયાથી જ સાધુપણ માને છે, તેઓ ધર્મની યથાર્થ પરીક્ષા કરી શકતા નથી વિનયવાદીના બત્રીસ ભેદ છે. સર્વ કાર્યની સિદ્ધિ માટે વિનયની જ શિક્ષા આપે છે. આ રીતે એકાંત મતવાળા વિનયવાદીઓ મિથ્યાદષ્ટિ છે.