Book Title: Vividh Haim Rachna Samucchay
Author(s): Hemchandrasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 319
________________ પોતાના પિતા મહારાજ સદાય મસ્તીમાં મ્હાલતા પૂજ્ય મુનિરાજ શ્રી હીરવિજયજી મહારાજ તથા પરમ તપસ્વિની વાત્સલ્ય હૃદયા પૂજ્ય સાધ્વીજી શ્રી પદ્મલતાશ્રીજી મહારાજને સારી રીતે સમાધિ પમાડીને જેમણે કૃતાર્થપણું પ્રાપ્ત કર્યું. એટલે કે એમને પરમ સન્તોષ થયો. ૧૮ शिष्य-प्रशिष्यवर्ग-नितरां शुश्रूषितः प्रवरभक्त्या । ग्लानावस्थायामपि, सह्यासीत् सुप्रसन्नमनाः ॥१९॥ એમની ગ્લાનાવસ્થા તો એવી હતી કે ભલભલાની ધીરતાની કસોટી થઈ જાય. સાતેક વર્ષ ચાલેલી એ સ્થિતિમાં પણ પોતાના શિષ્યો આચાર્ય વિજયરાજહંસસૂરિજી અને મુનિશ્રી દિવ્યયશવિજયજી તથા પ્રશિષ્યો મુનિશ્રી મલયગિરિવિજયજી, મુનિશ્રી ભાગ્યવંતવિજયજી, મુનિશ્રી પ્રેમહંસવિજયજી તથા મુનિશ્રી નેમહંસવિજયજી દ્વારા એકધારી કરવામાં આવતી શ્રેષ્ઠ ભક્તિ દ્વારા તેઓ સદા પ્રસન્ન મનવાળા જ રહેતા હતા. તે જોઈ તેમનો ભક્તવર્ગ તથા ડૉ. સુધીર શાહ વગેરે ડૉ. અને વૈદ્યો પણ આશ્ચર્યચકિત થઈ જતા હતા. બેન મહારાજ સાધ્વીજી શ્રી હેમલતાશ્રીજી મ. તથા તેમના શિષ્યાઓએ પણ વર્ષો સુધી ચાતુર્માસો તથા શેષકાળમાં પણ સાથે રહી યથોચિત્ત સેવા, ભક્તિ કરી હતી. ૧૯ लोचन मुनि गगनाक्षौ, (२०७२ )वर्षे वैशाख शुक्ल पञ्चम्यां राजद्रंगे वर्पा समाधिना स्वर्जगाम स हि ॥२०॥ 302 विविध हैम रचना समुच्चय

Loading...

Page Navigation
1 ... 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332