Book Title: Vividh Haim Rachna Samucchay
Author(s): Hemchandrasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 317
________________ ये केचन समशीलाः, समरसरुचयश्च ये वराभिख्याः । एतस्मिन् ते सर्वे गाढस्नेहेन’ सन्नद्धाः ॥१४॥ જે કોઈ તેમના સરખા સ્વભાવવાળા તથા તેમના જેવા રસ-રુચિ ધરાવનાર નામાંકિત સ્વસમુદાયવર્તી સર્વ પૂજ્ય આચાર્યશ્રી શ્રી શીલચન્દ્રસૂરિજી મહારાજ, શ્રી ઈન્દ્રસેનસૂરિજી મહારાજ, શ્રી ધર્મધ્વજસૂરિજી મહારાજ, શ્રી સોમચન્દ્રસૂરિજી મહારાજ આદિ તથા પર સમુદાયવર્તી સર્વ પૂજ્ય આચાર્યશ્રી શ્રી ભદ્રગુપ્તસૂરિજી મહારાજ, શ્રી યશોવિજયસૂરિજી મહારાજ (બંને), શ્રી રત્નસુન્દરસૂરિજી મહારાજ, શ્રી કીર્તિયશસૂરિજી મહારાજ, શ્રી હેમચન્દ્રસાગરસૂરીજી મહારાજ, ઉપાધ્યાય શ્રી ભુવનચન્દ્રજી મહારાજ, મુનિરાજ શ્રી ધુરન્ધરવિજયજી મહારાજ તથા બધુ ત્રિપુટી (તિથલ) વગેરે અને બીજા ઘણા બધા પણ તેઓની સાથે ગાઢ સ્નેહના બંધનથી બંધાયેલા હતા. - ૧૪ कवयः व्याख्यातारः, विद्वांसश्चापि गहनशास्त्रविदः । गुणगणनिलये तस्मिन्, बाढं स्नेहाऽऽस्पदा आसन् ॥१५॥ -કવિઓ-વિદ્વાનો-વ્યાખ્યાતાઓ તથા ગહનશાસ્ત્રોના અભ્યાસીઓ (અહીં તો માત્ર નમૂનાનાં અમુક નામ જ આપવામાં આવ્યાં છે) શ્રી ભાયાણી સાહેબ, શ્રી જયંત કોઠારી, પ્રો. કાન્તિલાલ શાહ, શ્રી અમૃતલાલ ભોજક-શ્રી લક્ષ્મણભાઈ ભોજક, શ્રી રતિલાલ દેસાઈ, શ્રી કુમારપાળ દેસાઈ વગેરે તથા શ્રી રાજેન્દ્ર શુક્લ, શ્રી મકરન્દ દવે, શ્રી માધવ રામાનુજ, શ્રી રાજેશ મિસ્કીન, શ્રી રતિલાલ બોરીસાગર વગેરે ગુણ ગણના નિલય એવા તેમના પ્રત્યે ઘણા જ સ્નેહના સ્થાનરૂપ હતા. - ૧૫ श्रीमद् यशोविजयजि-ज्जनिभूः कन्होडु नामकं ग्रामम् । संशोध्य भूरियत्नात्, स एष एवेति निश्चितवान् ॥१६॥ પૂજ્ય ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજની જન્મભૂમિ કનોડા ગામ છે તેવું તો સૌ કોઈ જાણતા હતા પણ તે ક્યાં આવ્યું તેનો નિર્ણય થઈ શકતો विविध हैम रचना समुच्चय 300

Loading...

Page Navigation
1 ... 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332