Book Title: Veer Madhuri Vani Tari
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 4
________________ વીર ! મધુરી વાણી તારી ગુણસ્થાનના છેડે રાગ-દ્વેષના જનક કર્મોનો નાશ થઈ જાય છે. જેવી આ વીતરાગતાને એ મહાત્મા પામે છે કે એક જ અંતર્મુહૂર્તમાં આ અત્તરાત્મા સર્વજ્ઞ સર્વદર્શી બને છે. અનન્ત સુખનો સ્વામી બને છે. બહારથી રાગાદિનો સંગનો ત્યાગીહવે અંતરથી પણ રાગાદિ રહિત બની જાય છે અને સર્વ અજ્ઞાનથી મુક્ત થઈ જાય છે. આથી જ એ વીતરાગ-સર્વજ્ઞ કહેવાય છે. આવા આત્મા પરમાત્મા કહેવાય ટૂંકમાં રાગાદિનો રાગી બહિરાત્મા છે. રાગાદિનો દ્વેષી અત્તરાત્મા છે. જ્યારે રાગાદિનો ધ્વંસી પરમાત્મા છે. પરમાત્માના ચાર અતિશયોઃ જગતના જીવો પ્રત્યે નિર્દય બનાવનાર, આત્મહિતની પણ અવગણના કરનાર, સમગ્ર જગતનું ભયંકર નુકશાન કરનાર રાગાદિભાવો છે. રાગાદિને કારણે જ માનવ સ્વાર્તા બને છે. જગતના અને જાતના હિતને જોવા માટે અંધો બને છે. જ્યાં સુધી રાગાદિભાવો છે ત્યાં સુધી નિર્મળ જ્ઞાન પ્રકાશની પૂર્ણ પ્રાપ્તિ થતી નથી. રાગાદિ અપાયોનો વિનાશ કરવાની સાધના કરો. એમનો વિનાશ થયો પછી પૂર્ણજ્ઞાનની પ્રાપ્તિ તો અન્તર્મુહૂર્તમાં જ થશે છૂટકો. આમ જે વીતરાગ સર્વજ્ઞ બને છે તે જ પરમાત્મા કહેવાય છે. એઓ જ દેવ-દેવેન્દ્રો અને ચક્રવર્તીઓની પણ પૂજાને યોગ્ય બને છે - પૂજ્ય બને છે. આવી પૂજ્યતાને પામેલા પરમાત્માઓ જ જગતના અજ્ઞાન જીવોને દેશના આપી શકે છે. કેમકે એમનાં જ વચનમાં એવી આગ હોય છે. જે સર્વ સંસારી જીવોના રાગાદિ મળોને બાળીને ખાખ કરી નાંખવા સર્વથા સમર્થ હોય છે. આવા વિશિષ્ટ અતિશયો-વીતરાગતા, સર્વજ્ઞતા, પૂજ્યતા અને પરતારકતા જે આત્માઓમાં ઉત્પન્ન થાય છે તેઓ હેવાન નથી, ઈન્સાન પણ નથી, માનવ નથી મહામાનવ પણ નથી, દેવ પણ નથી..... એઓ છે મહાદેવ. એ દેવોની આ મહાનતાઓ એમનાથી જુદી રાખી શકાય તેમ નથી. માટે જ આવી વિશિષ્ટતાવાળા આત્માને જ પરમાત્મા કહેવાય. એમને જ મહાદેવ કહેવાય. માધ્યય્યદષ્ટિ અનાગ્રહ : જગવંદ્ય દેવોની મહાનતા શું વસ્તુ છે? એ વાત ભગવાન હરિભદ્રસૂરિજીએ આવા પ્રસ્તુત અષ્ટકના પ્રથમ બે શ્લોકમાં સુંદર રીતે કહી દીધી છે. જૈનદર્શન એટલે ચાદ્વાદદર્શન; સત્યના અત્તરથી છલોછલ ભરેલા જૈન દર્શન

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 216