Book Title: Veer Madhuri Vani Tari
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 8
________________ IL વીર ! મધુરી વાણી તારી જેવું નથી જડપરમાણુમાં કોઈ પણ પ્રકારનું રાગનું સ્પંદન! તેવું જ ન જોઈએ મહાદેવમાં રાગનું રંજન! આ થઈ મહાદેવ તરીકેની લાયકાતની પહેલી શરત.... જગતમાં સર્વતર છાઈ ગયેલા, ભયાનક હોનારત જગવી ચૂકેલા, ક્રૂર હત્યાકાંડો સર્જી ગયેલા રાગભાવનો અંશ પણ કોઈ આત્મપ્રદેશમાં સર્વથા ન જ હોવો જોઈએ. બીજી શરત છે કેષાભાવની. દ્વેષનું સ્વરૂપ દ્વેષ એટલે અરુચિભાવ. અનિષ્ટ પ્રત્યેનો ક્રોધ અને માન ઠેષના બે સ્વરૂપો છે. કર્મ પુદ્ગલોના ધક્કા ખાઈ ને ખુવાર થઈ ગયેલા આત્મા પોતાની સ્વાભાવિક સ્થિરતા ગુમાવી બેઠો છે. એ ખૂબ જ અસહિષ્ણુ બન્યો છે. જરાક અનિષ્ટ થાય કે તરત જ એના તમામ આત્મપ્રદેશો ખળભળી ઊઠે છે. જરાક માન-પાન મળે ત્યારે પોતાની સહજ નમ્રતા જોખમાઈ જાય છે. આત્માની સહજસમતાને જે સળગાવી મૂકે છે તે દ્વેષ છે. વીતદ્વેષ જ મહાદેવ કહેવાયઃ કર્મબદ્ધ આત્માઓ માટે આ સ્થિતિ તદ્દન સ્વાભાવિક કહી શકાય. પરંતુ જે કર્મમુક્ત બન્યા છે તેમની પાસેતી આવા અસહિષ્ણુભાવોની અપેક્ષા ન જ રાખી શકાય. માટે કર્મમુક્ત પરમાત્મા-મહાદેવ-તો સર્વથા દ્વેષભાવ વિનાના જ હોવા આવશ્યક છે. સામાન્ય માણસની જેમ એ દેવો પણ જો સંહારકશસ્ત્ર ઉઠાવે તો તેમનામાં બીજાઓ કરતાં શી મહાનતા? એટલે મહાદેવની લાયકાત માટે બીજી શરત છે સર્વથા દ્વેષનો અભાવ. સામાન્ય રીતે રાગ જડ અને જીવ બે ય ઉપર થઈ શકે છે જ્યારે દ્વેષ માત્ર જીવ ઉપર થાય છે. જડ ઉપર દ્વેષ થવો એ તો ભારે અજ્ઞાનનું પરિણામ છે. ઝાડના ઠૂંઠા સાથે અથડાઈ જનારો એ ઠૂંઠા પર દ્વેષ કરે એ તો ભારે બેવકૂફી કહેવાય. ત્યાં દ્વેષ તો તે જાત ઉપર કરવાની જરૂરી છે જેણે યોગ્ય રસ્તે ચાલવાનું ભાન રાખ્યું નહિ! આથી જ માત્ર જીવ ઉપર વ્યાપતા દ્વેષ કરતાં જડ અને જીવ ઉભય જગત ઉપર વ્યાપતો રાગ વધુ ભયંકર છે. ટ્રેષનો જનક પણ રાગ જ છે. માટે જ પહેલું રાગનું વિધાન કરવામાંવ્યું પછી દ્વેષનું. પ્રશ્ન : રાગનું વર્ણન કરતાં “પ્રાણી ઉપર રાગ’ન કહ્યો. જ્યારે દ્વેષનું વર્ણન કરતાં “પ્રાણી ઉપર દ્વેષ' કહ્યો તો શું જડ ઉપરનો દ્વેષભાવ (ભલે અજ્ઞાનમૂલક હોય) મહાદેવમાં હોય તો તેનો વાંધો નથી? મહાદેવ તો તેમને જ કહેવા જોઈએ જેમને જડ ઉપર પણ દ્વેષ નથી અને જો તમે જ કહેવું હોય તો, “જેમને જીવો ઉપર

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 216