Book Title: Veer Madhuri Vani Tari Author(s): Ratnasundarsuri Publisher: Ratnasundarsuriji View full book textPage 3
________________ વીર ! મધુરી વાણી તારી અનંતાનંત આત્માઓને ત્રણ વિભાગમાં વહેંચી શકાય. અહિરાત્મા : બહિરાત્મા; અંતરાત્મા અને પરમાત્મા. અત્તરાત્મા : ચોદ ગુણવસ્થાનમાં પ્રથમના ત્રણ ગણસ્થાનના પરમાત્મા : આત્માઓ બહિરાત્મા કહેવાય છે. ચારથી બારમાં ગુણસ્થાનમાં રહેલા આત્માઓ અન્તરાત્મા કહેવાય છે. જ્યારે તેરમા અને ચોદમાં ગુણસ્થાનના આત્માઓ પરમાત્મા કહેવાય છે. અધ્યાત્મસાર ગ્રંથમાં બહિરાત્મ વગેરેનું સ્વરૂપ બતાડતા પૂ. ન્યાયવિશારદ મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે કહ્યું છે કે જે આત્માઓ પોતાના શરીરને જ આત્મા માનતા હોય તેઓ બહિરાત્મા કહેવાય; જેઓ શરીરથી ભિન્ન-શરીરની અંદર રહેતાં- પરિણામી નિત્ય આત્માનો સ્વીકાર કરે છે તે અત્તરાત્મા છે અને જેમણે એ આત્માને ઘનઘાતી કર્મોની ચુંગાલમાંથી મુક્ત કરી દીધો છે તેઓ પરમાત્મા કહેવાય છે. શરીરને જ આત્મા માનીને એ શરીરનું જતન કરતો બહિરાત્મા સાંસારિક પુદ્ગલોના ભોગનો અવસ્થ રાગી હોય. એને ભોગોનો રોગ કાયમ રહે, અને જ્યારે જ્યારે આ રાગ નંદવાય ત્યારે દ્વેષ જાગ્યા વિના પણ ન જ રહે. શરીરને આત્મા માની લેવાના વિપરીત જ્ઞાન-અજ્ઞાને-જ આ રાગદ્વેષની હોળી સળગાવી. આમ રા અને દ્વેષને ઉત્પન્ન કરનાર મોહ (અજ્ઞાન-વિપરીતજ્ઞાન) બને છે. એટલે રાગ દ્વેષ અને મોહનું જેનામાં જોરદાર બળ છે અને એની પકડમાં જે પોતાનું જીવન જુએ છે; એ આત્મા બહિરાત્મા કહેવાય. જ્યારે આત્મા પોતાને શરીરથી ભિન્ન વસ્તુ તરીકે સ્વીકારે છે ત્યારે બાહ્ય ભોગો પ્રત્યે એને સુગ પેદા થવા લાગે છે. અગ્નિમાં દેહ ભડકે સળગી જાય તે પહેલાં જ આત્મા જેવી એક વસ્તુ શરીરમાંથી ચાલી જાય છે. શરીરથી કરેલા ભોગરાગાદિએ જે કર્મોના સર્જન કર્યા તેને સાથે લઈને એ આત્મા ક્યાંક જાય છે જ્યાં એને એ કર્માનુસાર જન્મ જીવન અને મરણોના દુઃખ પામવાના હોય છે. આ અફર સ્થિતિની સભાનતાવાળો આત્મા ભોગો ભોગવવા છતાં એનાથી લપાતો નથી, એમાં સાવધાન રહે છે અને એથી જ એ અંતર્મુખ - અત્તરાત્મા-કહેવાય છે. - આ પરિસ્થિતિ ઉત્તરોત્તર વિકાસ પામતી જાય છે. ભોગની સૂગવાળો એ આત્મા અંતે ભોગોને ત્યાગે છે; રાગ-રોષની મોહજનિત ચેષ્ટાઓ એને બાળકની ધૂલિક્રીડા જેવી તુચ્છ લાગે છે અને તેની જ એનો પરિત્યાગ કરી દે છે. “દુ:રવું મશીનં ને એનું પ્રાણસૂત્ર બનાવીને એ ઉત્કૃષ્ટ સદાચારનું જીવન જીવે છે. અંતે બારમાPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 216