Book Title: Veer Madhuri Vani Tari Author(s): Ratnasundarsuri Publisher: Ratnasundarsuriji View full book textPage 9
________________ વીર ! મધુરી વાણી તારી દ્વેષ નથી તે મહાદેવ કહેવાય'' એવું ન કહેતાં રાગના વર્ણનમાં કહ્યું છે તે જ રીતે જેમને દ્વેષ નથી તે મહાદેવ કહેવાય' એમ જ હેવું સમુચિત લાગે છે. ૯ ઉઃ- બરોબર છે છતાં આમ ‘જીવો ઉપરના દ્વેષાભાવને મહાદેવની લાયકાત જણાવી તે એટલા જ માટે મિત્ર ઉ૫૨-અવિરોધી જીવ ઉપ૨ - જેમ દ્વેષ નથી થતો તેમ પોતાના વિરોધી ઉપર પણ ન જ હોવો જોઈએ. વિરોધી ઉપરનો દ્વેષભાવ એ તો સામાન્ય માણસનું જીવન છે. આપણે જેમને મહાદેવ કહેવા છે તેમનામાં તો વિરોધી જીવો ઉપર પણ દ્વેષ સર્વથાન ન જોઈએ અને જો કોઈ દેવ પોતાના વિરોધી નાશ માટે શસ્ત્રાદિ ઉપાડતા હોય, ત્રિશૂળથી એના શરીરને વીંધી નાંખતા હોય, છાતી ઉપર ચડી બેસી એની જીભ ખેંચી કાઢતા હોય તો એ અંતરના દ્વેષભાવના સૂચક સ્વરૂપવાળા દેવને મહાદેવ તો કહી શકાય જ નહિ. હવે બાકી રહી જ ડ ઉપ૨ના દ્વેષાભાવની વાત. જેમને વિરોધી ઉપર પણ દ્વેષ ન હોય તેમને જડ વસ્તુઓ ઉપર તો અવશ્ય દ્વેષ ન હોય. એટલે વિરોધી જીવ ઉપરના દ્વેષ વિનાના દેવ જડ ઉરના પણ દ્વેષ વિનાના જ હોય - એ વાત સ્થિર થઈ જવાના કારણે તથા વિરોધી જીવ ઉપરના દ્વેષવાળા સ્વતઃ તો મહાદેવ જ નહિ એ હેતુથી જ જીવ ઉપરના દ્વેષાભાવવાળાને મહાદેવ કહ્યા છે. મોહનું સ્વરૂપ : (૧) આત્મામાં રહેલા સત્ જ્ઞાનને ઢાંકી દેનાર મૂઢ બનાવનાર મોહ છે. (૨) આચારમાં પણ એ અજ્ઞાનના જોરે મલિનતા લાવનાર મોહ છે. અજ્ઞાન અને અવળું જ્ઞાન આ બે ય મોહના સ્વરૂપો છે. જેવું જ્ઞાન તેવો આચાર એ સામાન્ય નિયમ છે. જેની વૃત્તિમાં મેલ પેઠો એની પ્રવૃત્તિમાં મેલ કેમ ન હોય? રે! વૃત્તિનો પ્રકર્ષ જ પ્રવૃત્તિ છે ને! બાહ્ય અશુભ આચારોને ટાળવા માટે ઉપમિતિકારે પણ છેવટે સદ્બુદ્ધિનું સાન્નિધ્ય જ બતાવ્યું છે. જેની પાસે સબુદ્ધિ છે એ પોતાને અહિતકર વર્તાવ કરી શકતો જ નથી. કદાચ સંયોગવશાત્ તેવો વર્તાવ કરવો પડે તો ય એનો ત્રાસ એટલો બધો હોય છે કે આત્માને અહિતકર આચાર પણ એનું અહિત કરવામાં નિષ્ફળ બની જાય છે એટલું જ નહિ પણ એ વખતનો એનો પશ્ચાત્તાપ એનું વધુને વધુ હિત કરતો જ રહે છે. પછી આવા આત્માઓના જીવનમાં આવી જાતનો વૃત્તિ પ્રવૃત્તિનો વિસંવાદ વધુ સમય ટકી શકતો જ નથી. જેવી હિતની વૃત્તિ તેવી જ હિતની પ્રવૃત્તિ વહેલામાંPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 216