________________
IL
૧૦
વીર ! મધુરી વાણી તારી
વહેલી તકે ચાલુ થઈ જાય છે.
એટલે હિતકરણનો મહાયજ્ઞ આરંભવા માટે જરૂર છે એક ચિનગારીની; સબુદ્ધિનીસ્તો.
જ્યાંથી વૃત્તિનું મલિનીકરણ જન્મ પામે છે તે મનમાં જ સબુદ્ધિની ચિનગારી ચાંપો : ત્યાં જ થાણું નાંખો સબુદ્ધિનું.
મલિનવૃત્તિના ધાડપાડુઓની ઘુસણખોરી જો મનની સરહદેથી થાય છે તો સદ્દબુદ્ધિનું સંરક્ષણદળ પણ તે સરહદે જ આંટા મારતું સાબદુ રહેવું જોઈએ. - ધાડપાડુઓની ઘૂસણખોરી થતી હોય કાશ્મીરની ખીણમાંથી અને સંરક્ષકદળ બંદૂકના બાર કરતું – દિલ્હીના ચાંદની ચોક જ કૂચ કરતું રહે તો વિનાશ જ થાય ને ભારતનો ?
એ જ રીતે મનના મલિનીકરણ તરફ જેની લાલ આંખો નથી અને તનમાં હિત કરવાની પ્રવૃત્તિ જે કરી રહ્યો છે એ માનવ સર્વનો વિનાશ જ નોતરે છે.
મનની ઉપર જામેલા અજ્ઞાનના અને અવળા જ્ઞાનના જાળાઓને પ્રથમ ભેદવા પડશે. ભલે એને ભેદ્યા વિના પણ કદાચ બાહ્યાચારની સાફસૂફી કરો તો ય તે સાફસૂફી પાછળ મનના મેલા જાળાની સાફસુફીનું લક્ષ્ય તો અનિવાર્ય રહેશે. એવા લક્ષ્ય વિનાના સુંદરમાં સુંદર બાહ્યાચારો અનંતીવાર અનંતા આત્માઓ સ્પેશ્યા૪ છતાં કદી એમણે કલ્યાણપંથે કદમ મૂક્યો નથી; એ સ્થિતિમાં કદી મોક્ષપંથે જઈ શકવાના પણ નથી. ઘાણીના બેલના જેવી હજારો માઈલની મુસાફરી! ગતિ ઘણી કરતી છો ત્યાં ને ત્યાં!
પ્રગતિ કરવી હોય તે મેલી વૃત્તિના ઉગમસ્થાન મનમાં જ સબુદ્ધિ થાણું નાખવું રહ્યું. પછી પેલો મોહ-અજ્ઞાન અને અવળા જ્ઞાનનો-દૂમ દબાવીને નાઠો જ સમજો અને પછી આચારની અશુદ્ધિ પણ ભડભડ સળગી જ ઊઠી સમજો.
વિતમોહ જ મહાદેવ કહેવાય : જગતના જીવોના મન અને તન આ મોહ ખરડાઈ ચુકેલા છે. પણ મહાદેવમાં તો લોકસુલભ એ તત્ત્વો ન જ હોવા જોઈએ ને?
એટલે જ મહાદેવત્વની ત્રીજ શરત છે કે તન-મનને મલિન કરતાં મોહનો એમનામાં સર્વથા અભાવ હોવો જોઈએ.
મહાદેવત્વની એક જ સંક્ષિપ્ત યોગ્યતા - ત્રિલોકખ્યાતમહિમાઃ જેમનામાં રાગ દ્વેષ અને મોહ ન હોય તેમનો મહિમા તો ત્રણે ય લોકમાં પ્રસરી જ જાય.