Book Title: Veer Madhuri Vani Tari
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 7
________________ વીર ! મધુરી વાણી તારી આમ દૃષ્ટિ પામવાની ઈચ્છાથી જ આ સંકલેશનો આરંભ થઈ જાય છે. ઈષ્ટ મળી જાય તો તેના રક્ષણની ચિંતા, કોઈ ઉઠાવી જાય તેના ભયનું સામ્રાજ્ય આત્મા ઉપર વ્યાપી જાય છે. બીજા પણ ઈષ્ટ મેળવવાની ચિંતા શરૂ થઈ જાય છે. ન મળે તો એના અજંપા સતત રહ્યા કરે છે. આમ અન્ય અપ્રાપ્તની પ્રાપ્તિની ઝંખના, અતૃપ્તિનો દાહ-પણ શરૂ થાય છે. વળી જેટલા અનિષ્ટ છે તે આવીને પોતાની બાજી બગાડી ન જાય તેનો સંતાપ પણ કાંઈ ઓછો હોતો નથી. એટલું જ નહિ પણ પોતાને ઈષ્ટ વસ્તુ પ્રત્યે જેમનો પક્ષપાત નથી એ બધી વ્યક્તિઓ પ્રત્યે નિષ્કારણ દ્વેષભાવ પણ ત્રાસ દેવાનું કામ સતત જારી રાખતા હોય છે. આ બધું થયા પછી પણ ઈષ્ટના વિયોગનો સતત ભય ગમે ત્યારે સાચો પડે છે અને આત્મા એક મોટી પોક મૂકે છે. ઈષ્ટના રાગના ત્રણે ય કાળમાં ચિંતા, ભય, દ્વેષ, અતૃપ્તિ આદિના અનેક ત્રાસ એક સાથે આત્માને સતત પજવતા રહે છે. માટે જ રાગભાવને આત્માની સ્વાભાવિક મસ્તીને બગાડી નાંખનારો કહ્યો છે. જ્યાં રાગ છે ત્યાં આવા સંકુલેશ છે. જે રાગ છે તે બધા ય સંલેશના જનક છે. સદા સર્વ ઉપર ત્રાસ વીતાડતો અને જાતને ય ત્રાસ દેતો રાગભાગ શ સારો કહેવાય? એ કવચિત્ માત્ર કામચલાઉ શાંત થઈ જાય તે ય બરોબર નહિ, એની ભયંકરતા ઓછી થઈ જાય તે ય બરોબર નહિ, રાગના અગણિત પ્રકારોમાંથી કેટલાક જ નિર્મુળ થઈ જાય તે ય બરોબર નહિ. વીતરાગ જ મહાદેવ કહેવાય જગતના, આત્માઓમાં રાગાદિનું ઓછાવત્તાપણું તો રહેવાનું જ. પણ જગત માત્રને જે વધે બને, અને જગતનો જે આદર્શ બને, જેને વંદનામાત્રથી અનંતસુખની દેન થાય, એવા પરમાત્મામાં તો રાગનું નામ નિશાન ન હોવું જોઈએ, રાગનું કોઈ પણ પ્રકારનું અસ્તિત્વ એમનામાં ન જ હોવું જોઈએ. એટલે જેમને મહાદેવ કહેવા છે તેઓ સં કલેશજનક રાગના સર્વથા શૂન્યાવકાશના જ સ્વામી હોવા જ જોઈએ.

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 216