________________
૭૬
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૩
આ દૃષ્ટાંતથી પ્રેરણા લેવી કે મુનિએ-ભવ્ય જીવોએ હંમેશાં આત્મનિંદા કરવી. સાગરાચાર્યની જેમ ગર્વ કરવો નહિ.
૧૫૬
પ્રતિક્રમણ પર્યાયો (ચાલુ) પ્રતિક્રમણમાં સાતમા પર્યાયનું નામ ગઈ છે. આ ગહ પર્યાય પણ અપ્રશસ્ત અને પ્રશસ્ત છે. દ્રવ્યગ વિષે એક દષ્ટાંત કથા છે. તે આ પ્રમાણે -
ઉપાધ્યાય વૃદ્ધ હતા અને તેની પત્ની યુવાન. પોતાના પતિથી અસંતુષ્ટ હતી. તેનું ચિત્ત પરપુરુષોમાં ભટકતું હતું. | નર્મદા નદીને સામેના કિનારે એક યુવાન ગોવાળિયો રહે. આ ગોવાળના પ્રેમમાં તે પડી. દિવસમાં તો ગોવાળને મળાય નહિ. આથી તેને મળવા તે રાતના ઘડાના આધારથી નર્મદા નદી તરીને જતી. આ કામની કોઈને ગંધ ન આવે તેની તે ખૂબ જ તકેદારી રાખતી. દિવસના સમયમાં ઉપાધ્યાયની સાથે સતી પતિવ્રતાના જેવો વ્યવહાર રાખતી.
ઉપાધ્યાયને તે કહેતી – “કાગડો કા કા કરે છે તેથી મને ભય લાગે છે. આથી આ સ્ત્રી દિવસે કાગડાને બલી આપતી ત્યારે તેને બીક ન લાગે તે માટે ઉપાધ્યાય તેની પાસે છાત્રોને મોકલતાં.
ઉપાધ્યાય ક્યારેક કોઈ પુરુષને બોલાવવા તેની પત્નીને કહેતાં. એ સમયે તે જવાબ આપતી – “હું પરપુરુષ સાથે બોલીશ નહિ.”
યુવાન સ્ત્રીનો આવો સરળ અને પવિત્ર વ્યવહાર જોઈ એક હોશિયાર વિદ્યાર્થીને તેમાં કશીક ગંધ આવી. તેણે વિચાર્યું કે આટલી બધી સરળતા અને પવિત્રતા બતાવવા પાછળ ગુરુપત્ની કંઈક અપકૃત્ય છુપાવતી હોય એમ લાગે છે. આ તબક્કે તેને પોતે ભણેલો એક શ્લોક યાદ આવી ગયો.
अत्याचारमनाचारमत्यार्जवमनार्जवम् ।
अतिशौचमशौचं च, षड् विधं कूटलक्षणम् ॥ “જયાં વધુ પડતો વ્યવહાર-આચાર બતાવવામાં આવતો હોય છે ત્યાં અનાચાર હોય છે અને જ્યાં અતિસરળતા બતાવવામાં આવતી હોય છે ત્યાં સરળતા હોતી નથી અને જ્યાં અતિપવિત્રતા બતાવવામાં આવતી હોય છે ત્યાં પવિત્રતા હોતી નથી. આથી અતિઆચાર અનાચારનું, અતિસરળતા અસરળતાનું અને અતિપવિત્રતા અપવિત્રતાનું એમ છ એ છ ફૂટખોટા લક્ષણો છે.”