________________
૨૩૦
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૩ “જ્યાં જળ હોય ત્યાં વનસ્પતિ હોય, જ્યાં વનસ્પતિ હોય ત્યાં અગ્નિ હોય અને તેઉકાય તેમજ વાયુકાય સાથે હોય ત્યાં ત્રસજીવ પ્રત્યક્ષ હોય છે.”
વનસ્પતિ વગેરેને પણ આહાર ગ્રહણ કરવામાં સૂક્ષ્મવૃત્તિથી વિરાધના રહેલી છે અને બાદરવૃત્તિથી તો કેટલાંક કંથેર બોરડી વગેરે વૃક્ષ કદલી વગેરેને હણે છે. થોર વગેરે વૃક્ષો પોતાના મૂળના ક્ષાર તથા કટુરસ વગેરેથી પૃથ્વીકાય વગેરે છ કાયની હિંસા કરે છે. કિડામાર તથા કિંપાક વગેરે મનુષ્ય તથા પશુ વગેરેને હણે છે. રાધાગાલી વગેરે વૃક્ષો માણસોનું ઉચ્ચાટન કરે છે. કેટલીક વનસ્પતિ મનુષ્યને પશુ કરે છે અને પશુને મનુષ્ય કરે છે. વાંસ ને સરકર વગેરે વૃક્ષોમાંથી ધનુષ્ય, બાણ વગેરે હિંસક શસ્ત્રો બને છે. ધનુષ્ય પ્રમુખના જીવોને ઉત્સર્ગથી અવિરત પરિણામ હોવાથી તેના અચેતન થયેલ શરીરથી પણ બંધ થાય છે. જિનપૂજાને યોગ્ય પુષ્પ, ફળ તથા આભૂષણ અને સાધુના પાત્રરૂપે થયેલા પદાર્થના જીવને શરીર ઉત્તમ સાધનરૂપ થયું હોવા છતાં ય તેમને પુણ્યબંધ થતો નથી. કારણ કે તેના હેતુ માટે જે વિવેક જોઈએ તેનો તેમનામાં અભાવ હોય છે.
અસત્યઃ એકેન્દ્રિયાદિ જીવોને સત્ય અધ્યવસાયનો અભાવ હોવાથી તેમને અસત્ય લાગે છે. આ ઉપરાંત તે લોકોને અસત્ય બોલવાના હેતુરૂપ થાય છે. તેથી પણ તેને અસત્યનું પાપ લાગે છે. દા.ત. કેટલીક ઔષધીને સત્ય અને અસત્ય પણ કહેવાય છે. કાજલી વગેરેમાં કન્યા વગેરે અસત્ય બોલે છે. મોહનવલ્લી વગેરે મોહ ઉત્પન્ન કરીને લોકોને વિપરીત માર્ગ બતાવે છે. આમ અસત્યના અનેક પ્રકાર છે.
અદત્તાદાનઃ વૃક્ષશ્રી બધા જ જીવો સચિત્ત આહાર લે છે. તે આહારમાં રહેલા જીવો સંબંધી જીવાદર લાગે છે. વનસ્પતિમાં બીજાના અદત્તાદાનનું હેતુપણું સ્પષ્ટ જણાય છે. કોકાસ સુતારે રાજાના ભંડારમાંથી અદત્તાદાન રૂપ શાલિ વગેરે લઈને શુક-પારેવા બનાવ્યા હતાં. આમ શાસ્ત્રમાં જાણવા મળે છે. હિંસાની સમજમાં બતાવ્યા પ્રમાણે કાઠના શુકાદિને અદત્તાદાનનું પાપ લાગે છે.
મૈથુન : વિરતિભાવ ન હોવાથી મૈથુનનું પાપ પણ તેમને લાગે છે. અમુક પ્રકારના પુષ્પની સુવાસથી કામવાસના જાગે છે. અફીણના સેવનથી મૈથુનની ક્રિયા વધુ થાય છે. કમલકંદ, આશ્રમંજરી, જાઈના ફૂલ, ચંપાના ફૂલ અને બપોરિયાનાં ફૂલ કામદેવના પાંચ બાણ કહેવાય છે. આ ફૂલો કામવાસનાની વૃત્તિને વકરાવવામાં સહાયક બને છે. જ્યારે કેટલાંક વૃક્ષોને તો સાક્ષાત કામસંજ્ઞા જ દેખાય છે. આ અંગે કહ્યું છે કે “સ્ત્રીના ચરણઘાતથી આસોપાલવ ખીલે છે, મધુનો કોગળો નાંખવાથી બોરસલી પ્રફુલ્લિત થાય છે, આલિંગન કરવાથી કુરબકનું વૃક્ષ વિકાસ પામે છે અને સ્ત્રીને જોવાથી તિલક વૃક્ષ કળીઓથી શોભતું થઈ જાય છે.”
વૃક્ષોને વિરતિના અભાવે પરિગ્રહ પણ હોય છે. કેટલાંક વૃક્ષો મૂર્છાથી દ્રવ્યના નિધિને