________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
દશાર્ણ નામે દેશ હતો. તેમાં દશાર્ણ નગર હતું. નગરના રાજાનું નામ પણ દશાર્ણ હતું. તેને પાંચસો રાણીઓ હતી. એક સાંજે તે અંતઃપુરમાં ભોગવિલાસમાં મગ્ન હતો ત્યાં એક સેવકે આવીને સમાચાર આપ્યાં : “હે સ્વામી ! આવતીકાલે સવારે નગર બહારના આપણા ઉદ્યાનમાં વિશ્વના સ્વામી શ્રી વીર પરમાત્મા પધારનાર છે.”
૧૫૨
આ ખબરથી દશાર્ણનો આત્મા પુલકિત થઈ ઊઠ્યો અને અભિમાનથી બોલી ઊઠ્યો : “કાલે સવારે પ્રભુને હું એવા ઠાઠ-માઠ અને વૈભવથી વાંદવા જઈશ કે જે જોઈને લોકો બોલી ઉઠશે કે આવી રીતે અગાઉ કોઈ જ પ્રભુને વાંદવા ગયું નથી.”
સવારે રૂપાની અને હાથી દાંતની પાંચસો પાલખીઓમાં રાણીને બેસાડી દશાર્ણભદ્ર પ્રભુને વંદન કરવા નીકળ્યો. જે વંદનયાત્રામાં અઢાર હજાર હાથીઓ, ચોવીસ લાખ ઘોડાઓ, એકવીસ હજા૨ ૨થ, એકાણું કરોડ પાયદળ, એક હજાર સુખપાળ અને સોળ હજાર ધ્વજાઓ હતી. આમ ખૂબ જ ભપકાથી દશાર્ણભદ્ર સમવસરણ સુધી આવ્યો. પછી હાથી ઉપરથી ઉતરી ગયો. મુગટ ઉતાર્યો. ઉપાનહ ઉતાર્યા. આમ પાંચ અભિગમ સાચવી તેણે ઉલ્લાસથી શ્રી વીર પરમાત્માની ત્રિવિધ વંદના કરી.
સૌધર્મ ઈન્દ્રને અવધિજ્ઞાનથી આ વાતની જાણ થઈ. આથી દશાર્ણભદ્રનું અભિમાન ઉતારવા તે પોતે શ્રી વીરપ્રભુને વંદન કરવા આવ્યો અને તે માટે તેણે દિવ્ય ઋદ્ધિને વિકુર્તી, પાંચસો ને બાર બાર કુંભસ્થળવાળા ચોસઠ હજાર હાથીઓ વિધુર્યા. તે દરેક હાથીના મસ્તકમાં આઠ આઠ દંતશૂળ, દરેક દંતશૂળે આઠ આઠ વાવ. દરેક વાવમાં આઠ આઠ કમળ, દરેક કમળને લાખ લાખ પાંખડીઓ અને દરેક પાંખડીએ બત્રીશબદ્ધ નાટક વિકર્યા. દરેક કમળની મધ્યમાં કર્ણિકાના ભાગ ઉપર એક ઈન્દ્રપ્રાસાદ ઊભો કર્યો અને તેની અંદર આઠ આઠ પટરાણી સાથે ઈન્દ્ર પોતે બેઠો. આમ આવી મહાન અને ભવ્ય સમૃદ્ધિ સાથે ઈન્દ્રે પ્રભુને વંદના કરી.
પૂર્વાચાર્યોએ દરેક હાથીના મુખાદિકની સંખ્યા આ પ્રમાણે બતાવી છે. દરેક હાથીને પાંચસો ને બાર મુખ, ચાર હજાર અને છનું દંતશૂળ, બત્રીસ હજાર સાતસો ને અડસઠ વાપિકાઓ, બે લાખ બાસઠ હજાર એકસો ને ચુંમાલીસ કમળો તેટલા જ તે કમળોની કર્ણિકા ઉપર પ્રાસાદો અને વીસ લાખ સત્તાણું હજાર એકસો ને બાવન ઈન્દ્રાણીઓ તથા છવીસસો એકવીસ કરોડ અને ચુંમાળીસ લાખ કમળની પાંખડીઓ. આ પ્રમાણે એક હાથી માટે સમજવું. તેવાં ૬૪૦૦ હાથી હોવાથી તે પરના ઈન્દ્ર વગેરેની સર્વ સંખ્યા ગણી લેવી અને તેમાં રહેલા ઈન્દ્રાણીની સંખ્યા તેર હજાર ચારસો ને એકવીસ કરોડ, સત્યોતેર લાખ અને અઠ્યાવીસ હજાર ગણવી. એક એક નાટકમાં સરખાં રૂપ, શૃંગાર અને નાટકનાં ઉપકરણોવાળા એકસો ને આઠ આઠ દિવ્યકુમારો અને એકસો ને આઠ દિવ્યકુમારિકાઓ જાણવી. આવી મોટી ઋદ્ધિ સહિત ઈન્દ્રે પૃથ્વી ઉપર આવીને પ્રભુને વંદના કરી.
દશાર્ણભદ્ર તો આ ઋદ્ધિ અને સમૃદ્ધિ જોઈને દંગ જ થઈ ગયો. તેનું અભિમાન ખંડ-ખંડ