________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૧
ટાલ જોઈ કે નહીં?' કમલને ભૂખ, થાક ને કંટાળો ઘણો આવ્યો પણ ઘણાં દિવસથી નિયમ પાળતો હતો તેથી કુંભારની ટાલ જોવા ઉક્યો. ખબર પડી કે જગાકુંભાર તો ગામ બહાર માટી લેવા ગયા છે. તે ઉપડ્યો તેની તપાસમાં. ફરી ફરીને કંટાળી ગયો પણ ક્યાંય જગો જડે નહીં? ટોલ જોયા વિના જમાય પણ નહીં. તે હિંમત કરી શોધવા આગળ વધ્યો. ત્યાં એક મોટા ખાડામાં જગો કુંભાર ઊભો ઊભો માટી ખોદે, માથે પાઘડી-બાઘડી કાંઈ નહીં. ટાલ જોતાં જ આનંદમાં આવી ગયેલો કમલ જોરથી બોલી ઊઠ્યો-“જોઈ લીધી રે... જોઈ લીધી એ જ વખતે કુંભારને ધન ભરેલી માટલી જમીન ખોજતાં મળેલી. તે સમજ્યો કે-“કમલ ધનની માટલી જોઈ ગયો. જો તે રાજમાં કહી દેશે તો ધન જશે ને ઉપાધિ આવશે. માટે લાવ તેને સમજાવી અહીં જ રોકી લઉં.
એમ વિચારી કુંભારે ઊંચા હાથે સાદ કરી ઊભા રહેવા કહ્યું. કમલે કહ્યું- હવે શું? જોઈ લીધી.' કુંભારને વિશ્વાસ થઈ ગયો કે આણે ધનની ચરી ખરેખર જોઈ લીધી છે. કુંભારે દોડીને કહ્યું-“અરે ! કોઈને કહીશ નહીં. આપણો અડધો અડધો ભાગ.” ચબરાક કમલ સમજી ગયો કે આમાં કાંઈ ભેદ છે. તે બોલ્યો-“ચાલ, ચાલ અડધાવાળા ! અર્થે શું થાય?” કુંભારે કહ્યું- તું પાછો તો વળ. તું કહીશ તેમ કરીશું.” “સારું કહી કમલ ત્યાં આવ્યો. કેટલુંક ધન કુંભારને આપી રાજી કર્યો અને મોંઘું પણ દેખાવે સામાન્ય એવું પોતે લઈ ઘરે આવ્યો. તેથી તે મહા ધનાઢ્ય થયો. તે એક દિવસ વિચારવા લાગ્યો કે આ બધો શ્રી સર્વજ્ઞસૂરિજીનો પ્રતાપ છે. મશ્કરીમાં લીધેલા નિયમથી આવો લાભ થયો. જો સાચા અંતઃકરણથી નિયમ લેવામાં આવે તો તેનાથી કયો લાભન થાય? આમ શ્રદ્ધા થવાથી તેણે નાના-મોટાં કેટલાંક નિયમ લીધાં. તેના ઘોર મિથ્યાત્વનો નાશ થયો. ને સમ્યકત્વની પ્રાપ્તિ થઈ. ફરીથી સર્વજ્ઞસૂરીશ્વરજી મહારાજનો યોગ થતાં તેમની પાસે તેણે શ્રાવકના બારે વ્રત સ્વીકાર્યા અને ધર્મ આરાધી સ્વર્ગગામી થયો.
યુક્તિપૂર્વક શાસ્ત્રની વાતો કહેવાથી શ્રી સર્વજ્ઞસૂરિજીએ નાસ્તિક અને જડ એવા કમલને ધર્મિષ્ઠ બનાવ્યો, સમયના જાણ આવા આચાર્યો ભાવિકોની જડતાનો નાશ કરી તેમના કલ્યાણના સંયોગો ઊભા કરી આપે છે.
૨૬
ઉપદેશક ઉપદેશલબ્ધિવાળા મહાત્મા સામાના ભેજામાં સહેલાઈથી બોધ ઉતારી શકે છે. ઘણું બધું જ્ઞાન હોય પણ બીજાના ગળે ઉતારી ન શકે તો જ્ઞાનનો પ્રકાશ કે પડઘો પડતો નથી. આ લબ્ધિવાળા મહાનુભાવ પોતાના કલ્યાણ સાથે બીજા ઘણાનું કલ્યાણ સફળતાથી કરી શકે છે. સમૂહના સમૂહને તેઓ સમ્બોધ આપી ઉગારી શકે છે. આ બાબતમાં શ્રી નંદિષેણમુનિનો પ્રબંધ અતિ પ્રસિદ્ધ છે.