________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧ આ ઉત્તમ પરિણામમાં જ સર્પનું મૃત્યુ થયું અને તેનો જીવ સર્પો મરાવનાર તે જ કુંભરાજાની પટ્ટરાણીના ગર્ભમાં આવ્યો. રાજાને સ્વપ્નમાં નાગરાજે જણાવ્યું કે- તને એક ઉત્તમપુત્રની પ્રાપ્તિ થશે. તું હવે સર્પની હત્યા ન કર.” રાજાએ સર્પની હિંસા બંધ કરાવી. સમયે પુત્ર થતાં તેનું નાગદત્ત નામ રાખ્યું. યુવાન થયેલા રાજકુમારને મહેલના ગવાક્ષમાંથી રાજમાર્ગે જતા એક મુનિને જોતાં જાતિસ્મરણજ્ઞાન થયું અને તેઓ દીક્ષા લેવા તૈયાર થયા. માતા-પિતાએ સંસારના પ્રલોભનો અને સાધુજીવનની કઠિનાઈ સમજાવી-ઘણાં પ્રયત્નો કર્યા પણ નિર્ધાર કરી ચુકેલા રાજકુમારને તેમણે અનુમતિ આપવી જ પડી. કુમારે દીક્ષા લીધી. આત્મસાધનામાં સાવધાન થયા પણ તિર્યંચયોનીમાંથી આવેલ તેમનાથી પોરિસીનું પચ્ચકખાણ પણ થતું નહીં. ગુરુમહારાજે કહ્યું- “તપ કઠોરકર્મનો સરલતાથી નાશ કરે છે, તપનો અચિંત્ય પ્રભાવ છે. પણ તારાથી તપ ન થઈ શકે તો તું ક્ષમાશીલ થજે. ક્ષમાથી તને તપનો લાભ મળશે.” તેમણે ગુરુની શિખામણ માથે ચઢાવી આત્મામાં ક્ષમાને પચાવવા માંડી.
તેમને સવાર પડતાં જ ભૂખ લાગતી. તેઓ વહોરવા નિકળી પડતા. એક ગડુ (નાનું વાસણ) પ્રમાણ દૂર (ભાત) તેઓ વાપરે (જમે) ત્યારે તેમને શાંતિ થતી, પછી તેઓ જ્ઞાનધ્યાનમાં લાગતા. આમ રોજ કરવાને કારણે તેમનું નામ “કૂરગડુમુનિ' તરીકે પ્રસિદ્ધ થયું. તેમના સમુદાયમાં અનેક ઘોરતપસ્વી સાધુઓ હતા. તેમાં એક મહિનાના ઉપવાસે પારણું કરી ફરી માસોપવાસ, બે મહિનાના, ત્રણ મહિનાના અને ચાર-ચાર મહિનાના ઉપવાસ કરનાર મહાતપસ્વી તેમના ગુરુભાઈઓ હતા. તેઓએ ઘોર તપ કરી ઘણી કીર્તિ મેળવી હતી. તેમને પૂરગડુની ભૂખવૃત્તિ ગમતી ન હતી. તે ચારે જણને પછી તો કૂરગડુની નિંદાની ટેવ પડી. “કેવો ખાઉધરો છે, જાણે ખાવાનું ભાળ્યું જ નથી. સવાર પડે ને ઉપડે વહોરવા.” ઇત્યાદિ નિંદા તેઓ કરતા, કૂરગડુ તે સાંભળતાં છતાં ગુરુમહારાજના ઉપદેશ પ્રમાણે સહન કરી લેતા ને તેમના તપની અનુમોદના કરતા.
એકવાર શાસનદેવીએ આવી કૂરગડને વંદન કર્યું અને સહુની સમક્ષ તેમની સ્તુતિપ્રશંસા કરી. આ જોઈ આશ્ચર્ય પામેલા તપસ્વીઓ એક-બીજાની સામે જોવા લાગ્યા. તેમનાથી રહેવાયું નહીં અને તે બોલ્યા-દેવી, અમ જેવા ઘોરતપસ્વીને છોડી આ ખાઉધરા મહાત્માને વંદન અને તેમના વખાણનો શો અર્થ છે?” દેવીએ કહ્યું: “સહુથી મોટી ક્ષમા છે. સાધુનો તો એ પ્રથમ ધર્મ છે. દ્રવ્યતપ કરતાં ભાવતપ મહાન છે માટે મેં તેમને વાંદ્યા. ઠીક ત્યારે જાઉં છું. સાતમા દિવસ આ ગચ્છમાં કોઈ કેવળી થશે ત્યારે પાછી આવીશ.” એમ કહી તેઓ અદશ્ય થયાં. બરોબર સાતમે દિવસે પૂરગડુમુનિ સવારના પહોરમાં વહોરીને આવ્યા. ગુરુમહારાજને દેખાડી અન્ય મુનિઓને તેમજ તપસ્વીઓને નિમંત્રણ કર્યું. “મને લાભ આપો.” આમાંથી કાંઈ સ્વીકારો એમ કહ્યું. આ સાંભળતાં જ તપસ્વીઓનો પીત્તો ગયો. “માંડ વાપરવા, સવારના પહોરમાં ઉઠતાં સાથે