________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૧
૧૯૩ યુગબાહ. સંસાર અચરજ અને અજાયબીથી ભરેલો જ છે. વૈભવ રૂપ અને વિદ્યા આદિનો અહીં પાર નથી. ઘણીવાર પ્રયત્ન કરવા છતાં આ વસ્તુ મળતી નથી કે કોઈને જાણે સાવ અનાયાસે મળી જાય છે. ચોખે ચોખ્ખો આ કર્મનો તમાશો છે. છતાં માણસ આને સહેજે સમજી શકતો નથી, યુગબાહુની પત્ની મદનરેખા રૂપરૂપના અંબાર જેવી જાજરમાન યુવતી હતી. એનાં એક એક અંગઉપાંગ સુરેખ ને સુડોળ હતાં. આંખો ના ધરાય તેવું તેનું લાવણ્ય, રૂપાની ઘંટડી જેવો અવાજ, જેવી દેખાય તેથી ય વધુ ગુણીયલ ચતુર ને સુઘડ. રાજા મણિરથનું મન ભાઈની પત્ની મદનરેખામાં ઓતપ્રોત થઈ ગયું. રાજાને મદનરેખા જોઈએ છે. માણસને ઇચ્છા થાય એટલે એની શાંતિ- સ્વસ્થતા જાય. તે મનોમન બોલવા લાગ્યો, લોકો કહે છે - મહાદેવે કામદેવને બાળી નાંખ્યો એ પ્રવાદ ખોટો છે. કારણ કે આ મદનરેખાનો રૂપવૈભવ જોઈ મારામાં જ એ કામદેવ ભળી રહ્યો છે.
રાજા મદનરેખાને- તેના અવયવોને જોવાનો લોભ જતો કરી શકતો નથી, તેને ઉઠતી, બેસતી, ચાલતી, કાંઈ લેતી-મૂકતી જોયા કરતો. મદનરેખા તો જેઠને પિતા જેવા માનતી ને નિર્ભેળ સરળતાથી વર્તતી. સમુદ્રના કલ્લોલની જેમ રાજાનું મન ચંચળ અને ઉત્તેજિત થઈ જતું ને તેને ક્યાંય નિરાંત રહેતી નહીં. તે મદનરેખા સાથે પરાણે વાતો કરવાનો પ્રસંગ ઊભો કરે. એક વાતનો કોઈ રીતે શીધ્ર અંત ન આવવા દે. તેને જોવા-સાંભળવા અને તે હોય ત્યાં બેસી રહેવામાં તે લ્હાવો માને. સંદેશાઓ મોકલે ને ઉત્તરો મંગાવે. ભોળી મદનરેખા આને વડીલોની કૃપા માને.રાજાના મનમાં તેના સહવાસની ઝંખના જાગી હતી. ક્યાંય બિચારાને સુખ ન હતું. પોતાની દાસીઓ સાથે તે સારાં વસ્ત્ર, અલંકાર અને પુષ્પ, તાંબુલ આદિ મોકલતો, તે સરળતા અને પૂજયભાવથી તેનો સ્વીકાર કરતી, સામાન્ય વસ્તુના પણ વખાણ જ કરતી, મણિરથ સમજતો કે તે માટે અનુકૂલ થતી જાય છે. કામી પુરુષોને વાસ્તવિક્તા નથી દેખાતી પણ વિપરીતતા દેખાય છે. દાસીઓ વસ્તુ આપવા આવે ને રાજાના ઔદાર્યાદિક ગુણ ગાય. તેની ચતુરાઈ, સુંદરતાદિ પણ માંડીને કહે. ઉત્તરમાં તે કહેતી, “ભાગ્યશાલીમાં આવા ગુણાદિ હોવા સહજ છે.” રાજાને લાગ્યું કે આ સહેલાઈથી વશ થઈ જશે એટલે તેણે દાસી દ્વારા પોતાનો અભિપ્રાય કહેવરાવ્યો.
આ સાંભળતા જ જાણે માથામાં જોરનો માર વાગ્યો હોય તેમ ક્ષણવાર તો મદનરેખા મૂઢ થઈ ગઈ. અરે ! આ શું? પાણીમાંથી અગ્નિ ! ઘરમાં જ ભય? આ વાત્સલ્ય નહિ પણ કામરાગ હતો? તરત સ્વસ્થ થઈ તેનું મુખ ખેદ અને વિષાદથી ભરાઈ ગયું હતું. દાસી સમજી ગઈ કેબાઈ પાણીદાર ને જાજરમાન છે. તે સામું જોઈ શકતી નહોતી, મદનરેખાએ કહ્યું “દાસી, મને આશા નહોતી. હવેથી તારે મારી પાસે આવવાનું નથી. હું જાણું છું કે તું દાસી છે. પણ ઈચ્છાઓની દાસતા ત્રણે લોકનું દાસત્વ છે. નારીમાં એકમાત્ર વિશ્વવિખ્યાત શીલનો ગુણ છે અને તેથી જ તેનું થોડું ઘણું પણ મહત્ત્વ છે, જો તે પણ લુપ્ત થાય તો જીવ વિનાના શરીરની જેમ બધું વ્યર્થ છે. દાસી