________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૧
એક વનખંડમાં વૃક્ષ પર સારો મજાનો માળો બાંધી સુધરી આનંદથી રહેતી હતી. તેણે એકવાર વરસાદથી પલળીને ધ્રુજતો વાંદરો જોયો. સૂસવાટા મારતાં પવનમાં તેના દાંત કડકડ બોલતાં ને ઠંડીથી બચવા ઘણાં ફાંફાં મારતો પણ તેને ક્યાંય સગવડ મળી નહીં. આવી દયનીય દશામાં વાનરને જોઈ સુઘરીએ કહ્યું-વાનરભાઈ ! તમારે તો મજાના હાથપગ છે. તમે તો મારા કરતાં પણ વધારે સારું રહેણાંક બનાવી શકો. વરસાદમાં પલળો છો તેના કરતાં સ્થાન બનાવી લો ને' આ સાંભળતાં વાંદરાનો પીત્તો ગયો, દાંત કચકચાવતો ને આંખના ભવાં ચડાવતો બોલ્યોઅરે ! સોય જેવા અણિયાળા મોં વાળી, દુષ્ટ આચરણવાળી પોતાની જાતને પંડિત કહેનારી! હું ભલે ઘર બાંધવામાં કુશળ ન હોઉં પણ ઘર ભાંગવામાં તો ચતુર અને સમર્થ છું.' એમ કહી ઝડપથી ઝાડ પર ચડ્યો. સુઘરી જીવ લઈ નાઠી. ને સામા ઝાડે બેઠી. તેના જોતાં વાંદરાએ તેનો માળો વીંખી પીંખીને વેર-વિખેર કરી નાંખ્યો. સુઘરી બિચારી મનમાં સમસમી રહીને શિખામણ આપવાનું ફળ ભોગવી રહી.
ઇત્યાદિ વિચાર કરી વૃદ્ધહસે મૌન સેવ્યું. રમૂજે ચઢેલા હંસોની વાતનો તેણે ઉત્તર આપ્યો નહીં. સમય જતાં તે વેલ વધતી વધતી ઝાડને વીંટળાઈ ઠેઠ ઉપર સુધી પહોંચી ગઈ. આ ઝાડ એકદમ સીધું ને ઊંચું હોઈ કોઈ તે ઝાડ પર ચડી શકતું નહીં પણ આ વેલ તો હવે ઘણી મજબૂત દોરડા જેવી થઈ ગઈ હતી. એક પારધીની નજર પડી. તેણે વેલ સુદઢ જોઈને માંડ્યું વૃક્ષ પર ચડવા. હંસલા તો ચણવા ગયેલા. પારધીએ ઉપર જાળ બાંધી દીધી. સાંજ પછી હંસના ટોળા પાછા ફરવા લાગ્યા. ઝાડ પર બેસતા ગયા તેમ જાળમાં સપડાતા ગયા, ને ફસાઈ ગયા પછી, રાડારાડ કરી વન ગજવવા લાગ્યા. પણ એમને કોણ બચાવે? તેમની દુર્દશા જોઈ વૃદ્ધ હંસે કહ્યું“મેં તમને ત્યારે જ કહેલું કે – “વેલના અંકુરને વધવા ન દો. પણ તે વખતે તમે મારી વાત હસવામાં કાઢી નાંખી. ત્યારે સાવ કોમળ દેખાતી વેલ આજે દોરડાથી પણ મજબૂત થઈ ગઈ છે.” હસો બોલ્યા - “અમને તો વેલ ઘણી ગમી હતી. તેમાં બેસવા- સૂવા ને ઝુલવાની મોજ પડશે ને. એની છાયામાં આપણે વધારે સ્વસ્થ રહીશું. એવા વિચારે અમે વેલને તોડી નહીં. આ તો જેના ભરોસે-શરણે રહ્યા તેણે જ ભયમાં મૂક્યાં, તમે કહો તેમ કરીશું પણ આમાંથી ઉગરવાનો કોઈ ઉપાય હોય તો જણાવો. કહ્યું છે કે સાત ધાતુથી બંધાયેલું આ શરીર ચિત્તને આધીન છે. જો ચિત્ત નાશ પામે (અસ્થિર થાય) તો ધાતુઓ પણ નાશ પામે છે. માટે મનને યત્નપૂર્વક સ્વસ્થ અને નિર્મળ રાખવું. કારણ કે સ્વસ્થ ચિત્તમાં જ સારી બુદ્ધિઓ- સારી વિચારસરણી ઉત્પન્ન થાય છે અને બુદ્ધિથી જ કાર્યો સંપન્ન થાય છે.” વૃદ્ધ હંસે વિચાર કરીને કહ્યું કે- “જ્યારે પારધી પકડવા આવે ત્યારે ગળું ઢીલું મૂકી મુડદાની જેમ પડ્યા રહેજો. તમને મરેલા માની નીચે ઉતરી એ જાળ ખોલી નાખશે અથવા બધાને બહાર કાઢી મૂકશે.
બાન-૧૩