________________
૧૨૬
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૧
પ્રતિષ્ઠિત કરાવી અપૂર્વ લાભ લીધો. બપ્પભટ્ટસૂરિજી ગોપગિરિમાં હોય તો આમરાજા તેમને મળ્યા વિના રહે નહીં. કાં તો રાજા ઉપાશ્રયે આવે અથવા આચાર્યશ્રી રાજમહેલમાં પધારે. ધર્મ, નીતિ, રસ, અલંકાર, છંદ જયોતિષ, વ્યાકરણ, કાવ્ય, કોષ, ન્યાયાદિ વિસ્મય પમાડે તેવા જ્ઞાનમય વાર્તા વિનોદમાં રાજાના દિવસો અતિ આનંદમાં વીતતા હતા.
એકવાર મધ્યાહુને રાણીવાસમાં આવેલા રાજાએ પટરાણીને લજ્જાથી લાલ મુખ અને શૂન્યભાવાળી જોઈ. થોડીવારે તેઓ રાજસભામાં આવ્યા, ત્યાં શ્રી બપ્પભટ્ટસૂરિજી પણ આવી પહોંચ્યા. રાજાએ નમન કરી મોઘમમાં જ સમસ્યાનું પદ કહ્યું કે :
_ 'अज्जवि सा परितप्पइ कमलमुही अत्तणो पमाएण' (હજી પણ તે કમલમુખી પોતાના પ્રમાદથી ખેદ પામે છે) આ પૂર્વપદના ઉત્તરમાં આચાર્યશ્રીએ તરત જ ઉત્તરપદ આમ કહ્યું -
'पुव्वविबुद्धेण तए जीसे पच्छाइअं अंग' | (કારણ કે પહેલા જાગેલા રાજાએ સૂતેલી રાણીના ઉઘાડા અંગ ઢાંક્યા-તે જાણી રાણી હજી લજ્જાથી ખેદિત છે.)
આચાર્ય બપ્પભટ્ટસૂરિજીની આવી અવગાહન શક્તિથી રાજા આશ્ચર્ય અને લજ્જા પામ્યો. વળી એક દિવસ આમરાજાએ ગુરુને કહ્યું.
'बाला चंकमंती पए पए कीस कुणए मुहभंग' (યુવતી (રાણી) ચાલતી વખતે પગલે પગલે શા માટે મુખભંગ કરે ? ચાલતાં તેનું મુખ ખિન્ન કેમ થાય છે?) શ્રી બપ્પભટ્ટસૂરિ બોલ્યા
नूणं रमणपएसे मेहलिया छिवइ नहपंति (ખરેખર, ગુપ્ત ભાગમાં નખ પંકિતના તાજા ચિહનો સાથે કટિમેખલા-કંદોરો ચાલતાં ઘસાય છે તેની વ્યથાથી મુખભંગ થાય છે.)
આ સાંભળી રાજા લજ્જિત થયો, સાથે ગુરુજી પર અણગમો ને અનાદર પણ જાગ્યો. વિચક્ષણ આચાર્ય આ વાત સમજી ગયા અને તેમણે ઉપાશ્રયના દરવાજા ઉપર અન્યોક્તિનો એક શ્લોક લખી વિહાર કર્યો. શ્લોકનો અર્થ આ પ્રમાણે હતો
હે રોહણગિરિ ! અમે જઈએ છીએ. તારું કલ્યાણ થાઓ. મારાથી જુદી પડેલી આ મણિઓનું શું થાશે? એવી તું સ્વપ્નમાં પણ ચિંતા કરીશ નહીં. હે શ્રીમાનું અમે-તારી મણિઓએ તારાથી પ્રતિષ્ઠા મેળવી છે. માટે શોભાના અભિલાષી કયા રાજાઓ અમને પોતાના મુકટમાં નહીં ચઢાવ-અર્થાત્ ઓ રાજા ! તારી પાસે જ નહીં, પણ અમે જ્યાં જઇશું ત્યાંના રાજાઓ અમારા પગમાં પડશે, અમારું શું થશે? એવી તું ચિંતા કરીશ નહીં.'