Book Title: Tirthankar Charitra
Author(s): Sumermal Muni, Rohit Shah
Publisher: Anekant Bharti Prakashan

View full book text
Previous | Next

Page 7
________________ સ્વકથ્ય - છે . . . . ' તીર્થકરોનું જીવનવૃત્તાંત જૈન ઇતિહાસની બહુ મોટી મૂડી છે. અનેક જીવનવૃત્તાંતોમાં તત્કાલીન સામાજિક વ્યવસ્થાઓ અને રાજનૈતિક પરિસ્થિતિઓનું સામયિક આલેખન પણ મળે છે, તે સમયની ધાર્મિક પરંપરાઓ, દાર્શનિક માન્યતાઓ તેમજ રાજનૈતિક-સામાજિક ચેતનાનું પ્રતિબિંબ પણ સ્વાભાવિક રીતે જ પરિલક્ષિત બને છે. અનુભવી આચાર્યો તથા મુનિઓએ પોતાની અનુશ્રુતિ અને અનુભૂતિને કાવ્યબદ્ધ કરીને ભાવિ પેઢી ઉપર અત્યંત ઉપકાર કર્યો છે. પોતાની સ્મૃતિઓને દીર્ઘજીવી બનાવવાનું આ જ સૌથી યોગ્ય સાધન છે. આચાર્યો તેમજ મનીષી મુનિઓની સક્રિય સૂઝબૂઝનું આ પરિણામ છે કે આજે ભગવાન ઋષભ વિષે પણ આપણે ઘણી બધી જાણકારી ધરાવીએ છીએ. યૌગલિક સમય પછી માનવસંસ્કૃતિનો અભ્યદય કેવી રીતે થયો, કોના દ્વારા થયો, વગેરે પ્રશ્નોનાં સમાધાન આપણે આપણા ગ્રંથોના આધારે સરળતાથી મેળવી શકીએ છીએ. દષ્ટિવાદ સૂત્રનાં મુખ્ય પાંચ અંગ છે, તેમાં ચોથું અંગ ઇતિહાસનું છે. અર્થાત્ જેટલો ઇતિહાસ છે તે સમગ્ર દષ્ટિવાદને અંતર્ગત મળતું જ્ઞાન છે, તેથી ઇતિહાસનું જ્ઞાન આગમનું જ્ઞાન છે. તેની પોતાની ઉપાદેયતા છે. જેનો ઇતિહાસ નથી, તેનું કાંઈ જ નથી. પ્રત્યેક પતિ, દેશ, વર્ગ અને દર્શનનો પોતપોતાનો આગવો ઇતિહાસ હોય છે. ઇતિહાસના આધારે જ વ્યક્તિ પોતાની પૂર્વેની સ્થિતિઓનું અધ્યયન કરી શકે છે અને આગળ વધવાની પ્રેરણા પામી શકે છે. ઉપાધ્યાયે પોતાના શિષ્યોને પૂછ્યું, “શિષ્યો ! મધુર છે, પરંતુ મિષ્ટાન્ન નથી. નિર્જીવમાં જીવ પૂરી શકે છે, પરંતુ ઔષધ નથી. દ્ધયમાં રંજન પેદા કરી શકે છે, પરંતુ નાટક નથી. કહો તે શું હશે?' એક વિદ્યાર્થીએ તરત ઉત્તર આપ્યો, “ગુરુજી, ઇતિહાસ !” સાચે જ, ઇતિહાસ મધુર છે, સંજીવની છે. તેની જાણકારી તમામ દષ્ટિએ ઉપયોગી છે. કેટલીક જાણકારી શ્વેતામ્બર તેમજ દિગમ્બર ગ્રંથોમાં તીર્થકરોનાં જીવનવૃત્તાંત કેટલાક તફાવત ધરાવે છે. શ્વેતામ્બર આગમ ગ્રંથ ભગવાનના ગર્ભમાં આવ્યા પછી માતાને આવતાં સ્વપ્નોની સંખ્યા ચૌદ માને છે જ્યારે દિગમ્બર ગ્રંથોમાં તેની સંખ્યા સોળ માનવામાં આવે છે. કલ્પસૂત્રમાં સ્વપ્નોનાં નામ આ મુજબ બતાવેલાં છે : (૧) ગજ, (૨) સિંહ, (૩) વૃષભ, (૪) લક્ષ્મી,

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 268