Book Title: Tirthadhiraj Shree Shatrunjay
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 5
________________ XIAH /રખ્યાત મારા ITIHORITERINGભ્યારણા રાગના રાજારા જ્ઞાનના વલભીપતિ મિત્રરાજ શીલાદિત્ય પંચમના સમયે (આઠમા શતકમાં) ફરીને તે જેનોને આધીન થયું હોવાનું જણાય છે. આઠમા-નવમાં શતકના “કુવલયમાલા” (વિ. સં. ૮૩૪ ઈ. સ. ૭૭૮) અને “ચઉપન્ન મહાપુરિસચરિયં” (વિ. સં. ૯૨૫ ઈ. સ. ૮૬૯ ) આદિ જૈનકૃત છે સાહિત્યમાં શત્રુંજયનાં સિદ્ધાયતનોનો ઉલ્લેખ આવે છે. તે જ અરસામાં ગોપગિરિરાજ આમ અને બપભદિસૂરિએ ગિરિરાજની યાત્રા કર્યાના પણ “પ્રભાવચરિત્ર' (વિ. સં. ૧૩૩૪ ઈ. સ. ૧૨૭૮) સરખા પશ્ચાત્કાલીન છે પ્રબંધાત્મક ગ્રંથમાં ઉલ્લેખો પ્રાપ્ત થયા છે. ને વિ. સં. ૧૦૬૪ (ઈ. સ. ૧૦૦૮) માં તો પર્વત પર ભગવાન આદીશ્વરનું મંદિર વિદ્યમાન હતું જ, તેવું ગિરિસ્થ ગણધર પુંડરીકની પ્રતિમા પરના લેખ પરથી સિદ્ધ થઈ જાય છે. આ તીર્થની ચૌલુક્ય-ચક્રવર્તી જયસિંહ સિદ્ધરાજ તેમ જ તેના અનુગામી ગુર્જરેશ્વર મહારાજ કુમારપાળે પણ યાત્રા કરી છે. સિદ્ધરાજે તો, આશુક મંત્રીના અનુરોધથી, શત્રુંજયને બાર ગામનું શાસન કરી આપ્યાના પણ તેરમાથી લઈ પંદરમા-સોળમાં શતક સુધીના પ્રમાણભૂત પ્રબંધાત્મક ઉલ્લેખ પ્રાપ્ત થયા છે. મંત્રીઓ અને શ્રેષ્ઠીઓએ ઊભાં કરેલાં મંદિરે સોલંકીયુગમાં ઉદયનપુત્ર અમાત્ય વાગભટ્ટ અને મહામાત્ય વસ્તુપાલ-તેજપાલ, કચ્છકેસરી જગડુશાહ, સંઘપતિ પેથડ ને માંડવગઢના પીથડ મંત્રી સરખા અમાત્ય-શ્રેષ્ઠીવરએ ગિરિરાજ પર દેવાલયનાં નિર્માણ કર્યા છે. મુસ્લિમ યુગના પ્રારંભમાં ઉકેશગચ્છીય શ્રાવકો અને ખરતરગચ્છના આચાર્યો તેમ જ શ્રાવકો, ને મુઘલયુગમાં ખંભાત, અમદાવાદ, જોધપુર અને જામનગરના શ્રેષ્ઠીઓએ નવાં જિનાલયોનો ઉમેરો કર્યો છે, તો અંગ્રેજીયુગમાં અમદાવાદ, મુંબઈ, સુરત, રાધનપુર આદિના જૈન મહાજનોએ ખૂબ ધન વ્યય કરી શત્રુંજયના છેલ્લા તબક્કાના મંદિર-સમૂહો ઊભા કર્યા છે. ધાર્મિક દૃષ્ટિએ અત્યંત મહત્ત્વપૂર્ણ મનાતા આ તીર્થ પર કલા અને સ્થાપત્યની દષ્ટિએ પણ મૂલ્યવાન કહી શકાય તેવાં જિનભવનનાં નિર્માણ થયાં હતાં, જે વિષે અહીં જોઈશું. રામાન્યE ITE' Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34