Book Title: Tirthadhiraj Shree Shatrunjay
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 9
________________ souછે Weee Nee Nee Newesweswege કાળમાં તે “કુંતાસર” નામથી ઓળખાતું. ( આ સરોવરની પાળે, હું મંત્રીશ્વર વસ્તુપાળની અગ્નિદાહભૂમિ પર, મંત્રી તેજપાળે “સ્વર્ગારોહણ પ્રાસાદ બંધાવી તેમાં નમિ-વિનમિ સમેત ભગવાન ઋષભદેવની પ્રતિમાની સ્થાપના કરેલી.) વાઘણપળમાં મંદિરને સમૂહ અહીંથી દક્ષિણ તરફ આગળ વધતાં “સગાળપોળ આવે છે. અહીં પણ જૂના ખખડધજ દરવાજાને સ્થાને ઉત્તર, મનોરમ કોતરણીવાળા રે દ્વારનું શેઠ આણંદજી કલ્યાણજી તરફથી હાલમાં જ નિર્માણ થયું છે. તે પછીને દોલાખાડીને અને નોંઘણ-કુંડનો ભાગ છોડી આગળ વધતાં “વાઘણપોળ આવે છે. વાઘણપોળનું “વ્યાઘ્રીપ્રતોલી” નામ ચૌદમા શતકમાં પ્રચલિત હતું તેવું જિનપ્રભસૂરિએ “વિવિધતીર્થકલ્પ'માં નોંધેલ આખ્યાયિકા પરથી જણાય છે. આ પોળ મૂળ મંત્રીશ્વર વસ્તુપાળે વિ. સં. ૧૨૮૮ (ઈ. સ. ૧૨૩૨) માં બંધાવેલ, અને થોડા સમય છે પહેલાં સમારકામમાં તેનો અસલી ભાગ-મંત્રીધરના જૂના બે શિલાપ્રશસ્તિ -લેખો સાથે-નીકળી આવેલો. આ કારનું પણ નવનિર્માણ થોડાં જ વર્ષ પહેલાં શેઠ આણંદજી કલ્યાણજી તરફથી થયું છે. વાઘણપોળની અંદર પ્રવેશતાં જ મંદિરોનો વિશાળ સમુદાય છે દષ્ટિગોચર થાય છે. આ સારીયે ટ્રક આજે “વિમલવશી”ની ટ્રકના નામે ઓળખાય છે. વાઘેલાયુગમાં વાઘણપોળની જમણી બાજુએ, હાલ જ્યાં કેશવજી નાયકનું આધુનિક મંદિર છે તે સ્થાને, રેવતાચલાવતાર ભગવાન નેમિનાથનું મંદિર શોભી રહ્યું હતું, અને ડાબી બાજુએ આજે છે તે દમણુવાળા હીરાચંદ રાયકરણ શેઠના શાંતિનાથના મંદિરને સ્થાને સ્તંભનપુરાવતાર પાર્શ્વનાથનું મંદિર હતું. આ બંને તીર્વાવતારજિનાલય મહામાત્ય વસ્તુપાલે બંધાવેલાં હતાં. ત્યાંથી આગળના ભાગમાં મંત્રીશ્વરનાં બંધાવેલ “ઈન્દ્રમંડપ” અને “નંદીશ્વરદ્વીપત્ય પણ હતાં; અને તે ચારે રચનાઓ પંદરમા-સેળમા શતક સુધી તો વિદ્યમાન હતી, પણ તે પછીના ગાળા દરમિયાન એ લુપ્ત થઈ છે. શેઠ હીરાચંદ રાયકરણે બંધાવેલ શાંતિનાથના મંદિરે યાત્રિકે ચૈત્યવંદના કરીને પછી આગળ વધે છે. ANAPASWAMINATESTCWwe w e PATEIKeeg :5. * Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34