Book Title: Tirthadhiraj Shree Shatrunjay Author(s): Anandji Kalyanji Pedhi Publisher: Anandji Kalyanji Pedhi View full book textPage 8
________________ °°°°° મ pococc Jain Education International (ઈ॰ સ૦ ૧૬૮૫)માં સ્થપાયેલ પગલાં આવે છે. તે પછી કુમારકુંડ, હીંગળાજના હુડા, કલિકુંડ પાર્શ્વનાથનાં પગલાં, છાલાકુડ, શ્રીપૂયની દેરી, પદ્માવતીની દેરી, ગુરુપાદુકાની દેરીએ, દ્રાવિડ-વારિખિલ્લુની દેરી, હીરાબાઈ ના કુંડ, ભુખણદાસના કુંડ, તે પછી રામ, ભરત, શુકરાજ, શૈલ'કાચાય અને થાવચ્ચાપુત્ર એમ પાંચ મૂર્તિ ધરાવતી (આજે પાંચ પાંડવેાની મનાતી) દેરી જેવાં નાનાં-નાનાં તીર્થો આવે છે; અને ત્યારબાદ હનુમાન-દ્વાર આવે છે. અહીંથી શત્રુજયનાં શૃંગા પર વિરાજમાન મદિરાનું, અંતરિક્ષસ્થ દેવનગરી જેવું, દિવ્ય દૃશ્ય દૃષ્ટિગેાચર થાય છે. એ રસ્તા આ સ્થળેથી ઉપર જવાના એ રસ્તા ફંટાય છે. એક રસ્તા શત્રુંજયના ઉપરના ભાગે આવેલ બે શિખરા પૈકી ઉત્તર બાજુના શૃંગ તરફ નવ ટૂંક પ્રતિ વળે છે; જ્યારે બીજો, આજે મુખ્ય મનાતા રસ્તા, આદીશ્વરવાળા મદિર તરફ જાય છે. પ્રાચીન યાત્રાવિધિ અનુસાર તા, યાત્રાર્થે જતા સંઘા પહેલાં નવમૂકવાળા ઉત્તર શૃંગ તરફ થઈ, પછી આદીશ્વરદેવના શૃંગ તરફ વળતા. હાલમાં પણ જ્યારે સંઘ આવે છે, ત્યારે પહેલાં નવ મૂકના રસ્તે જ જાય છે; અને ત્યાં થઈ ને પછી આદીશ્વરના દેરાસરે જાય છે. == હનુમાન-દ્વારથી આગળ વધતાં રામપાળ આવે છે. પુરાણા યુગના યાત્રિકાએ આને ‘સિંહદ્વાર' કહ્યું છે. આ રામપાળના જૂના જરિત દરવાજાને સ્થાને શેઠ આણંદજી કલ્યાણજી તરફથી હાલમાં જ નવું પાકા પથ્થરનુ` રમણીય કાતરણીવાળું દ્વાર કરવામાં આવ્યું છે. રામપેાળની અંદરનાં સ્થાપત્યેા અને સ્મારકા રામપાળથી આદીશ્વર પ્રભુના દેરાસર તરફ જવાના માર્ગે જમણી તરફ ઔરગાબાદવાળા શેઠ મેાહનલાલ વલ્રભદાસનું પંચશિખરી મદિર અને બીજું સુરતના શેઠ દેવચંદ કલ્યાણચંદનું ત્રણ શિખરવાળું મંદિર તેમ જ મેાતીશા શેઠની મહાન ટ્રકનાં દેવાલયાને સમુદાય આવે છે. અગાઉ મેાતીશાની ટ્રકને સ્થાને મંત્રી તેજપાળે પેાતાની પત્ની અનુપમાદેવીના નામથી બંધાવેલ ‘અનુપમા-સાવર' હતું; પાછલા M K For Personal & Private Use Only AMILY www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34