Book Title: Tirthadhiraj Shree Shatrunjay Author(s): Anandji Kalyanji Pedhi Publisher: Anandji Kalyanji Pedhi View full book textPage 6
________________ ပိုင် m ૦૦૦૦૦૦ Jain Education International Marathon સુસ્લિમ આક્રમણા આ તીર્થના મુસ્લિમ આક્રમણેા દરમિયાન ભંગ પણ થયેલા છે. પરમારપતિ ભાજદેવની સરસ્વતીક'ઠાભરણ સભાના એક અગ્રિમ સદસ્ય, જૈનકવિ ધનપાલે પાલિતાણાના ભંગ (મહમૂદ ગઝનવીની ચઢાઈ સમયે ?) થયાનું નેાંધ્યું છે અને તે પછી વિ॰ સ૦ ૧૩૬૯ (ઈ॰ સ૦ ૧૩૧૩)માં, ખિલજી અલખાનની ચઢાઈ વખતે, અને ત્યારબાદ સલ્તનતકાળે તેમ જ કદાચ મુઘલ શહેનશાહ ઔર’ગઝેબના સમયમાં, તીના ભગ થયેલેા. તેથી પતસ્થ ઘણીક પ્રાચીન દેવપ્રતિમાએ અને પુરાણાં જિનાગારાના નાશ થયા. કેટલાંક પ્રાચીન જીણુ અને ખંડિત મદિરા જીર્ણોદ્ધારકાએ દૂર કરી તે સ્થળે નવાં ખાંધ્યાં. આ કારણસર વસ્તુપાલ-તેજપાલના સમયનાં તમામ, તેમ જ તેમના કાળ પૂર્વેનાં ( એક યુગાદેિદેવના મંદિરને છેડતાં ) બધાં જ મદિરા દુર્ભાગ્યે વિનષ્ટ થયાં છે; છતાં જે કંઈ બચ્યું છે તે જૈન કલા અને સ્થાપત્યના અણુમાલ વારસે છે, અને રાષ્ટ્રની વિરલ સંપત્તિમાં તેનું સ્થાન છે. શત્રુજય પરનાં વિદ્યમાન જિનભવનેાનુ' પશ્ચિમ ભારતની સેાલ કી અને અનુસાલ કીકાલીન ‘ મારુ-ગુર્જર' શૈલીમાં નિર્માણ થયું છે, જેના વિષે આગળ ઉપર જોઈશું.... ચૌદમા શતકના મુસ્લિમ આક્રમણ પછીના જીર્ણોદ્ધારકામાં જોઈએ તેા પાટણનિવાસી રાજમાન્ય એસવાળ શ્રેષ્ડી સમરસિંહ અથવા સમરાશા વિ॰ સ૦ ૧૩૭૧ (ઈ॰ સ૦ ૧૩૧૫), અને ચિતાડનિવાસી શેઠ કર્માશા વિ॰ સં૦ ૧૫૮૭ (ઈ॰ સ૦ ૧૫૩૧)નાં નામ પ્રસિદ્ધ છે. જૈન અનુશ્રુતિ અનુસાર તેઓ અનુક્રમે પદરમા તથા સાળમા ઉદ્ધારકા ગણાય છે. શત્રુંજયના પહાડની તળેટીમાં આવેલ પાલિતાણા શહેર પણ પ્રાચીન છે; અને તેનું નામકરણ ઈસ્વીસનના આરંભકાળની સદીએ આસપાસ થઈ ગયેલા જૈનાચાર્ય પાદલિપ્તસૂરિના નામ પરથી પડયું જણાય છે. ખારમા શતકના મધ્યભાગમાં કુમારપાળના મંત્રી વાગ્ભટ્ટે તળેટીની સમીપ ‘કુમારપુર’ નામનું ગામ વસાવી તેમાં કુમારપાળના પિતા For Personal & Private Use Only -24 243 www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34