Book Title: Tirthadhiraj Shree Shatrunjay Author(s): Anandji Kalyanji Pedhi Publisher: Anandji Kalyanji Pedhi View full book textPage 4
________________ ડાન્નકન્નાન્ન PPT TET-1 જના) તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ( ટૂંક પરિચય) E=TTERTE TET,TAT,T-0T- TET સૌરાષ્ટ્રના અગ્નિકેણમાં આવેલ “શત્રુંજયગિરિએ આગમમાન્ય સિદ્ધક્ષેત્ર તેમ જ પરંપરા પ્રતિષ્ઠિત જૈન મહાતીર્થ છે. ગણધર પુંડરીકાદિ મહાત્માઓની મુક્તિભૂમિ અને પ્રથમ તીર્થકર ભગવાન શ્રી યુગાદિદેવના મહામંદિરથી વિભૂષિત આ સર્વાધિક મહત્ત્વ ધરાવતા જૈન તીર્થ ધામ પર તેરમા શતકના ત્રીજા ચરણમાં ધર્મઘોષસૂરિએ અને વિસં. ૧૩૭૧ (ઈ. સ. ૧૩૧૫) બાદ જિનપ્રભસૂરિએ, પુરાણી જૈન અનુશ્રુતિઓ અને એતહાસિક ઘટનાઓના આધારે, ધાર્મિક તેમ જ ઐતહાસિક દષ્ટિએ મહત્ત્વના કહી શકાય તેવા, પ્રમાણભૂત “કો રચ્યા છે. આ પરમપ્રભાવક અને પુનિત સિદ્ધાચલતીર્થની યાત્રાએ મોટી સંખ્યામાં સંઘે આવી ગયા છે. યાત્રિક મુનિઓ અને યાત્રાર્થે ગયેલાં શ્રાવક-શ્રાવિકાઓની, ઉપાસકોની સંખ્યાનો તો અંદાજ જ નીકળી શકે તેમ નથી. યાત્રાકારોએ શત્રુંજયતીર્થ અને તીર્થનાયક આદીશ્વર ભગવાનને ઉદ્દેશીને ઘણાં સ્તવનો, સ્તોત્રો ને ચેત્યપરિપાટીએ રચ્યાં છે. અનેક જૈન તીર્થોની વંદના અને યાત્રાને આવરી લેતી બૃહદ તીર્થમાળાઓમાં પણ પુંડરીકગિરિનો સામાન્યતઃ સમાવેશ થતો જ રહ્યો છે. ઐતિહાસિક ઉલ્લેખે “જ્ઞાતાધર્મ કથા” અને “અંતકૃતદશાસૂત્ર” સરખા જૈન આગમોમાં ઉલ્લિખિત આ પુણ્યગિરિ પર, ઇતિહાસકાળમાં, જિનમંદિરો ક્યારથી બંધાવા લાગેલાં તે પર હાલ સંશોધન ચાલી રહ્યું છે. પશ્ચાત્કાલીન પ્રબંધાત્મક નોંધોમાં મૌર્યરાજ સંપ્રતિ, આંધ્રપતિ સાતવાહન અને શકારિ વિક્રમાદિત્ય જેવા રાજેન્દ્રો અને મહુવા-મધુમતીના શ્રેષ્ઠી જાવડિશાહ આ તીર્થના ઉદ્ધારકો થયા હોવાનું જોવા મળે છે. આગમયુગ પછી કેટલાક કાળ વીયે, મિત્રકયુગના પૂર્વાર્ધ માં, શત્રુંજય પર્વત બૌદ્ધોના હાથમાં ચાલ્યા ગયાની પશ્ચાતકાલીન અનુકૃતિ છે. પણ તે પછી TY ITI-T7+ STYLEY-SH-I5OTE: THE -TETTATTET SITE 2008 , I:-EL:- RIPT Terr aceme Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34