________________
સૂ૦ ર૪]. स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
३६१ चिन्त्यमानाः स्तम्भकुम्भादयस्ताननुमानेनावगच्छति । कथम् ? उच्यते-अस्यैतानि मनोद्रव्यणि अनेनाकारेण परिणितानि लक्ष्यन्ते अतः स्तम्भादिश्चिन्तितः, तस्य परिणामस्य स्तम्भाद्यविनाभावात्, न पुनः साक्षाद् बहिर्द्रव्याणि जानीते इति, क्षयोपशमवैचित्र्यात्, कस्यचित् तदेवं मनःपर्यायज्ञानं भवति येन सामान्यं घटमात्रं चिन्तितमवगच्छति तच्च ऋजुमतिर्मनःपर्यायज्ञानम् । अपरस्य तु तदावरणीयकर्मक्षयोपशमोत्कर्षापेक्षयैवंविधं भवति तद् विपुलमतिर्मन:पर्यायज्ञानम्, उभयमपीन्द्रियानिन्द्रियनिरपेक्षम्, घटमात्रावच्छेदि प्रथमम्, થાય છે કે જે જ્ઞાન વડે તે સાધુ મનુષ્યલોકમાં (અઢી દ્વીપમાં) રહેલાં મન:પર્યાપ્તિવાળા અર્થાત્ પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય જીવોના મનના પર્યાયોનું આલંબન કરે છે એટલે કે મુખ્યરૂપે (સાક્ષા) જાણે છે. જયારે ચિંતનનો વિષય બનેલાં અર્થાત્ જીવ જેનું ચિંતન કરે છે તે સ્તંભ-થાંભલો, કુંભ-ઘડો વગેરે પદાર્થો છે, તેને અનુમાનથી જાણે છે.
* મન:પર્યાયજ્ઞાની શી રીતે બાહ્ય-વિષયને જાણે? એક પ્રશ્ન : શી રીતે જાણે છે? જવાબ : જુઓ, મન:પર્યાયજ્ઞાની મહાત્મા આ પ્રમાણે અનુમાન કરે છે કે, આ મનન કરનાર જીવના મનો-દ્રવ્ય આવા આકારે પરિણમેલાં જણાય છે, આથી આના વડે સ્તંભ વગેરે વસ્તુ વિચારાઈ છે. કારણ કે, આના મનોદ્રવ્યના પરિણામ એટલે અમુક ચોક્કસ આકાર રૂપ અવસ્થા એ સ્તંભ વગેરે વસ્તુને અવિનાભાવી છે અર્થાત્ સ્તંભાદિ વસ્તુને છોડીને સંભવી શકતી નથી. અર્થાત્ જ્યારે સ્તંભ વગેરે પદાર્થોનું ચિંતન કરાય છે, ત્યારે જ મનોવર્ગણાના = મનોદ્રવ્યના આવા અમુક ચોક્કસ પરિણામ = આકાર થાય છે. આમ મનોદ્રવ્યના પરિણામ = આકાર વિશેષ એ સ્તંભ આદિના પદાર્થનું ચિંતન કરાવે છતે જ ઘટે છે, માટે તે મનોદ્રવ્યના પરિણામને મન:પર્યાયજ્ઞાન વડે સાક્ષાત્ જોઈને મન પર્યાય જ્ઞાની મહાત્મા “અમુક જીવે તંભ, કુંભ આદિનું ચિંતવન કરેલું છે.” એમ અનુમાનથી જાણે છે. પરંતુ સાક્ષાત્ સ્તંભ વગેરે બાહ્ય દ્રિવ્યોને = પદાર્થોને જાણતા નથી.
વળી મન:પર્યાય-જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમની વિચિત્રતા-વિભિન્નતાના કારણે કોઈ જીવને એવું મન:પર્યાય જ્ઞાન થાય છે કે જેના વડે તેઓ બીજાએ ચિંતવેલ ફક્ત ઘડા રૂપ સામાન્ય અર્થને જાણે છે અને તે ઋજુમતિ મન:પર્યાયજ્ઞાન કહેવાય છે. જ્યારે બીજા મહાત્માને મન:પર્યાય-જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ ઉત્કર્ષવાળો (ઉત્કૃષ્ટ) થવાના કારણે
૨. સર્વપ્રતિપુ !
ઈનિં. . . ૨. પતિષ, નૈ. I રેવંવિધંમુ. |