Book Title: Tattvarthadhigam Sutra Part 02
Author(s): Ratnavallabhvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 569
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ૫૫૬ ગંધ વગેરેનું ગ્રહણ થાય છે. કારણે ગંધાદિ દ્રવ્યો શબ્દની અપેક્ષાએ અલ્પ છે, સ્થૂળ છે અને અભાવુક છે. તથા શ્રોત્રેન્દ્રિયની અપેક્ષાએ ઘ્રાણેન્દ્રિયાદિ અચપળ-અકુશલ છે. પ્રશ્ન ઃ જો સ્પર્શ થયા પછી બદ્ધનું ગ્રહણ કરે છે, તો સ્પષ્ટબદ્ધ (પુક-વૃદ્ધ) એવો પાઠ કહેવો યોગ્ય છે ? જવાબ : સૂત્રની ગતિ વિચિત્ર હોવાથી ‘બદ્ધ સૃષ્ટ’ આવો પાઠ કહેલો છે. બાકી અર્થની અપેક્ષાએ તો પૂર્વે કહ્યા પ્રમાણે જ છે, એમ જાણવું. આમાં ચક્ષુરિન્દ્રિય છે તે વિષયને પ્રાપ્ત કર્યા વિના જ અર્થાત્ વિષય સાથે સંબંધ કર્યા વિના જ ગ્રહણ કરે છે. ગાથામાં ‘પુનઃ’ શબ્દ છે તે વિશેષ અર્થ જણાવનારો છે. આથી અસ્પષ્ટ વસ્તુ પણ યોગ્ય પ્રદેશમાં હોય તો જ જુએ છે, પણ અયોગ્ય દેશમાં રહેલ સૌધર્મ-દેવલોકાદિ અથવા કટ-કુટી આદિ વડે વ્યવહિત ઘડાને જોઇ શકતી નથી. = સૂ.૧૮, પૃ.૩૦૩, પં.૧૪ કેટલાક અર્થાવગ્રહથી જ જ્ઞાન માને છે પણ તેની પૂર્વે થતાં વ્યંજનાવગ્રહને જ્ઞાન માનતા નથી. આથી તેને સ્પષ્ટ કરવા માટે ટીકામાં વ્યંજનાવગ્રહમાં સ્પર્શનાદિ ઉપકરણ ઇન્દ્રિય સાથે સંશ્લેષ જોડાણ પામેલ સ્પર્શાદ રૂપે પરિણમેલ જે (ઘટ, પટાદરૂપ) પુદ્ગલોનો સમૂહ હોય ત્યારે અવ્યક્ત-વિજ્ઞાન હોવાથી તેને પણ જ્ઞાન કહેલું છે. વસ્તુતઃ વ્યંજનાવગ્રહકાળે જ્ઞાનાભાવ માનીએ તો પણ ‘કંઇક છે' એવા અવગ્રહ રૂપ જ્ઞાનનું કારણ હોવાથી તે વ્યંજનાવગ્રહને પણ ઉપચારથી જ્ઞાન કહેવાય છે, એમાં કોઇ બેમત નથી. પરંતુ વ્યંજનાવગ્રહના સમયે જ્ઞાનનો સદ્ભાવ માનીને પણ વિશેષાવશ્યકમાં બીજુ સમાધાન કરેલું છે. ઇન્દ્રિય-વિષયના સંયોગરૂપ વ્યંજનાવગ્રહના કાળે જીવમાં જ્ઞાન અત્યંત અલ્પ હોય છે આથી અવ્યક્ત હોય છે. આથી પોતાના સંવેદનથી પણ પ્રગટ કરી શકાતું નથી. આ જ્ઞાન શી રીતે અવ્યક્ત હોય છે ? તેના જવાબમાં કહેલું છે કે, સૂતેલાં, મૂચ્છિત વગેરે અવસ્થાવાળા જીવની જેમ સૂક્ષ્મબોધ હોય છે. વળી તે સુપ્ત વગેરે જીવોને તે સૂક્ષ્મ બોધનો સ્વયં ખ્યાલ આવતો નથી, અનુભવાતો નથી. છતાં પણ કેટલાંક સૂતેલાં જીવો પણ સ્વપ્રની અવસ્થામાં કંઇક બોલતા હોય છે, તેઓને બોલાવાય તો ઓઘથી વચનઉચ્ચાર કરે છે. તથા સંકોચ, પ્રસરાદિ ચેષ્ટા કરે છે. છતાં ત્યારે તે ચેષ્ટાને તેઓ જાણતાંઅનુભવતાં નથી અને જાગૃત થયા છી તેનું સ્મરણ પણ કરતાં નથી. પ્રશ્ન ઃ તો પછી તે ચેષ્ટાઓથી તેમને જ્ઞાન હોય છે એવું શાથી જણાય છે ? જવાબ : જે કારણથી તે વચન વગેરે ચેષ્ટાઓ અમતિપૂર્વક થતી નથી અર્થાત્ પૂર્વે મતિ જ્ઞાન થયા વિના થતી નથી, કિંતુ મતિપૂર્વક જ થાય છે.

Loading...

Page Navigation
1 ... 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604