________________
૫૫૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
સૂ.૮, પૃ.૨૧૩, ૫.૨૪ સ્પર્શન-દ્વારમાં કેવળી-સમુદ્દાતની પ્રક્રિયા :
दण्डं प्रथमे समये कपाटमथ चोत्तरे तथा समये । મન્થાનમથ તૃતીયે, નોવ્યાપી ચતુર્થે તુ ર૭રૂા
:
ભાવાર્થ : જે કેવળી ભગવંતને વેદનીય-નામ-ગોત્ર એ ત્રણ કર્મો પોતાના આયુષ્યકર્મ કરતાં ઘણા અધિક હોય તે ભગવાન ઉક્ત ત્રણકર્મોને આયુષ્યની સમાન કરવા માટે કેવળી સમુદ્દાતની પ્રક્રિયા કરે છે. અર્થાત્ આ પ્રક્રિયાથી ઘણા કર્મોનો ક્ષય કરીને આયુષ્ય-કર્મની સમાન સ્થિતિવાળા બનાવે છે.
તેમાં પહેલાં સમયે પોતાના આત્મપ્રદેશોને શરીરમાંથી બહાર કાઢીને પોતાના શરીરની જાડાઇ પ્રમાણે નીચેથી ઉપર ૧૪ રાજલોક પ્રમાણ લાંબા કરે છે, ફેલાવે છે. બીજા સમયે પૂર્વ-પશ્ચિમ લોકના એક છેડાથી બીજા છેડા સુધી ફેલાવી કપાટ (પાટિયા જેવા) કરે છે. ત્રીજા સમયે ઉત્તર-દક્ષિણ એક છેડાથી બીજા છેડા સુધી આત્મપ્રદેશોને ફેલાવી મંથાન રવૈયા જેવો આકાર રચે છે. ચોથા સમયે સર્વ આંતરાઓમાં ફેલાઇ જવાથી લોકવ્યાપી બને છે. (૨૭૩)
=
संहरति पञ्चमे त्वन्तराणि मन्थानमथ पुनः षष्ठे ।
સક્ષમ તુ પાટ, સંહતિ તતોoમે ર્ઙમ્ ॥ર્૭૪॥ [પ્રશમરતિ-પ્રકરણ ] પાંચમા સમયે આંતરાઓમાં રહેલ આત્મપ્રદેશોને સંહરી લે છે. છટ્ઠા સમયે મંથાનને અને સાતમા સમયે કપાટને સંહરે છે. પછી આઠમા સમયે દંડને (તે રૂપે રહેલ જીવપ્રદેશોને) સંહરે છે. (૨૭૪)
સૂ.૯, પૃ.૨૨૮, પં.૯ મતિ વગેરે પાંચ જ્ઞાનના ઉપન્યાસના ક્રમનું રહસ્ય આ પ્રમાણે છે. મતિ અને શ્રુતજ્ઞાનના સ્વામી, કાળ, કારણ, વિષય અને પરોક્ષતા એ સમાન હોવાથી તેમ જ આ બન્નેયની પ્રાપ્તિ થયે છતે જ શેષ અવિધ વગેરે જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, માટે પહેલાં કહ્યા. તેમાં પણ મતિપૂર્વક શ્રુત થતું હોવાથી પહેલાં મતિજ્ઞાન કહ્યું છે. અથવા શ્રુતજ્ઞાન એ વિશિષ્ટ મતિજ્ઞાન જ હોવાથી મતિને પહેલાં કહ્યું. તથા કાળ, વિપર્યય, સ્વામિત્વ અને લાભ (પ્રાપ્તિ)ના સમાનપણાથી મતિ-શ્રુત પછી અવિધજ્ઞાન કહેલું છે. તથા છદ્મસ્થપણુ, પુદ્ગલરૂપ વિષય અને ક્ષાયોપશમિક ભાવના સાધારણપણાથી અવિધ પછી મનઃપર્યાય જ્ઞાનને કહેલું છે. ત્યાર બાદ સર્વજ્ઞાનોમાં પ્રધાનપણુ હોવાથી, તથા યતિ-સ્વામિત્વની સમાનતા હોવાથી અને અંતે પ્રાપ્ત થતું હોવાથી મન:પર્યાયજ્ઞાન પછી પાંચમુ કેવળજ્ઞાન કહેલું છે. એવો કોઇ જીવ થયો નથી, છે નહિ અને થશે પણ