________________
૫૪૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર માનશું તો અતિપ્રસંગ = અતિવ્યાપ્તિ આવશે. અર્થાત અન્યત્ર અનિષ્ટ સ્થળે પણ તેવા નિમિત્ત બનનારને કારણે માનવની આપત્તિ આવશે. દા. ત. કોઈજીવને સાતા-વેદનીયાદિ કર્મનો ઉદય થવાથી પણ ક્યારેક જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય વગેરે થવાથી તે કર્મક્ષયાદિ કાર્યને ઔદયિક માનવાનો પ્રસંગ આવશે. આથી પૂર્વોક્ત અભિપ્રાય નિરર્થક છે, વજુદ વિનાનો છે.
આથી નિષ્કર્ષ આ છે કે, સમ્યગદર્શનાવારક (તદાવરણીય) એવા ભાષ્યગત પ્રયોગવડે અનંતાનુબંધી આદિને જ તદાવરણીય કહેલું છે, આથી દોષ નથી. અર્થાત અનંતાનુબંધી આદિનો ઉપશમ પણ થતો હોવાથી “ઉપશમ વડે એવો જે રુચિના સાધનનો પ્રકાર છે તે પણ અહીં વાસ્તવિક રીતે ઘટે છે. - આ રીતે તદાવરણીય' ની વ્યાખ્યામાં મતાંતર જાણવો. જો કે એમ લાગે છે કે ‘તાવરણીય' એવા પ્રયોગના રૂઢ-અર્થને અનુસરવાથી સિદ્ધસેનીયા ટીકામાં સમ્યગ્દર્શનના આવારક કર્મ તરીકે જ્ઞાનાવરણીય કર્મનું ગ્રહણ કરવા ઢળ્યા છે, જ્યારે પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજે “આવરણીય’ શબ્દનો રૂઢાર્થ લેવામાં પૂર્વોક્ત અન્ય-મતનો સ્વીકાર કરવો પડે છે, તે યોગ્ય ન જણાવાથી “આવરણીય' ના યૌગિક અર્થને અનુસર્યા છે. આથી જે આવરણ કરે, ઢાંકે તે “આવરણીય' કહેવાય. આથી અનંતાનુબંધી આદિ મોહનીય કર્મપ્રકૃતિનું પણ ગ્રહણ કરવામાં બાધ આવતો નથી. સિદ્ધસેનીયા ટીકાનો અભિપ્રાય એ જ્ઞાન-દર્શનને એક માનવા તરફ દોરી જાય છે જ્યારે હારિભદ્રી ટીકાનો મત જ્ઞાનદર્શનને જુદા માનવા તરફ ઢળે છે. વસ્તુતઃ ઉક્ત બન્ને ય પ્રવાહો (માન્યતાઓ) જૈનશાસનમાં અપેક્ષા ભેદથી પ્રવર્તે છે. આગમાનુસારી દૃષ્ટિથી જ્ઞાન અને દર્શનનો ભેદ છે અને તર્કનુસારી દૃષ્ટિકોણથી અભેદ છે. આથી પૂર્વોક્ત વ્યાખ્યા-ભેદ થયો છે, એમ જણાય છે.
સૂ.૭, પૃ.૧૯૩, ૫.૧૨ સમ્યત્ત્વના ક્ષયાદિ ત્રણ ભેદો કહેલાં છે. આ ઉપરાંત આગમમાં ઉપાધિ-ભેદથી દશ પ્રકાર પણ કહેલાં છે. શ્રાવક-પ્રજ્ઞપ્તિમાં કહેલું છે કે,
किं चेहुवाहिभेया दसहावीमं पस्तवयं समए ।
ओहेण तं पिमेसिं भेयाणमभिन्नत्वं तु ॥ ५२ ॥ ટીકાર્થ વળી ઉપાધિના ભેદથી અર્થાત્ આજ્ઞાદિ વિશેષણના ભેદથી આગમમાં આ સમ્યક્ત દશ પ્રકારનું કહેલું છે. કારણકે પ્રજ્ઞાપનાસૂત્રમાં કહેલું છે કે,
(સે હિં તે સરવિંછારિયા ? સરસ રિયા વિહા પન્ના, તે નદી )