________________
तत्त्वार्थाधिगमसूत्रम्
[o
विशेषितज्ञानं, यतः साम्प्रतसमभिरूढयोरन्यादृशं ज्ञानं नामादिषु प्रसिद्धपूर्वात् शब्दादर्थे प्रतीति: साम्प्रतः शब्दान्तरवाच्यश्चार्थः शब्दान्तरस्य नाभिधेयी भवतीत्येवं समभिरूढविज्ञानमिति । इतिः नयानुस्मरणपरिनिष्ठासूचकः ।
भा० अत्राह- अथ जीवो नोजीवः अजीवः नोअजीवः इत्याकारिते केन नयेन જોડર્થઃ પ્રતીયને ? કૃતિ ।
टी० अत्राह पर:- घटाद्यजीवपदार्थोद्देशेन नैगमादयो नया विभाविताः, सम्प्रति जीवपदार्थे
४९४
છે. તેમાં વિશેષિત-પદ એટલે વિશેષિત-જ્ઞાન. જે કારણથી સાંપ્રતનય અને સમભિરૂઢ નય એ બે શબ્દનયો વડે જુદા જુદા પ્રકારે જ્ઞાન થાય છે. આ બે નયો વચ્ચે તફાવત આ પ્રમાણે છે- નામ, સ્થાપના આદિ રૂપ અર્થોને વિષે પૂર્વે ‘આ શબ્દનો આ અર્થ છે’ એ પ્રમાણે વાચ્ય-વાચક રૂપ સંબંધની પ્રસિદ્ધિ અર્થાત્ જ્ઞાન જે શબ્દના વિષે થયુ છે, તેવા શબ્દથી જે અર્થની પ્રતીતિ/બોધ થાય, તેવા બોધને સાંપ્રત કહે છે. (આમાં જુદા પર્યાય-શબ્દ વડે પણ એક જ અર્થ કહી શકાય છે.) જ્યારે સમભિરૂઢ નયને મતે એક શબ્દથી વાચ્ય જે (ઘડો વગેરે રૂપ) અર્થ હોય તે બીજા (પર્યાય રૂપ) શબ્દથી વાચ્ય = કહેવા યોગ્ય બનતો નથી. આવું વિજ્ઞાન/બોધપ્રકાર સમભિરૂઢનય માને છે. આ પ્રમાણે વિશેષિત-પત્રં તુ શબનયં એવા પદોથી સાંપ્રત અને સમભિરૂઢ નયને પણ શાસ્ત્રકારે યાદ કરેલાં જ છે એમ જાણવું.
આર્યા-શ્લોકના છેડે જે રૂતિ શબ્દ છે તે નયોના પુનઃ સ્મરણની સમાપ્તિનો
સૂચક છે.
આ પ્રમાણે ચાર આર્યા-શ્લોક વડે પાંચ નયોનું અપેક્ષાએ ૭ નયોનું સંક્ષેપમાં સંગ્રહ કરવા વડે અનુસ્મરણ કરેલું છે.
ભાષ્ય : અહીં બીજો વ્યક્તિ પ્રશ્ન કરે છે.
પ્રશ્ન ઃ ૧. જીવ, ૨. નોજીવ, ૩. અજીવ અને ૪. નોઅજીવ એ પ્રમાણે ઉચ્ચારણ કરાયે છતે કયા નય વડે શું અર્થ જણાય છે ?
* ‘જીવ' વગેરે ચાર પદાર્થને વિષે સાત નયોની વિચારણા * પ્રેમપ્રભા : ભાષ્યમાં ઉઠાવેલ પ્રશ્ન અંગે પૂર્વપક્ષનો આશય પ્રગટ કરતાં ટીકાકાર આ