Book Title: Sukhi Thavani Chavi
Author(s): Jayesh Mohanlal Sheth
Publisher: Jayesh Mohanlal Sheth

View full book text
Previous | Next

Page 19
________________ શુદ્ધાત્મા, પ્રાપ્ત જ થતો નથી અને તેથી કરીને તે જીવ ભ્રમમાં જ રહીને અનંત સંસાર વધારીને અનંત દુઃખોને પ્રાપ્ત કરે છે. સમ્યગ્દર્શન માટે અન્ય રીતે કહી શકાય કે-જેમ કોઇ મહેલના ઝરુખામાંથી નિહાળતો પુરુષ, પોતે જ શેયોને નિહાળે છે નહિ કે ઝરુખો; તે જ રીતે આત્મા, ઝરુખારૂપી આંખોથી શેયોને નિહાળે છે તે જ્ઞાયક-જાણવાવાળો પોતે જ, નહિ કે આંખો અને તે જ હું છું, સોહં, તે જ્ઞાનમાત્ર સ્વરૂપ જ હું છું અર્થાત્ હું માત્ર જોવા-જાણવાવાળો જ્ઞાયક-જ્ઞાનમાત્ર-શુદ્ધાત્મા છું એવી ભાવના કરવી અને તેમ જ અનુભવવું. જે સમયે મતિ અને શ્રુતજ્ઞાન એ બન્નેમાંથી કોઈ એક જ્ઞાન દ્વારા સ્વાત્માનુભૂતિ થાય છે તે સમયે એ બન્ને જ્ઞાન પણ અતિન્દ્રિયસ્વાત્માને પ્રત્યક્ષ કરે છે તેથી તે બન્ને જ્ઞાન પણ સ્વાત્માનુભૂતિના સમયમાં પ્રત્યક્ષરૂપ છે પણ પરોક્ષ નથી. અર્થાત્ સમ્યગ્દર્શન એ અનંતાનુબંધી કષાય ચોકડી અને દર્શનમોહના ઉપશમ, ક્ષયોપશમ અથવા ક્ષયથી થાય છે, પરંતુ તેની સાથે જ નિયમથી સમ્યફજ્ઞાનરૂપ શુદ્ધોપયોગ ઉત્પન્ન થતો હોવાથી તે શુદ્ધોપયોગને જ સ્વાત્માનુભૂતિ કહેવાય છે કે જે જ્ઞાનાવરણીયના ક્ષયોપશમરૂપ હોય છે અને તે શુદ્ધોપયોગ અર્થાત્ સ્વાત્માનુભૂતિ વિભાવ રહિત આત્માની અર્થાત્ શુદ્ધાત્માની હોવાથી તેને નિર્વિકલ્પ સ્વાત્માનુભૂતિ કહેવાય છે, અર્થાત્ સ્વાત્માનુભૂતિના કાળે મનોયોગ હોવાં છતાં ત્યારે મના પણ અતિન્દ્રિયરૂપે પરિણમવાથી તેને નિર્વિકલ્પ સ્વાત્માનુભૂતિ કહેવાય છે. ૧૨ જ સુખી થવાની ચાવી

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59