Book Title: Sukhi Thavani Chavi
Author(s): Jayesh Mohanlal Sheth
Publisher: Jayesh Mohanlal Sheth

View full book text
Previous | Next

Page 58
________________ રાત્રિભોજનનું પાપ કેટલું? તે કહી શકાય તેમ નથી, છતાં રત્નસંચય ગ્રંથમાં તે સમજાવવાનો પ્રયાસ કરેલ છે; જે નીચે મુજબ છે ૯૬ ભવ સુધી માછીમાર જીવોને સતત હણે તેટલું પાપ એક સરોવરને સૂકવવાથી થાય. (૯૬) ૧૦૮ ભવ સુધી સરોવર સૂકવીએ તેટલું પાપ એક દાવાનળ (આગ) સળગાવવામાં લાગે છે. (૯૬ X ૧૦૮ = ૧૦૩૬૮) ૧૦૧ ભવ સુધી દાવાનળ સળગાવે તેટલું પાપ એક કુવાણિજ્ય (કુંવ્યાપાર) કરવાથી લાગે છે. (૧૦૩૬૮ X ૧૦૧ = ૧૦૪૭૧૬૮) ૧૪૪ ભવ સુધી કુવાણિજ્ય કરે તેટલું પાપ કોઈને એકવાર ખોટું આળ આપવામાં લાગે છે. (૧૦૪૭૧૬૮ ૪ ૧૪૪ = ૧૫૦૭૯૨૧૯૨) ૧૫૧ ભવ સુધી ખોટું આળ આપવામાં જે પાપ લાગે છે તેટલું પાપ એકવાર પરસ્ત્રીગમન કરતાં લાગે છે. (૧૫૦૭૯૨૧૯૨ X ૧૫૧ = ૨૨૭૬૯૬૨૦૯૯૨) ૧૯૯ ભવ સુધી પરસ્ત્રીગમનમાં જે પાપ લાગે છે તેટલું પાપ માત્ર એક વખતનાં રાત્રિભોજનમાં લાગે છે. (૨૨૭૬૯૬૨૦૯૯૨ X ૧૯૯ = ૪૫૩૧૧૫૪૫૭૭૪૦૮) ૯૬ X ૧૦૮ X ૧૦૧ X ૧૪૪ X ૧૫૧ X ૧૯૯ = ૪૫,૩૧,૧૫,૪૫,૭૭,૪૦૮ (આટલા માછીમારના ભવમાં જેટલું પાપ લાગે તેનાથી વિશેષ પાપ એક વખતના રાત્રિભોજનનું લાગે......) રત્નસંચય ગાથા ૪૪૭ થી ૪૫૧ -

Loading...

Page Navigation
1 ... 56 57 58 59