Book Title: Sukhi Thavani Chavi
Author(s): Jayesh Mohanlal Sheth
Publisher: Jayesh Mohanlal Sheth

View full book text
Previous | Next

Page 32
________________ તારયાણ, બુદ્ધાણં-બોહયાણ, મુત્તાણું-મોયગાણં, સવ્વસૂર્ણસબૂદરિસીણં, સિવ, મયલ, મજ્ય, મહંત, મમ્બય, મખ્વાબાહ, મપુણરાવિત્તિ, સિદ્ધિગઈ નામધેયં ઠાણે સંપાવિલ કામાણે, નમો જિણાણું-જિય ભયાણ! ત્રીજું નમોત્થણ ધર્મગુરૂ, ધર્માચાર્ય, ધર્મોપદેશક, સમ્યત્વરુપી બોધિબીજનાં દાતાર, જિનશાસનના શણગાર એવી અનેક શુભ ઉપમાએ કરી બિરાજમાન છે જે સાધુસાધ્વીજીઓ વીતરાગદેવની આજ્ઞામાં જયાં જયાં વિચરતાં હોય, ત્યાં ત્યાં તેઓને મારી સમય સમયની વંદણા હોજો! સામાયિક પાળવી અથવા સંવર ત્રણ નમસ્કાર મંત્ર ગણી પાળવો. સૂર્યાસ્ત વેળા પણ ઉપરોક્ત પ્રતિક્રમણ કરવું, પછી વાંચન, મનન, ચિંતન, ધ્યાન કરવું. તેમાં ચિંતવવું કે- આ. દેહ તો ગમે ત્યારે છુટવાનો જ છે, તો તેની મમતા હમણાં જ કેમ ન છોડવી? અર્થાત્ દેહની મમતા તત્કાળ છોડવાં જવી. છે. મારી અનાદિની યાત્રામાં આ દેહ તો માત્ર એક વિસામો જ છે, અને આ વિસામામાં જો હું મારું કામ ન કરી લઉં, તો પછી અનંતકાળ સુધી નંબર લાગે (વારો આવે) તેમ નથી. તેથી ભગવાને આ મારો છેલ્લો દિવસ છે, એમ જીવવા કહ્યું છે. તેથી દેહ, પૈસા, પરિવારનો મોહ છોડી, માત્ર પોતાના આત્મા માટે જ ચિંતા, ચિંતન, મનન, ધ્યાન કરવા જેવું છે. મારા આત્મા એ ચાર ગતિ, ચોવીસ દંડક, ચોર્યાશી લાખ જીવાયોનિમાં સવારે ઉઠીને જ ૨૫

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59