Book Title: Sukhi Thavani Chavi
Author(s): Jayesh Mohanlal Sheth
Publisher: Jayesh Mohanlal Sheth

View full book text
Previous | Next

Page 35
________________ તેથી પ્રશ્ન થાય કે સમાધિ મરણ એટલે શું અને તેની તૈયારી કેવી હોય? સમાધિ મરણ એટલે એક માત્ર આત્મભાવે (આત્મામાં સમાધિભાવે) વર્તમાન દેહને છોડવો. અર્થાત્ હું આત્મા છું, એવા અનુભવ સાથેનું અર્થાત્ સમ્યગ્દર્શન સહિતનાં મરણને સમાધિ મરણ કહેવાય છે અર્થાત્ સમાધિ મરણનું મહત્વ એટલે છે કે તે જીવ સમ્યગ્દર્શન સાથે લઈને જાય છે અન્યથા અર્થાત્ સમાધિ મરણ ન હોતાં તે જીવ સમ્યગ્દર્શન વમીને જાય છે. લોકો સમાધિ મરણની તૈયારી અર્થે સંથારાની ભાવના ભાવતાં જણાય છે, અંત સમયની આલોચના કરતાં/કરાવતાં જણાય છે, નિર્યાપકાચાર્યની (સંથારાનો નિર્વાહ કરાવનાર આચાર્યની) શોધ કરતાં જણાય છે; પરંતુ સમ્યગ્દર્શન કે જે સમાધિ મરણનો પ્રાણ છે તેના વિશે લોકો અજાણ જ હોય તેવું જણાય છે. તેથી સમાધિ મરણની તૈયારી અર્થે, આ પૂર્ણ જીવન એકમાત્ર સમ્યગ્દર્શનની પ્રાપ્તિના ઉપાયમાં જ લગાવવું યોગ્ય છે. કારણ કે સમ્યગ્દર્શન વગર અનંતીવાર બીજું બધું જ કરવાં છતાં આત્માનો ઉદ્ધાર શક્ય બન્યો નથી, ભવભ્રમણનો અંત આવ્યો નથી. અર્થાત સમ્યગ્દર્શન વગર ગમે તે ઉપાય કર્યાથી, કદાચ એક-બે, થોડાક ભવો સારાં મળી પણ જાય છતાં, ભવકટી થતી નથી અને તેથી કરીને અનંત દુખોનો અંત આવતો નથી અર્થાત્ નરક/નિગોદના નદાવા (ACQUAINTANCE ૨૮ * સુખી થવાની ચાવી

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59