Book Title: Sukhi Thavani Chavi
Author(s): Jayesh Mohanlal Sheth
Publisher: Jayesh Mohanlal Sheth

View full book text
Previous | Next

Page 49
________________ જે વૈરાગ્ય અર્થાત્ નિર્વેદ સહિત જ આત્મપ્રાપ્તિ માટે કાર્યકારી છે. અભયદાન, જ્ઞાનદાન, અન્નદાન, ધનદાન, ઔષધદાનમાં અભયદાન અતિ શ્રેષ્ઠ છે. માટે સર્વેએ રોજિંદા જીવનમાં જયણા (દરેક કામમાં ઓછામાં ઓછી જીવ હિંસા થાય તેવી કાળજી) રાખવી અત્યંત આવશ્યક છે. ♦ પૈસા પુણ્યથી પ્રાપ્ત થાય છે કે મહેનતથી અર્થાત્ પુરુષાર્થથી? ઉત્તર - પૈસાની પ્રાપ્તિમાં પુણ્યનો ફાળો અધિક છે અને મહેનત અર્થાત્ પુરુષાર્થનો ફાળો ઓછો છે. કારણ કે જેનો જન્મ પૈસાપાત્ર કુટુંબમાં થાય છે તેને, કોઈપણ પ્રયત્ન વગર જ પૈસા પ્રાપ્ત થાય છે અને ઘણા લોકો ધંધામાં ઘણી મહેનત કરવાં છતાં પણ, પૈસા ગુમાવતાં જણાય છે. પૈસા કમાવવા માટે પ્રયત્ન આવશ્યક છે, પરંતુ કેટલો? કારણ કે ઘણાં લોકોને બહુ ઓછાં પ્રયત્ને વધારે પૈસા પ્રાપ્ત થતાં જણાય છે, જયારે કોઈને ઘણાં પ્રયત્ન છતાં ઓછાં પૈસા પ્રાપ્ત થતાં જણાય છે; તેથી એ નિશ્ચિત થાય છે કે પૈસા પ્રયત્ન કરતાં પુણ્યને અધિક વરેલાં છે. તેથી જેને પૈસા માટે મહેનત કરવી આવશ્યક લાગતી હોય તેઓએ પણ વધારેમાં વધારે અર્ધો સમય જ અર્થોપાર્જનમાં અને ઓછામાં ઓછો ૪૨ * સુખી થવાની ચાવી

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59