Book Title: Sukhi Thavani Chavi
Author(s): Jayesh Mohanlal Sheth
Publisher: Jayesh Mohanlal Sheth

View full book text
Previous | Next

Page 36
________________ = હવે પછી એ જીવ ક્યારેય નરક/નિગોદમાં જવાનો નથી) થતાં નથી. માટે આવાં દુર્લભ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ અર્થે અને તૈયારીરૂપે આ સંસાર પ્રત્યેનો વૈરાગ્ય, સંસારનાં સુખો પ્રત્યેની ઉદાસીનતા અને શાસ્ત્ર સ્વાધ્યાયથી યથાર્થ તત્ત્વનો નિર્ણય આવશ્યક છે. આ મનુષ્યભવ અત્યંત દુર્લભ છે, તેથી તેનો ઉપયોગ શેમાં કરવો તે વિચારવું અત્યંત આવશ્યક છે. કારણ કે જવું જીવન જીવશો પ્રાયઃ તેવું જ મરણ હોય છે, માટે નિત્ય જાગૃતિ જરૂરી છે. જીવનમાં નીતિ-ન્યાય આવશ્યક છે, નિત્ય સ્વાધ્યાય, મનન, ચિંતન આવશ્યક છે; કારણ કે આયુષ્યનો બંધ ગમે ત્યારે પડી શકે છે અને ગતિ અનુસાર જ મરણ વખતે લેશ્યા હોય છે. તેથી જેઓ સમાધિ મરણ ઈચ્છતા હોય તેઓએ પૂર્ણજીવન સમ્યગ્દર્શન સહિત ધર્મમય જીવવું આવશ્યક છે. તેથી જીવનભર સર્વ પ્રયત્નો સમ્યગ્દર્શનની પ્રાપ્તિ અર્થે જ કરવા યોગ્ય છે, કારણ કે સમ્યગ્દર્શન અર્થે કરેલ સર્વ શુભભાવ યથાર્થ છે અન્યથા તે ભવાટી માટે અયથાર્થ નિવડે છે અને તે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ બાદ પણ પ્રમાદ સેવવાં યોગ્ય નથી કારણ કે એક સમયનો પણ પ્રમાદ નહિ કરવાની ભગવાનની. આજ્ઞા છે. સર્વેએ માત્ર પોતાના જ પરિણામ ઉપર દ્રષ્ટિ રાખવા જેવી સમાધિમરણ ચિંતન ૨૯

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59