________________
१०८
श्रुतदीप-१
સંગ્રહના કેટલાંક અધૂરાં પાનાં હતાં. પંન્યાસજી મ. એ તે ઉપાશ્રયમાં મંગાવ્યા. તેનો ઢગલો ઉપાશ્રયમાં એક બાજુ પડ્યો હતો. પૂ. પંન્યાસજી મ. એ તે ઢગલો તપાસવાનું કામ મોહનલાલ ગિરધરલાલ ભોજકને સોંપ્યું ભોજકે તેમાંથી એક પાનું શોધી કાઢ્યું. તેમનું માનવું હતું કે આ પાનાં પરનાં અક્ષર પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજનાં અક્ષરોને મળતા છે. સંભવ છે કે તેઓશ્રીનાં પણ હોય. તે શાસ્ત્રનું નામ હતું - “પૂજા ચતુર્વિશતિકા.' તેમણે તેનું લિવ્યંતર/સંશોધન કર્યું. આ લઘુકૃતિનો અનુવાદ કર્યો. અને પોતાનાં નિરીક્ષણો સાથે એ કૃતિ જૈનસત્યપ્રકાશમાં પ્રગટ કરી. આ મૂળ પાનું પછી પ્રાયઃ પં. પ્રભુદાસ બેચરદાસ ના સંગ્રહમાં ગયું. તેવું લેખ જોતાં જણાય છે.
પૂજા ચતુર્વિશતિકાની પચીસ ગાથા છે. તેનો વિષય “જિનપૂજાની દ્રવ્યક્રિયા સાથે સંકળાયેલ ભાવ’ છે. કર્તાના કહેવા મુજબ દ્રવ્ય અને ભાવનો આ સંબંધ પૂર્વમાંથી પ્રાપ્ત થયો છે. (ગા. ૨૫) તેના કર્તા આ. શ્રી સિદ્ધસેન સૂરિજી છે. પૂર્વસંપાદકે તે સિદ્ધસેન દિવાકર સૂપ હોવાની અટકળ કરી છે પણ કૃતિની ભાષા, વિષય અને સંકલન જોતાં તે સાચી જણાતી નથી. કર્તાએ પોતાના નામનો નિર્દેશ અંતિમ ગાથામાં કર્યો છે. તેમની ગુરુપરંપરાનું અનુસંધાન કરવું બાકી છે. તે થયા પછી જ કૃતિના રચનાકાળનો નિશ્ચય થઈ શકે. હસ્તપ્રતની પુષ્મિકામાં જણાવ્યા પ્રમાણે આ કર્તાએ રચેલી બીજી ચતુર્વિશતિકા છે. એટલે આ પહેલાં પણ તેમની રચેલી એક ચતુર્વિશતિકા હશે-એવું અનુમાન થઇ શકે. તે કઈ હશે. તેમ જ બે ઉપરાંત ચોવીસી છે કે નહીં? આ પ્રશ્ન અનત્તર છે.
આ પ્રશ્નના ઉત્તરની શોધ કરવામાં પુપિકા મહત્ત્વની સાબિત થઇ શકે છે. ગ્રંથમાં અંતભાગે લખાયેલી પુષ્પિકા ગ્રંથકારે સ્વયં લખી છે કે પછીથી લહિયા દ્વારા ઉમેરાયેલી છે? એ સંશોધનનો વિષય છે. જો ગ્રંથકારે સ્વયં આ પુષ્પિકા લખી હોય તો પ્રસ્તુત કૃતિ કર્તાની બીજી રચના છે તે નિઃસંદેહ છે. પણ જો પાછળથી ઉમેરાઈ હોય તો કર્તા એ પૂજાચતુર્વિશતિકા પહેલા કોઈ કૃતિ બનાવી છે એ વાત સંદેહાસ્પદ થઈ જાય. ઘડીભર પુષ્પિકા આપણી નજર સમક્ષ ન હોય તો આ કૃતિ “બીજી રચના છે એનું પ્રમાણ પચીસમી ગાથામાં 'વીયા' શબ્દ છે એમ કહી શકાય. કર્તાની બીજી કૃતિ મળતી નથી તેથી પણ આવું અનુમાન કરવાને અવકાશ મળે છે. પ્રસ્તુત કૃતિની હસ્તપ્રત મળી રહે તો આ પ્રશ્ન વધુ સ્પષ્ટ થઇ જાય, તેના પ્રતિલિપિ કર્તા (Scribe) પૂ. ઉપાધ્યાયજી મ. છે કે નહીં તે પણ સ્પષ્ટ થઇ જાય તેમ જ તેમાં અશુદ્ધિઓ હોય તો તેનું પરિમાર્જન પણ સુકર બને. હાલ તો પુષ્પિકાને પ્રમાણ ગણી પૂજા ચતુર્વિશતિકા પૂ. આ. શ્રી સિદ્ધસેન સૂ. મ. ની બીજી કૃતિ છે આ વાત જ અંતિમ માનવી રહી.
પૂર્વસંપાદકે પ્રતને ઘણી અશુદ્ધ જણાવી છે તેનો અર્થ લિપિકર્તાને ઘણા સ્થળે સમજાયો નથી તેમ કરવો રહ્યો. પ્રત જો પૂ. ઉપાધ્યાય મ. ની લખેલી હોય તો તેમાં સંદિગ્ધ સ્થળો રહેવાની સંભાવના ઘણી જ પાંખી છે. અમારી સામે જૈન સત્ય પ્રકાશમાં છપાયેલી કૃતિ છે. મૂળ હસ્તપ્રત નથી. તેમાં રહેલા સંદિગ્ધ સ્થળોનું આંશિક પરિમાર્જન શામળા પાર્શ્વનાથ ભગવાનનાં સ્તવનના આધારે કર્યું છે. છતાં એક-બે સ્થળ (ગા. ૧૯, ૧૪, ૨૬) સંદિગ્ધ જ રહે છે. પૂજ્ય ઉપાધ્યાયજી મ. એ પૂજા ચતુર્વિશતિકાનું ગુજરાતી રૂપાંતરણ