________________
श्रीस्याद्वादगर्भितश्रीवीरस्तवन
१४१
જે શ્રુતના ધારક હોવા છતા અશુદ્ધ પ્રરૂપણા કરે છે, મનમાં અતિ અહંકાર ધારણ કરે છે તેઓ પોતે પણ દુર્ગતિમાં પડે છે, બીજાને પાડે છે. તેમનો કોણ આધાર છે?૩. ૪) (૨૨)
જે મુખથી ઉદ્ભટ ભાષા બોલે છે તે શાસનથી દૂર છે. તે પાપથી પેટ ભરીને નરક અને નિગોદમાં જવાના છે. (૩૫) (૨૩).
સૂત્રથી વિરુદ્ધ પ્રરૂપણા આશાતનાથી મોટું પાપ છે. જે જાણવા છતાં પણ જૂઠું બોલે છે તે આત્માનું અહિત કરે છે. (૩. ૬) (૨૪)
તે માટે તમારા ચરણ કમલમાં નમસ્કાર કરીને વારંવાર એક જ ગુણ માંગુ છું— મને શુદ્ધપ્રરૂપકતા ગુણ આપો. તમે આત્માના આધાર છો. (૩. ૭) (૨૫)
આ ભવમાં કે પરભવમાં જે પ્રભુ આગમથી વિરુદ્ધ પ્રકાર્યું હોય તેનું તમારી સમક્ષ મિચ્છા મિ દુક્કડ માંગું છું. (૩. ૮) (૨૬)
આ. શ્રીકલ્યાણસાગરસૂરીશ્વરજી મ. દેવોના ગુરુ બૃહસ્પતિની જેમ શ્રુતના ધારક છે. ગુરુની સેવાથી પુણ્યનો ઉદય અને પ્રવચનનો સાર પ્રાપ્ત થાય છે. (૩. ૯) (૨૭)