Book Title: Shrutdeep Part 01
Author(s): 
Publisher: Shubhabhilasha Trust

View full book text
Previous | Next

Page 178
________________ અજ્ઞાતરચિત આધ્યાત્મિક દુહા આ કૃતિ આત્મલક્ષી ઉપદેશ આપે છે. તેમાં આત્માને સંસારનાં બંધનથી મુક્ત થવાનો ઉપદેશ છે. તે માટે વિષય, કષાય, હિંસા, ચોરી, જૂઠ, પરિગ્રહ વગેરે પાપોથી દૂર રહેવાની પ્રેરણા છે. કૃતિ દુહાઓમાં રચાઇ છે. દુહા ગુજરાતી ભાષાનો છંદનો પ્રચલિત પ્રકાર છે. તે સૌરાષ્ટ્ર દેશમાં વધુ પ્રચલિત છે. આ કૃતિ અપ્રગટ છે. તેની પ્રત ગુજરાતી શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, કેનિંગસ્ટ્રીટ કલકત્તાના હસ્તપ્રત સંગ્રહમાં છે તેનો ક્રમ પોથી ૧૯, પ્રતક્રમાંક -૧૧૯૪ છે. એક પત્ર છે. પત્ર ૫૨ ૧૩ પંક્તિ છે. પ્રત્યેક પંક્તિ ૫૨ ૩૧ અક્ષર છે. પ્રત સુવાચ્ય છે. લેખક પ્રશસ્તિ નથી. ૧૮૧૯ સદીમાં લખ્યાનું અનુમાન છે. કૃતિનો સામાન્ય અર્થ પ્રસ્તુત છે. આ કૃતિ પ્રતિલેખક દ્વારા અપૂર્ણ રહી હોવાનું જણાય છે. સા. શ્રીહર્ષરેખાશ્રીજીમ. નાં શિષ્યા -સા. જિનરત્નાશ્રી

Loading...

Page Navigation
1 ... 176 177 178 179 180 181 182 183 184 185 186