Book Title: Shrutdeep Part 01
Author(s): 
Publisher: Shubhabhilasha Trust

View full book text
Previous | Next

Page 170
________________ જ્ઞાન-ક્રિયા સંવાદ છત્રીસી ‘જ્ઞાન-વિાભ્યાં મોક્ષ:’ આ સૂત્ર પ્રસિદ્ધ છે. મોક્ષનું કારણ એકલું જ્ઞાન નથી અને એકલી ક્રિયા નથી. બંને એક લક્ષ્યમાં જોડાય ત્યારે કાર્યસાધક બને છે. બંનેનું પોતાનું મહત્ત્વ છે. બંને એકબીજાના પૂરક છે. સ્વતંત્રપણે એકલું જ્ઞાન કે સ્વતંત્રપણે એકલી ક્રિયા વિશેષ ફળ આપતાં નથી. બંને એક સાથે જોડાય તો જ અભિલષિત ફળ આપે છે. જ્ઞાન અને ક્રિયાની પૂરકતા વિષે ઘણાં શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. પૂ. ઉપાધ્યાયજી મહારાજના ઘણાં શાસ્ત્રોનો સમારોપ જ્ઞાનક્રિયાના સંવાદથી થયો છે. આગમની નિર્યુક્તિ અને ટીકા પણ જ્ઞાનક્રિયાના માહાત્મ્યની ગાથાથી પૂર્ણ થાય છે. જ્ઞાન અને ક્રિયા એકલા હોય તો અધૂરા છે, પૂરક હોય તો પૂરા બને છે, આ વાત સમજાવવા બંનેને અલગ કરી એકબીજાની સામે દલીલ કરાવવામાં આવે છે. અંતે બંનેના સમન્વયથી મોક્ષ છે, એ વાત દૃઢ રીતે સ્થાપિત થાય છે. સમ્યક્ત્વના સડસઠ બોલની સજ્ઝાયમાં પૂ. ઉપાધ્યાયજી મહારાજે જ્ઞાનક્રિયાના સંવાદને અલ્પ શબ્દોમાં પ્રભાવી રીતે ૨જૂ કર્યો છે. કહે જ્ઞાનનય જ્ઞાન જ સાચું તે વિણ ખોટી કિરિયા રે, ન લહે રૂપું રૂપું ભણો સિપ ભણી જે ફરિયા રે. કહે ક્રિયા નય કિરિયા વિણ જે જ્ઞાન તેહ શું ક૨શે રે, જલ પેસી ક૨૫ગ ન હલાવે તારૂ તે કિમ ત૨શે રે. દૂષણ-ભૂષણ છે ઈહાં બહુલાં નય એક એકને વાદે રે, સિદ્ધાંતી તે બેહું પણ સાધે જ્ઞાનવંત અપ્રમાદે રે. .. ‘જ્ઞાનક્રિયા સંવાદ છત્રીસી' જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજની પરંપરામાં આ. શ્રી વિજયસિંહસૂરિજી મહારાજ થયા. તેમના શિષ્ય શ્રીઉદયવિજયજી મહારાજ તેના કર્તા છે. સહેલી ભાષામાં, સ૨ળ દૃષ્ટાંતોનો આધાર લઈ બંને પક્ષોના સંવાદને આમાં ૨જૂ ક૨વામાં આવ્યો છે. જ્ઞાનનય ક્રિયાના મહત્ત્વને સ્વીકારવા તૈયાર નથી. તે ક્રિયાને વ્યર્થ સાબિત કરવા પ્રયત્ન કરે છે. તેની દલીલો બુદ્ધિવંતને આકર્ષે તેવી છે. કેવલજ્ઞાન જ્ઞાનસાધનાથી જ મળે છે. જ્ઞાન સદ્ગુરુ પાસેથી મળે છે. મોહ જ્ઞાન દ્વારા જ દૂર થાય છે. ‘જ્ઞાન દશા સદ્ગુરૂ થૈ જાગઇ જ્ઞાનથી જ સઘળા સુખના દરવાજા ખૂલે. આતમના આડે આવેલા કર્મના કમાડ ૫૨ લાગેલા તાળાને ખોલવાની ચાવી એક જ છે - જ્ઞાન. જ્ઞાનથી સ્થિરતા મળે છે. અશુભ વિકલ્પો જાગતા નથી. જ્ઞાન મમતાને સમતામાં ફેરવવાનો જાદુ કરે છે. જ્ઞાનથી જ ઉપશમ ભાવ પ્રાપ્ત થાય છે. જ્ઞાન શુદ્ધિભાવનું કારણ છે. અંતરમાં શુદ્ધભાવ જાગે છે ત્યારે આશ્રવ અટકી જાય છે. ઉપશમભાવના વૃક્ષની નીચે બેસીને જ્ઞાન

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186