________________
१२४
श्रुतदीप-१
છેલ્લી ત્રણ ગાથામાં તત્કાલીન ઇતિહાસ દર્શાવ્યો છે. ચન્દ્રકળાની જેમ જેમનો પ્રભાવ દિવસે દિવસે વધી રહ્યો છે, તે મુનિ ભગવંતોના આધાર એવા શ્રી વિજય ધર્મસૂરિજી મહારાજ પૃથ્વીપર વિહાર કરતા કરતા ભગવાનને ભેટવા સંઘ સાથે અહિં આવ્યા. તમારી મૂર્તિ જોઇને ભામણા લેવાનું મન થાય છે. સં ૧૮૧૬માં ચૈત્રવદ ૧૦ના દિવસે બુધવારે પૂજ્યશ્રીની કૃપાથી કપૂર વિજય પોતાની બુદ્ધિથી ભગવાનનું સ્તવન કરે છે. આ સ્તવન પોસીના તીર્થના ઇતિહાસમાં અનેરી ભાત પૂરી પાડે છે.
- સા. જિનરત્નાશ્રીજીના શિષ્યા સા. મધુરહંસાશ્રી